*******************************************************
‘આજે મને પેટ ભરીને રડી લેવા દો. હા, રડી રડીને હું થાકી ગઈ હતી. આંખો આંસુ વહાવવાનું ભુલી ગઈ હતી. આંસુના કુવાનું તળિયું સૂકાઈ ગયું હતું. હ્રદયને કોઈ ભવના સ્પર્શી શકતી નહી. જાણે હું પાષાણની હાલતી ચાલતી પ્રતિમા ન હોંઉ. ભરજુવાનીમાં નરકાગારનો અનુભવ કર્યો હતો.’.
કયા કાળ ચોઘડિયામાં હું ઘરેથી મારી લાડલી માટે દવા લેવા રાતના દસના સુમારે નિકળી.ત્રણ ડિગ્રી તાવ ઉતરવાનું નામ લેતો ન હતો. ઉંઘમાં લવારો કરતી હતી મારી સાત વર્ષની દીકરી! પપ્પાજીના હેતાળ ખોળામાંથી ઉતરવાનું નામ લેતી ન હતી.મારા પતિદેવની મરજીની વિરુધ્ધ ‘વોલગ્રીન્સ’માં ગઈ જે ૨૪ કલાક ખુલ્લો રહેતો. ઘરેથી માત્ર ત્રણ માઈલ દૂર હતો.રાતનો સમય હોવાથી બધો દાગીનો પણ કાઢી નાખ્યો હતો. જેવી દવા લઈને ગાડીમાં બેસવા જતી હતી ત્યાં પાછળથી બે જણાએ મને ઉંચકીને એમની ગાડીમાં નાખી મોઢા પર રૂમાલ દબાવી દબાવી દીધો.
દવા લઈને નિકળતાં મેં ઘરે ફોન કર્યો હતો. મારા પતિદેવને શાંતિ થઈ કે હું પંદર મિનિટમાં ઘરે આવીશ. અડધો કલાક થઈ ગયો એટલે મારા સેલ પર ફોન આવ્યો. જેનો મારાથી જવાબ ન આપી શકાયો . હું તો બેભાન અવસ્થામાં ગાડીમાં હતી. જેની પાસે મારો ફોન હતો એ માણસે રીંગ વાગવા દીધી. ફોન આપોઆપ આન્સરીંગ મશીનમાં જતો રહ્યો.
અવનિશ વિચારમાં પડી ગયા કેમ, આ (હું) જવાબ આપતી નથી. મનમાં શંકા ગઈ. ધિરજ ધરીને વોલગ્રીન્સમાં ફોન કર્યો. રાતનો સમય હતો એટલે ફાર્મસીમાંથી મેનેજરે જવાબ આપ્યો.
અવનિશે કહ્યું ‘ માય વાઈફ અનુ વોઝ ધેર ટુ ફિલ અપ ધ પ્રિસ્ક્રિપ્શન ફોર અવર ડોટર અમી, ઈઝ શી ધેર ?’ મેનેજરે કહ્યું ‘ શી ઓલરેડી લેફ્ટ હાફ અવર અગો.’
‘શી ઈઝ નોટ હોમ યટ’
કેન યુ પ્લિઝ ગો ઇન ધ પાર્કિંગ લૉટ એન્ડ ચેક ,અવર બ્લેક મર્સિડિઝ ઇઝ ધેર’?
મેનેજર વેન્ટ એન્ડ ચેક્ડ ,હી કેમ બેક એન્ડ સેઈડ યસ ઈટ ઈઝ ધેર.’
હવે મારા પતિને ખૂબ ચિંતા થઈ. ૯૧૧ને ફોન ઘરેથી કરી વોલગ્રીન્સ પહોંચ્યા. મારો મોટો દીકરો સૂતો હતો તેને ઉઠાડીને અમીને સોંપી નિકળ્યા. વોલગ્રીન્સ પાસે બે પોલિસની ગાડી આવી પહોંચી. તેના કેમેરામાં જોયું કે કેવી ગાડી પાર્કિંગ લોટમાંથી અડધા કલાક પહેલાં નિકળી હતી. લગભગ પાંચેક ગાડી ગઈ હતી. બધી ગાડીના નંબર ક્લોઝ સર્કિટ કેમેરામાંથી મળ્યા.
‘રાતના સમયે કઈ ગાડી કઈ દિશામાં ગઈ એ કળવું મુશ્કેલ હતું. મારી યાતના વિશે પૂછશો જ નહી. ત્રણ કાળિયા હતા. મારા બૂરા હાલ કર્યા. હું બહુ કરગરી પણ તેઓ બધિર હતા. મારો દાગીનો, ગાડીની ચાવી બધું આપવા તૈયાર હતી. ખેર સવારના ચાર વાગે શહેરની કોઈ અંધારી ગલીમાં મને ફેંકી. હું તો બેભાન હતી. ‘
ગાર્બેજ પિક અપ કરનાર ટ્રકના ડ્રાઈવરે મને જોઈ અને પોલિસ બોલાવી. મને કશું યાદ ન હતું. કોઈના મોઢા પર બરાબર જોઈ શકી ન હતી. હું ખૂબ રડતી હતી. મારા પતિએ કહ્યું તેને હેરાન ન કરો તેને કાંઈ ખબર નથી. પોલિસ શોધે તો પણ કોને? હું કાંઈ વર્ણન આપી શકી નહી.
અવનિશ મને દિલાસો આપતા. હું ભયથી થરથર કાંપતી હતી, રાતના ભોગવેલી નરકની યાતના મારા દિમાગમાંથી હટવાનું નામ લેતી નહી.
અવનિશ કહે ‘ સમજતો ખરી એમાં તારો શું વાંક’?
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
ભયંકર અનુભવ. ભગવાન કોઈને આવો અનુભવ ન કરાવે.
અવનિશ કહે ‘ સમજતો ખરી એમાં તારો શું વાંક’?
દુખી પત્નીને પતિનું કેવું આશ્વાસન … સાચો પતી
હૃદય સ્પર્શી ઘટનાની કથા
થોડા જ શબ્દો….પુશ્કળ વેદના…..જીવનમાં યાદ રાખવા જેવી ઘણી વાતો ભૂલાઈ જતી હોય છે…આવી વાત ભૂલવા પ્રયત્ન કરીયે તો વધુ બીહામણી બની કંપાવે છે.
સ્થિતિ વિચારીને જ રૂવાટા ઉભા થઈ જાય.!!!
કંપાવનારી કથા!
ખરેખર અા યાતના સ્ત્રી માટે જ અા જગતમાં હોઈ શકે, શુ અા જગતમાં આજે પણ સ્ત્રી ને આ દ્રષ્ટિથી જ જોવાય છે.
ગાર્બેજ પિક અપ કરનાર ટ્રકના ડ્રાઈવરે મને જોઈ અને પોલિસ બોલાવી. મને કશું યાદ ન હતું. કોઈના મોઢા પર બરાબર જોઈ શકી ન હતી. હું ખૂબ રડતી હતી. મારા પતિએ કહ્યું તેને હેરાન ન કરો તેને કાંઈ ખબર નથી. પોલિસ શોધે તો પણ કોને? હું કાંઈ વર્ણન આપી શકી નહી.
અવનિશ મને દિલાસો આપતા. હું ભયથી થરથર કાંપતી હતી, રાતના ભોગવેલી નરકની યાતના મારા દિમાગમાંથી હટવાનું નામ લેતી નહી.
અવનિશ કહે ‘ સમજતો ખરી એમાં તારો શું વાંક’?
A Varta touching the heart.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !
આ સત્ય ઘટના હોય કે કાલ્પનિક , અત્યંત કંપારી છુટે તેવી વાતનું વર્ણન વાંચવું કપરું લાગ્યું તો લખવું કેટલું ય અઘરુ લાગ્યું હશે!!!!