બટાટાવડા

10 06 2015

 

batatavada

batatavada

 

 

 

 

 

 

*******************************************************************

 

સવારના દસ વાગે અને સુરીલો, સુંદર, કાનને ભાવતો અવાજ સંભળાય ! એવા સુંદર, સુરીલા લહેકા સાથે ગાઈને બોલે ‘બટાટાવડા” . જેને ન ભાવતા હોય ને તેને પણ એકવાર તો ચાખવાનું મન થઈ જાય. આ વાત લગભગ ૫૫ વર્ષ પુરાણી છે. આજે ક્યાંથી યાદ આવી તેની પણ કહાની સુંદર છે.

‘માલતી આજે બટાટાવડા બનાવજે. ‘ હુકમ છૂટ્યો.

મનિષ, જ્યારે બટાટાવડા બનાવવાનું ખાસ કહે ત્યારે માલતી સમજી જતી આજે કોઈ શાળાએ જતો વિદ્યાર્થી ઓફિસે આવ્યો હશે અને એની બધી અગવડ મનિષે દૂર કરી હશે!

માલતી અને મનિષ જ્યારે કૉલેજમાં મળ્યા ત્યારે કેન્ટિનમાં અચૂક બટાટાવડા મંગાવી પ્રેમથી ખાતાં. એક પ્લેટમાં માત્ર બે બટાટાવડા આવે. જાણે ટેનિસ બૉલ ન હોય તેટલા મોટા. એક ખાઈએ ત્યાં પેટ ભરાઈ જાય.  કૉલેજના સુનહરા કાળ દરમ્યાન  એક પ્લેટ મગાવી બન્ને મોજ ઉડાવતા.   મનિષના ઘર પાસે એક પંદર વર્ષનો છોકરો રોજ બટાટાવડા વેચવા આવતો. શું લહેકા સાથે ગાય કે  મન ડોલી ઉઠે અને ન  ખાવું હોય તો પણ લેવાનું મન થઈ જાય.

અડધા કલાકમાં તો તેના બધા બટાટાવડા વેચાઈ જાય. દોડતો એ છોકરો ઘરે જાય અને શાળાનું દફ્તર લઈ વર્ગમાં પહોંચી જાય.  મનિષ ત્યારે કલેજમાં હતો. એણે ગુલુની સાથે દોસ્તી બાંધી. ગુલુ તેની સાથે ભળી ગયો. તેણે પોતાના ઘરની પરિસ્થિતિ મનિષને વર્ણવી હતી.

મનિષે તેને ધીરજ બંધાવી તને જ્યારે પૈસાની અગવડ પડે ત્યારે મને કહેજે. પૈસાના અભાવે તારું ભણતર બંધ થાય એ નહી ચલાવી લંઉ ! ગુલુની મા દરરોજ સવારે  ગરમાગરમ બટાટાવડા બનાવે. ગુલુ તેને વેચવા માટે જાતજાતની તરકિબ અજમાવે. ચટણી તો એટલી સ્વાદિષ્ટ કે આંગળા ચાટતા રહી જઈએ! તેનો લહેકો, તેની મીઠાશ રોજ બધા વેચાઈ જાય. આટલી નાની ઉમરે પણ તેને સંતોષ થાય માને થોડી મદદ કરી શકતો.

ગુલુ ભણીગણીને જીવનમાં કશું કરી શકવા સમર્થ બન્યો. કહેવાની આવશ્યકતા નથી કે મનિષે તેને છેક સુધી સહાય કરી. મનિષને કોઈ વાતની કમી ન હતી. તેથી તેના ખિસા ખર્ચી અને મમ્મી પાસેથી માગીને ‘ગુલુ’ની પડખે ઉભો રહ્યો હતો. હવે તો મનિષ કમાતો અને જરૂરિયાતવાળાને છણાવટ કરી બનતી મદદ કરતો. જાણે મદદ કરી કોઈના ઉપયોગમાં આવવું એ એનો મુદ્રાલેખ ન હોય ! આજે ગુલુની ઉમરનો એક છોકરો ( ૧૫ વર્ષનો) આવીને શાળાના પર્યટનમાં જવાના પૈસા લઈ ગયો હતો. એ બચ્ચાને મહાબળેશ્વરનો ‘સનસેટ પોંઈટ અને લેક જોવાની ઉત્કઠાં હતી. મનિષે બચપનમાં દસેક વાર ત્યાંની મઝા માણી હતી. તેણે આનંદ સહિત એ બચ્ચાને પૈસા આપ્યા. તેના મ્હોંની ચમક જોઈને મનિષ ઝૂમી ઉઠ્યો.

સવારના પહોરમાં પથારીમાંથી બોલ્યો, ‘આજે, બટાટાવડા બનાવ’ !

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

10 06 2015
chandravadan

‘માલતી આજે બટાટાવડા બનાવજે. ‘ હુકમ છૂટ્યો.

મનિષ, જ્યારે બટાટાવડા બનાવવાનું ખાસ કહે ત્યારે માલતી સમજી જતી આજે કોઈ શાળાએ જતો વિદ્યાર્થી ઓફિસે આવ્યો હશે અને એની બધી અગવડ મનિષે દૂર કરી હશે!
The Varta of the BATAKA VADA…and its STRONGEST LINK is here.
Helping OTHERS IN NEED.
Nice Message !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Hope to see you @ Chandrapukar !

10 06 2015
NAVIN BANKER

મને તો મ્હોંમા પાણી આવી ગયું. તમારી ભાભી બટાકાવડા બહુ સરસ બનાવે છે. જ્યારે ઘરમાં બટાકાવડા બને ત્યારે નો દાળભાત, રોટલી-શાક ! જસ્ટ એન્ડ જસ્ટ બટાકાવડા.. પેટ ભરીને ખાઇએ. ઘરમાં તો કાજુ-દ્રાક્ષ વગેરે નાંખીને બનાવ્યા હોય ! બહારના કે લારી પર કદી ના ખાઈએ. હવે તબિયત અને ઉંમરને કારણે કંટ્રોલ રાખવો પડે છે. કોલેસ્ટ્રોલની પણ બહુ બીક લાગે.
તમે તો પાછું ચિત્ર પણ મૂક્યું !!! શ્રીરામ…શ્રીરામ…
નવીન બેન્કર

11 06 2015
શૈલા મુન્શા

બટાટાવડા સાથે મનિષ ની ભલમસાઈ ને પ્રણામ.

11 06 2015
pravinshastri

આ નવીનભાઈ મારે જે કહેવું હોય તે આગળવેડા કરીને કોમેન્ટમાં ઠોકી મારે છે. હવે મારે કંઈજ કહેવું નથી. એટલું જ કહીશ…પ્રવીણ લાંબુ લાંબુ લખે તેનાં કરતાં પ્રવિણા સ્વીટ અને શોર્ટ સારું લખે.

22 06 2015
Bhavana S Patel

Pravina,
This was a yummy post.
Wah wah, description avu ke modha ma pani aavi gayu.

Sorry Gujarati ma nathi.
I need to get it in Gujrati.

Thanks.
Bhavana Patel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: