મારા મોટાભાઈ

22 06 2015
my father

my father

મોટાભાઈના હુલામણા નામે હું, મારા પિતાજીને બોલાવતી. નામ મોટાભાઈ પણ કહેવાનું

મોટાઈ. ‘ભા’ બોલવાનો નહી ખાઈ જવાનો. ખૂબ લાડકી, ઘરમાં સહુને એમ હતું કે જો મોટાઈ પાસે્થી કામ કઢાવવું હોય તો ‘મને મસ્કા’ મારવાના. તેનું કારણ પણ હતું. મોટાઈ કહે તેની સામે દલીલ નહી કરવાની. ભલે મન માન્યું મારું કરવાનું પણ તે સમયે હા, પાડવાની.પછી જ્યારે સા્રા મિજાજમાં હોય ત્યારે કામ કઢાવવાનું.

નાનપણથી એમની બાજુમાં બેસી જમવાનો હક્ક માત્ર મારો. તેને લીધે જો કોઈ પણ વસ્તુ નથી ભાવતી એમ કહું તો મારા બાર વાગી જાય. મોટાઈનો હુકમ છૂટે ‘ ખા, જોઈએ પછી કહેજે કેવી છે’.  જવાબ ન અપાય. ખાવી પડે !

અરે માત્ર ખાવાની નહી સેંડલ પણ ઉંચી એડીના નહી પહેરવાના. ‘એવા પારસીઓ પહેરે’! હુકમ છૂટ્યો. ત્યારે હું કોલેજમાં હતી. જવાબ આપ્યો ના, હવે હું પહેરીશ. મારા મોટાઈ માની ગયા. મને ખૂબ આનંદ થયો.

હવે ઝેવિયર્સ કૉલેજમાં દાખલો મળ્યો હતો. એ કૉલેજ દૂર છે. વિલ્સનમાં જા. કોઈ પણ જાતના વિરોધ વગર વિલ્સનમાં ગઈ. ફાયદો ખૂબ થયો. રોજ ગાડીમાં તેમની સાથે જવાનું. ઉતરતી વખતે ‘નાટક કરવાનું.’

‘હું પૈસા ભૂલી ગઈ, મને આપો કે પછી ચાલતી ઘરે જાંઉ.’

તરત ખિસામાં હાથ નાખી બે કે પાંચ રૂપિયા આપે. મારી મમ્મી હિસાબ માગે, ‘પૈસા ક્યાં ખર્ચ્યા ‘. મોટાઈને હિસાબ આપે એ બીજા. આજે સમજાય છે શામાટે મમ્મી અને મોટાભાઈ આટલા કડક હતા. જોઈએ છીને સમાચારમાં રોજ ‘રેપ’ થાય છે. ખૂબ પ્રેમાળ વાતાવરણમાં ઉછેર થયો હોય ત્યારે આ બધી વસ્તુઓથી સંપૂર્ણ અજાણ.

‘આજે. છોકરો જોવા  જવાનું છે.’ હુકમ છૂટ્યો. માંડ સત્તર વર્ષની હતી. મમ્મી કહે,’ હજુ નાની છે, ભણવા દો’.

બીજો ગોળીબાર, ‘ના’.

ગઈ પાછી આવી. ન છોકરામાં દમ ન મારામાં સમઝણ. પછી તો બી.એ. થઈ ગઈ. ડૉક્ટર થવું હતું પણ મોટાઈ કહે ના. ઓ.કે.

મોટાઈ આ તમારા પ્રત્યેનો પ્યાર આજે રહી ,રહીને આ લખવા પ્રેરે છે.  વર્ષો થઈ ગયા. તમારી યાદ આવે ત્યારે પાછી નાની થઈ જવાની મઝા માણું છું. જો કે આજે તો મારે ત્રણ પૌત્ર અને બે પૌત્રી છે. બે દીકરા અને તેમની પ્રેમાળ પત્નીઓથી સંસાર હર્યો ભર્યો છે.

મોટાઈ મારા લગ્ન વખતે અને વિદાય વેળાનું તમારું મુખારવિંદ હજુ પણ યાદ છે. તમારી સાથે રમી રમતી હતી જેને કારણે પાના રમવાની મઝા લુંટતી. તમારો પ્યાર હર વખત છલકાતો એસ. એસ. સીમાં ફર્સ્ટ ક્લાસ તમને આનંદ થયો. બી.એ. પાસ તમારી છાતી ગજ ગજ ફુલી હતી. લૉ કૉલેજમાં જતી તમે ખૂબ ગર્વથી મને નિહાળતા. મોટાઈ ખૂબ નસિબદાર છું તમારા જેવા પ્રેમાળ પિતાની દીકરી છું.  પ્રણામ .

Happy Father’s Day.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

22 06 2015
chandravadan

ખૂબ નસિબદાર છું તમારા જેવા પ્રેમાળ પિતાની દીકરી છું. પ્રણામ .

Happy Father’s Day.
Nice Post !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

22 06 2015
prashant Munshaw

મુ.પ્રવિણાબેન,

તમારા મુખે તમારાં પિતાશ્રી વિશેની આ બધી વાતો સાંભળી હતી. પણ બહુ વખતે તમારી New Post મળી, વાંચી અને તેઓનાં વિશે ફરી એક વધુ વાર વાંચીને અમને પણ અમારા પિતા સાથે ગાળેલી એવી બધી ક્ષણો ફરી તાદૃશ થઇ ગઇ. અરે, એમ જ કહોને કે એ યાદો વગર આપણે કેટલા અધુરા લાગીએ છીએ. જેનું કરજ આજન્મ ફેડી ના શકીએ. કડપ, મિઠાશ, વાત્સલ્ય, પ્રેમ, હૂંફ વિ. નો અનુભવ જ એક વિશિષ્ઠ લાગણીની હમેશા પ્રતિતી કરાવતી જ રહેશે.

માટે જ કદાચ માતાપિતાને જ ભગવાનનું બીજું નામ આપણે આપ્યું છે કારણ કે જેને ફક્ત આપણે જોયા જ નથી પણ તેનો સાક્ષાત્કાર પણ થયો છે.

વધુ તો કંઇ નહિં પણ આ પ્રસંગે આપણાં સંસ્મરણોને સતત જાગ્રત રહેવાનું ઇંધણ મળ્યું.

પ્રશાંતના સ્નેહ સ્મરણ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: