પરિવર્તન

5 06 2015
changes

changes

 

 

 

 

 

 

*************************************************************************************

“માંહી પડ્યા તે મહાસુખ માણે દેખણહારા દાઝે જો ને’! પરિવર્તન લાવવું ક્યાં, ક્યારે અને કેવી રીતે ? આ પ્રશ્ન જેટલો વિકટ છે, તેના કરતાં કોણ એ ભગિરથ કાર્ય કરશે એ રસપ્રદ છે. આ કામ લાગે છે એટલું કઠિન નથી.  આ દુનિયામાં પરિવર્તન હમેશા આવકારદાયક રહ્યું છે. કદાચ શરૂઆતમાં અણગમતી પરિસ્થિતિનો સામનો કરવો પડે પણ પરિણામ હમેશા સુખ આપનારું રહ્યું છે.  માત્ર હ્રદયની સરળતા અને સમય સાથે ચાલવાની સહજતા પૂરતાં છે. બાકી પોતાની આસપાસના “તૈયાર માહોલમાં” ( (omfort zone)  જેને સુખ ચેન પ્રાપ્ત થાય તેમનો આ વિષય નથી.  

‘પરિવર્તન લાવવું શામાટે ‘? સવાલ દાદ માગી લે તેવો છે. ‘ચીલાચાલુ જીવન જીવવું શામાટે ‘? એટલો જ સણસણતો ઉત્તર લાગશે. ભારતથી અમેરિકા સુધીની લાંબી મજલ કાપી. જીવનનો મધ્યાહ્ન કાળ વિતાવી સમીસાંજની શિતળતા અનુભવતાં જરૂર સંતોષ લાગે. જો પરિવર્તન સ્વિકાર્ય ન હોય તો આ સંભવ ન બનત ! ગાંધીજી હમેશા કહેતાં,’ મારા આજના અને કાલના મંતવ્યમાં જો ફરક જણાય તો આજનું સ્વિકાર્ય રાખજો ગઈકાલનું નહી ! સતત ‘ ચિંતન દ્વારા વિચારમાં પરિવર્તન આવકારદાયક છે. જેવું વિચારનું તેવું આચરણનું. આપણે સહુ ગાંધીજી નથી, પણ પ્રગતિના ચાહક છીએ એમાં બે મત નથી. ભલે સમાજ યા સંબંધી આ વાતનું સમર્થન કરે યા ન કરે, સ્વને છેતરવાનો ઠાલો પ્રયાસ, કામયાબી હાંસિલ નહી કરે!

પરિવર્તન સતત પ્રયાસનો આગ્રહી રહ્યો છે. પશ્ચિમના સમાજ સાથે મનમેળ કરતાં, તેમનું સારું ખુલ્લા દિલે આવકાર્યું.  જો એ કરવા જતાં પોતાની સચ્ચાઈ અને સારાપણાને વિસરવું  પડે કે બાંધછોડ કરવી પડે તે હિતાવહ નથી ! જુઓ આપણી સંસ્કૃતિ આચરણમાં છતી થાય છે. જે આપણે બાળપણમાં માતા અને પિતાની હુંફ દ્વારા પામ્યા છીએ. નરસિંહ, મીરા, કબીર અને અખામાંથી મેળવી છે. એના મૂળ ખૂબ ઉંડા જઈ આજે વડલો બની શિતળતા આપી રહ્યા છે. ચારિત્ર બની તેની મહેક પ્રસરાવી રહ્યા છે. પશ્ચિમના વાતાવરણમાં ‘દુઃખ નિવૃત્તિ’ અને ‘સુખ વૃદ્ધિ’  સાકાર થઈ. સંગ તેવો રંગ લાગે  એ સ્વભાવિક છે. કદી કાગડો હંસની ચાલ ચાલી શક્યો છે ? આપણે બોલવામાં, ખાવાપીવામાં ભલે પરિવર્તન અપનાવ્યું.  અરે પહેરવેશમાં પણ ધરખમ પરિવર્તન કર્યું.  આપણા જન્મજાત સંસ્કારમાં માતા અને પિતા પ્રત્યેના વ્યવહારમાં તથા લાગણીમાં આ જીવન દરમ્યાન પરિવર્તન શક્ય નથી !

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. આ માન્યતામાં શું પરિવર્તન આવે ખરું ? જવાબ નિશ્ચિત છે, ના ! કિંતુ આદર સાથે વર્તનમાં ફેરફારને અવકાશ છે. ૨૧મી સદીમા સમય સાથે તાલ મિલાવવો એ હકિકત છે. જે માતા અને પિતાએ જન્મ આપી આ ધરા પર લાવ્યા તેમનું ઋણ સદા બાલકોને લાગવાનું. તે સાથે બાળકોની પ્રગતિમાં બાધક ન બનતા તેમનો ઉત્સાહ ટકાવી રાખવો એ માતા અને પિતાનું કર્તવ્ય છે. તેમને ગમતું સ્વતંત્રતા પૂર્વક તેઓ કરી શકે છે. તેમના દરેક કાર્યમાં પોતાનો અભિપ્રાય દર્શાવવો એ ગલત રાહ છે. જરૂર પડ્યે તેમને માર્ગ ચિંધવો હિતાવહ છે.

પરિવર્તનમા સત્ય સાથેની બાંધ છોડને અવકાશ જ નથી ! સત્ય કોઈ પણ સંજોગોમાં ડગવાનું નથી. તે બદલાય કે નિત નવા વાઘા પહેરે તે શક્ય નથી ! ખબર હશે, સત્ય બોલે તેને કશું યાદ રાખવું પડતું નથી. જૂઠ કહેનારને જો યાદ ન રહે તો પકડાઈ જવાનો ભય છે. વિચારોમાં પરિવર્તન કરવું એ ખાવાના ખેલ નથી ! આ રંગ બદલતી દુનિયામાં પરિવર્તન વિના આરો નથી !
કપડાંથી માંડીને ખાવું, પીવું, વિચારવું, આચરવું, બોલવું, જોવું અને જીવવું એ બધામાં પરિવર્તન કાજે અવકાશ છે. તેની આવશ્યકતા નજર સમક્ષ મોજુદ છે.  ભલે તમે મુંડી હલાવતા હો, ૨૧મી સદીનું એ નગ્ન સત્ય  છે! ભલેને તમે ભારતમાં હો કે અમેરિકામાં ,”ઉદાર દિલ અને સમજદારી એ પરિવર્તન નામના સિક્કાની બે બાજુ છે “!
ગઈ કાલે સુંદર સમા્ચાર જાણ્યા. મારી ભત્રીજીના દીકરાની સગાઈના પેંડા ખાધા. સમગ્ર અસ્તિત્વમાં પરિવર્તન હવે જણાશે. ખૂબ આનંદના સમાચાર છે.  જીવનમાં બની ગયેલી ઘટનાનું પુનરાવર્તન થયું.  હર્ષ અને ઉલ્લાસ પ્રસરી ગયા. આ સુખદ વળાંક જીવનનો, સમઝ્ણ દ્વારા આસાન બને.
 પરિવર્તન કેટલા અર્થમાં લઈ શકાય. પરિસ્થિતિમાં બદલાવ તે પણ એક જાતનું પરિવર્તન ગણાય.  કુદરતનો નિયમ પરિવર્તન ઉપર નિર્ભર થયેલો છે.  સવારનું સાંજમાં પરિવર્તન, અજવાળાનું તિમિરમાં પરિવર્તન, શિયાળાની કડકડતી ઠંડીમાં બાવળિયા જેવા થયેલાં વૃક્ષો વસંત સમયે લહેરાઈ આંખોને મસ્તી પીરસે છે. પરિવર્તન હમેશા આવકારદાયક રહ્યું છે.
 ધર્મપરિવર્તન એ બીજો પ્રકાર છે. એક મેનેજર જાય અને નવો આવે આખી ઓફિસના બધાએ પરિવર્તનનો ભોગ બનવું પડે. પ્રયોગશાળામાં શોધખોળ કરતી વખતે પરિણામ અલગ આવે તો પહેલેથી પરિવર્તન કરી ફરી શોધ ચાલુ કરવી પડે ! ઘરમાં પતિનું ચલણ હોય અને અચાનક પત્ની લગામ હાથમાં લઈ લે, તો આવતા પરિવર્તનનો ભોગ બધા બને !
 ઘણીવાર પરિવર્તન કરવું હોય પણ તેમાં અવકાશને સ્થાન નથી હોતું. દા.ત. ડૉક્ટર થવું હોય અને કોમર્સમાં ગયા હોઈએ તો બી.કૉમ થવાય. ડૉક્ટર થવું હોય તો આખી લાઈન બદલો તો શક્ય બને વરના સી.એ. થાવ ! ખોટી દિશામાં મુસાફરી કરતાં ખબર પડૅ ત્યારે સાચી દિશામાં જવા પરિવર્તન આવશ્યક છે. ઉનાળાનું ચોમાસામાં પરિવર્તન. પાણીનું બરફમાં પરિવર્તન, રૂપિયાનું ડૉલરમાં પરિવર્તન. કયા ક્ષેત્રમાં પરિવર્તન ન થઈ શકે એ એક જટિલ પ્રશ્ન છે.
પરિવર્તનશિલ અ જગમાં કૂચ જારી રાખો. ફતેહ છે આગે !

ક્રિયાઓ

Information

3 responses

5 06 2015
ઇન્દુ શાહ

જીવન પરિવર્તનશીલ છે, ગઇ કાલે જે થયું તે સારું થયું, આજે થઇ રહ્યું છે તે સારું છે ,આવતી કાલે થશે તે સારું જ થશે. એ ભાવના સાથે જિંદગી જિવીએ.

6 06 2015
chandravadan

પરિવર્તન એ એક કુદરતનો નિયમ છે.

જે પરિવર્તનરૂપે થાય તે તમોને ગમે કે ના ગમે, પણ સ્વીકાર કરવો પડે.

હા…”સ્વ”માં પરિવર્તન પણ પરિવર્તન હોય જ !

જીવન સફરે કર્મો કરતા પરિવર્તન આવે….”સારા” તરફ હોય “વધારો” કરો !……”ખરાબ” તરફ હોય તો “સુધારો” કરો યા “બાદ” કરી સારું અપનાવી પરિવર્તન લાવો !

>>>ચંદ્રવદન
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
See you @ Chandrapukar for the New Post !

8 06 2015
pareejat

AA lekh nathi khub shikhvA maltu auntyji. AA aapno southi sundar lekh chhe

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: