હવે શું ?

30 06 2015
next

next

**************************************************************************************

જીવનમાં આ પ્રશ્ન દરેકને સતાવે છે. ‘ હવે શું’ ? પ્રશ્ન સાવ સરળ છે. ઉત્તર જટિલ છે. પ્રશ્ન સાંભળીને ઉત્તર આપનાર તરત પ્રતિક્રિયા કરવાની હાલતમાં નથી હોતો ! બાકી જો જોવા જઈએ તો આપણા સહુનું જીવન પ્રતિક્રિયા કરવામાં મશગુલ હોય છે. ખરી રીતે જોવા જઈએ તો આ પ્રશ્ન નિરર્થક છે. જીવન વહેતી નદીયાની ધારા ! તેને બસ વહેવા દો ! નિર્મલ દિલે અને મને તેમાં ગતિ જારી રહે ! ગઈ પળ પાછી આવવાની નથી. ‘હવે શું ‘કહી તેમાં રોડાં નાખવાને બદલે ખળખળ વહેતાં જળની માફક જીવન નદીયામાં સરવાની મઝા માણો !

એણે મને આમ કહ્યું એટલે મેં તરત સામે જવાબ આપી દીધો. એક ક્ષણના વિલંબ વગર ઉત્તર હાજર.

‘તારા, આજે પહેરેલાં બ્લાઉઝની બાંય જરા ઢીલી છે. અરે, મારું શરીર ઉતરી ગયું.’ ભલેને દરજીએ લોચો માર્યો હોય !

‘તું કૉલેજમાં આજે મોડો પહોંચીશ! યાર આજે પહેલું લેકચર ફ્રી છે’. ભલેને લેક્ચરમાં મઝા ન આવતી હોય.

‘તું મને ગાડીમાં રાઈડ આપીશ? આજે હું એ રસ્તે નથી જવાનો.’ પછી ભલેને એ જ રસ્તે જાય !

વિચાર કરીશું તો લાગશે આપણે હમેશા પ્રતિક્રિયા કરતાં હોઈએ છીએ. તેમાં જો કોઈને હાનિ પહોંચતી હોય યા નુક્શાન થતું હોય તો તેની પણ ફિકર કરતા નથી.

‘હવે શું’ એ પ્રશ્ન ઉલઝનમાં મૂકે એવો હોય છે. વિચાર કર્યા વગર જવાબ આપીએ તો ‘આંધળે બહેરું કુટાઈ જાય’! નીલ ૧૨મી પાસ થઈ ગયો. બધાએ અભિનંદન આપ્યા. ખૂબ સરસ ગુણાંક મેળવ્યા હતા.  પિતાજીના મિત્રએ પૂછું, ‘હવે શું’? ‘નીલ અવઢવમાં હતો. મેડિકલમાં જવું કે કોમર્સમાં નક્કી કરી શક્યો ન હતો. બન્ને બાજુનું ખેંચાણ જબરું હતું. મમ્મી ડૉક્ટર અને પપ્પા સી.પી.એ. શું જવાબ આપવો? ઉડતો જવાબ આપીને પરિસ્થિતિ સંભાળી લીધી. ‘હજુ નક્કી નથી કર્યું’.  અત્યારે તેની હાલત કઢંગી હતી. બેમાંથી એક પણ યુનિવર્સિટીમાંથી જવાબ આવ્યો ન હતો!

હવે શું, એ એવો પ્રશ્ન છે જેનો જવાબ મેળવવો કઠીન છે. માણસ એ ભૂલી જાય છે કે તેના જીવનનો ધ્યેય યા માર્ગ કયો છે!  ‘કૂતરું તાણે ગામ ભણીને શિયાળ તાણે સીમ ભણી’. શું કરવું, મને ગમતું કરવું?  જેમાંપૈસા વધુ મળે તેમ કરવું ? મમ્મી અને પપ્પા શું ચાહે છે?  બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખવા કયો માર્ગ અપનાવવો? સમાજમાં કેવું લાગશે? આદતથી મજબૂર માણસ વિવેક બુદ્ધિનું લિલામ કરે છે. નશાખોરને સાચો માર્ગ સુઝતો નથી. ઘણી વખત હાલત સાપે છછુંદર ગળ્યા જેવી હોય છે. વધારે પડતા ડાહ્યા લોકો ગુમાનમાં ગુલતાન જણાય અને હવે શું એ વિષે બેધ્યાન બને.

આકાશ પાતાળ એક કરી જે મેળવ્યું હોય તેનો ગેરમાર્ગે ઉપયોગ કરે. ઘણી વખત એવી દયનિય પરિસ્થિતિમાં ફસાય છે કે બેમાંથી એકે કિનારો શાતા આપતો નથી. ઘંટીના બે પડ વચ્ચે ફસાયેલા દાણાની માફક પિસાય છે. નજર સમક્ષ માર્ગ હોવા છતાં તે માર્ગ ભૂલે છે. ઘણી વખત ખોટી સંગતમાં ફસાઈ જાતે વિનાશ નોતરે છે.

જોવા જઈએ તો આ પ્રશ્ન દેખાય એટલો જટિલ નથી. સમતાનું ધારણ. દિલ અને દિમાગમાં શાંતિ. જરૂર પડે તો સાચા મિત્રની સલાહ. બાકી જીવનમાં પરિવર્તન હર પળે આવે છે. જે સમસ્યા આવે તેનો ઉકેલ હોય, હોય ને હોય ! માત્ર તે સમસ્યાનું પૃથક્કરણ કરી સત્યના માર્ગે વિના હિચકિચાટે  મુસાફરી જારી રાખવી.   જે આજે છે તે કાલે બદલાવાનું છે. કોઈ વસ્તુ યા સમસ્યા કાયમ ટકતી નથી.

સમય હર ક્ષણે પરિવર્તન પામે છે. માત્ર તે પ્રત્યેનો અભિગમ કેવો છે એ સમજવું જરૂરી છે. બીજાને સલાહ અથવા સુચનો આપતાં પહેલાં પોતાનું મુખારવિંદ ગરિબાનમાં જોવું આવશ્યક છે. યાદ રહે ‘દરેક કર્મ ફળ આપ્યા વગર શમતું નથી “! જે આજ મારી છે એ કાલ બીજા કોઈની હશે. જે ઉપર જાય છે તે અવશ્ય નીચે આવશે. પાન ખરતાં હસતી કુંપ વિસરી જાય છે કે એક દિવસ એ પણ ખરી પડવા્ની છે !

મારી એક મિત્ર કહેતી હતી તેના સાસુએ બે દીકરીઓ અને દીકરો કોઈના સહારા વગર મોટા કર્યા. દુનિયા શું કહેશે તેની પરવા ન કરી ! પતિના  ધંધા પર બેસી નાવ હંકારી. ત્રણે બાળકોને ઉચ્ચ શિક્ષણ આપ્યું. નસિબ સારા કે મારી મિત્ર જે એમના દીકરાની વહુ ખૂબ સંસ્કારી છે. સાસુને મા કરતાં વધારે પ્રેમ આપે છે.જો પતિના ગયા પછી માથે હાથ મૂકી એ માએ ,’હવે શું’ વિચાર્યું હોત તો આજની પરિસ્થિતિએ પહોંચી ન હોત ?.

જો જીવનમાં ‘હવે શું’ને મહત્વ આપીએ તો રેતીમાં નાવ હંકારવા જેવી સ્થિતિ ઉભી થાય. બાકી ‘યા હોમ’ કરીને કાર્ચ સાચવી લો  ફતેહની હરી ઝંડી દેખાશે. પ્રયત્ન, પુરૂષાર્થ અને  પ્રેમ, પ્રવૃત્તિની પગદંડી છે.

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

30 06 2015
30 06 2015
Mahendra shah

Good!

Mahendra Shah (cartoonist)

2 07 2015
chandravadan

જો જીવનમાં ‘હવે શું’ને મહત્વ આપીએ તો રેતીમાં નાવ હંકારવા જેવી સ્થિતિ ઉભી થાય. બાકી ‘યા હોમ’ કરીને કાર્ચ સાચવી લો ફતેહની હરી ઝંડી દેખાશે. પ્રયત્ન, પુરૂષાર્થ અને પ્રેમ, પ્રવૃત્તિની પગદંડી છે….True !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

4 07 2015
Shaila Munshaw

Good thought!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: