સ્વ અને સહુ

7 06 2015
me we

me we

 

 

 

 

 

 

 

 

***********************************************************

“સ્વ માટે જીવ્યા એમાં શું ધાડ મારી.

સહુ માટે જીવીએ સાંભળો હાક મારી”

મેં આમ કર્યું, મેં ગાડી ખરીદી. મેં કરોડો રૂપિ્યા ભેગા કર્યા. મેં ચાર ફ્લેટ વસાવ્યા. મેં બે ફેક્ટરી નાખી. મેં બે દીકરા અને બે દીકરીઓ પરણાવી. આ મેં મારા નામની કબર ખોદાવી.  અંતે મેં એ કબરમાં ગાઢ નિંદ્રા લીધી” !

જ્યાં સુધી આ પૃથ્વી પર દરેક વ્યક્તિ  ‘મેં, મેં’ કરતો રહેશે ત્યાં સુધી આ પૃથ્વી  રસાતાળ જશે ! ઈતિહાસના પાના પર કોના નામ અમર છે? જેમણે પોતાને માટે નહી બીજાને માટે જીંદગી ખર્ચી હોય ! જીવનભર સતકાર્ય કર્યા હોય ! બીજાના હિતને લક્ષ્યમાં રાખી જીવનનો રાહ પસંદ કર્યો હોય !

આખી જીંદગી ‘સ્વ’ને મધ્યબિંદુ  બનાવી વર્તુળ દોર્યા કરીશું તો પરિઘની બહાર પગ કેવી રીતે નિકલશે. જ્યાં પણ જવાનો પ્રયાસ કરીશું તો ત્રિજ્યા પરિઘ આગળ સ્થગિત થઈ જશે. જરાક આગળ વધો. સ્વ ને બદલે સહુ નિહાળો દ્રષ્ટિનો પટ વિશાળ જણાશે. પ્રગતિ કરવાની અગણિત દિશાઓ માર્ગ મોકળો કરી આપશે. સ્વ સંકુચિત કરે છે. માત્ર સ્વાર્થ નિહાળે છે. સહુ આપણો સ્વાર્થ ગૌણ બનાવી અનેકને આવકારે છે.

એકલ પંડે બેઠાં બેઠાં ઝાપટ્યું ! અનુભવ કરી જુઓ એ જ જ્યારે દસ જણાને આપીને સાથે ખાધું હોય તો તેની મોજ કેટલી આવશે? ‘સ્વ’નો વિસ્તાર ‘સહુ’મા પરિણમશે ત્યારે જીવન હર્યું ભર્યું જણાશે.

‘સ્વાર્થનો અંત નથી, સહુની સાથે માણેલા આનંદની સીમા નથી’!

 

Advertisements

ક્રિયાઓ

Information

9 responses

7 06 2015
vijayshah

bahu sars vaat ane Chabi laavyaa.

7 06 2015
7 06 2015
Mukund Gandhi

Good thought !

Mukund

8 06 2015
dee35(USA)

તદ્દન સાચી વાત.મારું મારુંમાં ટુંકી દ્રષ્ટી છે અને અમારું અમારુંમાં વિશાળતા રહેલી છે!

8 06 2015
Raksha Patel

I loved the picture and your inspiring article too!!!

8 06 2015
chandravadan

‘સ્વ’નો વિસ્તાર ‘સહુ’મા પરિણમશે ત્યારે જીવન હર્યું ભર્યું જણાશે……….
Saras !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

8 06 2015
pravinshastri

પ્રવીણાબેન, બધાએ સરસ કહ્યું તે ટીમમાં હું પણ સામેલ છું. પણ એક બીજો વિચાર……જો આપણે ‘સ્વ’ ને જ પૂરા ઓળખી શકતાં ન હોઈએ તો સહુને તો ક્યાંથી ઓળખી શકવાના.

9 06 2015
pravina Avinash kadakia

પ્રવીણભાઈ

સ્વને પહેચાનવું એ ખૂબ કઠીન કાર્ય છે. અંહી ‘સ્વ’ની ટુંકી દૃષ્ટીમાંથી બહાર આવી ‘સહુ’ને

માં વિસ્તારવાની ક્રિયામાં પ્રવૃત્ત થવાનું છે. ‘સ્વાર્થ’ ત્યજી તે સાંકડી ગલીમાંથી બહાર આવી

મોટા રસ્તા પર ચાલવાની ક્રિયાને અનુસરવાનું છે.

પ્રવીણા અવિનાશ

26 06 2015
Kalpana Raghu

ચિત્ર શિર્ષકને અનુલક્ષીને છે.એમાં બધું સમાઈ જાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: