અસહકાર

6 07 2015
do not listen

do not listen

************************************************************************************

ઘણી વખત વિચાર આવે, જ્યારે ભારત ગુલામીની ઝંઝીરોમાં જકડાયેલું હતું ત્યારે આ ‘અસહકાર’નું આંદોલન જન્મ પામ્યું. અંગ્રજોને ભારતમાંથી તગડી મૂકવા તેઓ જે પણ નવા કાયદા કરે તેનો આપણે વિરોધ કરતાં. અસહકારનું આંદોલન કરી તેમની નવી નીતિનો બહિષ્કાર કરતાં. તેમની યોજનાઓ નિષ્ફળ બનાવવામાં આપણે મચી પડતાં અને જ્યારે તે નિષફળ નિવડે તો આનંદ પૂર્વક ઉજવણી કરતાં. યાદ આવે છે,’ દાંડીકૂચ , મીઠાનો સત્યાગ્રહ’. ‘પરદેશી માલની હોળી’ !આ બધા પ્રસંગો વખતે હું પોતે પણ હાજર નહતી. આ લેખ વાંચનાર બુઝર્ગો સિવાય અન્ય જુવાન વર્ગ પણ ગેરહાજર હતો આ બધું આપણે ભારતનો ઈતિહાસ ભણ્યા ત્યારે વાંચ્યું હતું. અમુક પ્રસંગો તે સમયની ફિલ્મો દ્વારા કચકડામાં મઢી લેવા આવી હતી.

૨૧મી સદીમાં અસહકાર રગરગમાં સમાયો છે. નાના બાળકને પણ કહીશું કે ‘ આ કપડાં પહેર, ના હું પેલા પહેરીશ’! જો કે અસહકાર શબ્દ નાના બાળક માટે ઉગ્ર છે. પણ શુભ શરૂઆત ત્યાંથી જ થાય છે. મોટા થાય એટલે પોતાનું મનમાન્યું કરવાના. તેમાં વળી લગ્ન થાય પછી ? કશું કહેવામાં માલ નથી. આ તો સામાન્ય સ્તર ઉપર ઘર ઘરની વાત થઈ. જાહેરમાં , સમાજમાં અને આગળ જ્તા   દેશની ભક્તિ આ રીતે પ્રગટ કરીએ છીએ.

ભૂતકાળ ભૂલવાનો, ભવિષ્યની ખબર નથી. વર્તમાનમાં જીવનારા સામે આજે આ લેખ લખવાનો શો હેતૂ હશે? આપણે નહી તો, આપણા માતા, પિતા યા સગા સંબંધી એ સમયે જેલ ભેગા પણ થયા હશે ! મતલબ સીધો છે. આપણામાં અસહકારના બીજ છે. જેને આપણે આજની ભાષામાં કહી શકીએ, આપણા ‘જીન્સ’માં છે. લાગે છે ને ભૂમિતીની કોઈ રાઈડર સૉલ્વ કરી હોય. જો કે રાઈડર સૉલ્વ કરવાનું તો શાળાકાળ દરમ્યાન પણ અઘરું લાગતું હતું! આજે ક્યાંથી આવડી ગયું ?

હવે મુદ્દા પર આવું. આપણે યા આપણા ભાઈ બહેનો અથવા આપણા દેશવાસીઓ સરકારે કાયદો કર્યો .’આવકવેરો’ ભરવાનો. હવે જ્યારે આપણા જન્મજાત સંસ્કાર જ હોય કે સરકાર માઈ બાપ કાંઈ પણ કહે તેનો વિરોધ કરો. આપણે શામાટે આવકવેરો ભરીએ. જેને કારણે કરચોરી એ આપણો જન્મ સિદ્ધ હક બને છે. ઉપરથી ફરિયાદ કરવાની, ‘ભરેલાં પૈસાથી આપણને શું ફાયદો થયો’ ?

સરકાર માઈ બાપે ભારતમાં બધે ટ્રાફિકના સિગ્નલ મૂક્યા છે. અસહકાર કરો. કાયદાનો ભંગ કરો. સિગ્નલ તોડીને ગાડી પૂરપાટ ભગાવો. જો પાંડુ હવાલદાર પકડે ત્યારે ૧૦૦ કે ૨૦૦ રૂપિયા તેના ખિસામાં સેરવી દો. ગરીબ બિચારો પાંડુ હવાલદાર ‘બાર સાંધતા તેર ટૂટે’ એવી હાલત હોય. બે કડકડતી નોટો જોઈને તમને જવા દે. આપો તાળી !

આવકવેરો ભરવો નહી અને પછી જ્યારે ઇનકમ ટેક્સવાળાની ધાડ પડે ત્યારે પસીનો છૂટી જાય. જો ઈમાનદાર ઓફિસર હોય તો આવી બન્યું. તેમની ધાડ ઘર, ઓફિસ, ફિક્ટરી, બેંકના ખાતાં અને લૉકર બધા પર એકી સાથે પડે. કોઈને ગંધ પણ ન આવે. ક્યાંય એક પૈસો ખસાડવાની જયા ન રાખે. એવા કેટલાય કિસ્સા સાંભળ્યા છે. શેઠ આ આઘાત સહન ન કરી શક્યા અને ‘ રામ બોલો ભાઈ રામ’ થઈ ગયા.  જો વ્યવહાર અને હિસાબ કિતાબ ચો્ખ્ખા રાખ્યા હોય તો આ દિવસ જોવાનું નસિબમાં ન આવે ! કરોડપતિને, રોડ પતિ થતાં વાર ન લાગી ! આ  થઈ પૈસાની વાત !

આખા શહેરમાં કચરા નાખવાના ડબ્બા રાખ્યા છે. પણ આપણે તો ભાઈ અસહકારના હિમાયતી. આ પડીકામાંથી ખાધું નથી ને ડૂચો ફેંક્યો રસ્તા પર. પછી ગરમી ખાવાની , સરકાર રસ્તા સાફ નથી રાખતી. શું સરકારને બીજો કોઈ ધંધો ખરો? જો આપણે સરકારને સાથ અને સહકાર આપીશું તો મને લાગે છે આપણા દેશમાંથી ગરીબીને પગ આવશે. જરા આપણી પ્રગતિ પર નજર નાખી વિચાર કરી જુઓ. ક્યાંથી ક્યાં આવી પહોંચ્યા છીએ.. આપણા દેશનું યુવા ધન કેટલું હોશિયાર છે. તેમને જરા સાથ અને સહકાર આપી જુઓ. તેમનામાં આકાશને આંબવાની તમન્ના છે. આધુનિકતાના રંગે  રગાયેલા યુવાનો ખૂબ ઉંચા વિચાર અને કામ કરવાની શક્તિ ધરાવે છે.,

બે મહિના પહેલાં સૂરતથી મુંબઈ જઈ રહી હતી. ફ્લાઈંગ રાણીને આવવાની વાર હતી. મારી નજર સામે અદભૂત દૃશ્ય જોયું. પાણીની પઈપો વડે પ્લેટફૉર્મ ધોવાતું હતું. નીચે પાટા પરથી કચરો બધો સાફ થયો. ગાલે ચુંટી ખણી , ખરેખર આ બની રહ્યું છે. ત્યાં સમેના પાટા પર લોકલ ગાડી આવી અને ઉપડી ગઈ. તમે નહી માનો ગાડી ગયા પછી પાટા પર બેસૂમાર કચરો ખડકાયો હતો. બોલો આને શું કહું. અમે સહકાર આપવાના નથી. ‘ગંદકી કરવી અમારો જન્મ સિદ્ધ હક છે’ !

ઘણી વખત ભણેલાં કે અભણ બેમાં કોઈ ફરક જણાતો નથી. ખૂબ દુઃખ થાય એવી વાત છે. ગરીબ કે તવંગર કોઈ ફરક નહી. જ્યાં એક જાતનું માનસિક વલણ ઘર કરી ગયું હોય ત્યાં બદલાવ કઈ રીતે લાવવો ? એક ઉપાય છે. જો આપણે બધા આચરણમાં મૂકીએ તો વાત સિધા પાટા પર આવે ખરી ! આજકાલ બધા એમ.બી. એ. છે. ‘મને બધું આવડે છે’. જેને કારણે અસહકાર દર્શાવવો એ એક રિવાજ થઈ ગયો છે. અરે ભાઈ, સહકાર આપવો એ ગુલામીની દશા નથી. એ તો છે ખુલ્લા દિલે અને મને નવિનતાને અપનાવવાની ઉત્કંઠા. સહકાર મળે તો આખું દૃશ્ય સુહાનું લાગે.

અમેરિકામાં બાળપણથી બાળકોને આ પ્રકારનું શિક્ષણ આપવાની આંખે ઉડીને વળગે એવી રીત છે. માતા અને પિતા બન્ને નોકરી કરતાં હોય. નાનું બાલક ‘ડે કેર’ અથવા ‘પ્લે સ્કૂલ’માં જતું હોય. જ્યારે બધા બાળકોને ઘરે જવાનો સમય થાય એ પહેલાં ટીચર ગાવાનું શરૂ કરે.

” ક્લીન અપ. ક્લીન અપ એવરી બડી ક્લીન અપ”. શરૂઆત ટીચર કરે .નાની નાની વસ્તુઓ , રમકડાં ઉંચકીને તેની જગ્યા પર મૂકે. બાળકો ટીચર જે કરતાં હોય તે કરે, આવો સુંદર દાખલો બેસાડે. માતા અને પિતા ઘરે આ રીતે તેમને રમકડાં ઉપાડી ટોય બૉક્સમાં મૂકાવે. ધોવાના કપડા લૉન્ડ્રી બાસ્કેટમાં મૂકતાં શિખવે. કેટલો સુંદર અભિગમ આ બાળક મોટું થાય ત્યારે આવું વર્તન જ કરે ! ‘જે ગંદકી કરે તે સાફ કરે. ( હુ એવેર મેક્સ મેસ ક્લિન્સ ઈટ” ) આ બીજો અકસિર ઈલાજ. અજમાવવા જેવો ! પરિણામ સારું આવશે એમાં બે મત નથી.. આ ગુણ જો બાળકમાં સંસ્કાર સાથે સિંચિત થયો હોય તો એ બાળક ખૂબ પ્રગતિ સાધે એમાં બે મત નથી !

ખબર નહી કેમ જીવનના દરેક તબક્કામાં અસહકાર દર્શાવવાની આદત પડીI ગઈ છે. ‘ઝાઝા હાથ રળિયામણા’, જો સહકાર આપીને કોઈ કાર્ય કરીશું તો તેનું  પરિણામ સુંદર આવશે તેમાં બે મત નથી. કોઈ પણ વ્યક્તિને યા કુટુંબીજનને નવા પ્રયોગમાં સહકાર અને સાથ આપીએ તો તે સહુના લાભમાં છે. પૂરી જો મમ્મી યા સાસુ એકલાં બનાવતા હોય તે સમયે સહકાર આપીએ તો બધી પૂરી ફુલે, ગોળ વણાય અને જમનાર તેનો સ્વાદ માણી શકે ! ખોટી ‘હામાં  હા’ નહી ભણવાની.’ કિંતુ જે યોગ્ય હોય તો અસહકાર બતાવી પોતાનું મહત્વ સ્થાપવાની ખોટી રીત શોભાસ્પદ નથી.

અસહકાર ક્યાં દર્શાવવો એ અગત્યનું છે. અસત્યનું આચરણ થતું હોય. ખોટા સમાજના રિવાજો પ્રત્યે અણગમો હોય. બાળકોનું વર્તન અસભ્ય હોય! ત્યાં અસહકાર વ્યાજબી છે.  ઘણીવાર અસહકારને  બદલે ,”મૌનં પરં ભૂષણમ” યોગ્ય લાગે. જેનો મતલબ સંમતિ નથી. માત્ર તેના દ્વારા ઉભા થતા ઘર્ષણોથી છૂટકારો છે. બાકી સમજુ કો ઈશારા કાફી. વિવેકબુદ્ધીનો ઉપયોગ એ તેનો સરળ ઉપાય છે.


ક્રિયાઓ

Information

8 responses

6 07 2015
harnishjani52012

બધું છે તે તો છે. પણ ઉપાય શું? આને માટે વ્યવહારૂ ઉપાય સુચવો.

6 07 2015
pravina Avinash kadakia

આનો ઉપાય સાવ સહેલો છે. સારા નાગરિક બનવાનું. ઈશ્વર અર્પિત આપેલા

દિમાગનો ઇસ્તેમાલ કરવાનો. સાચુ અને ખોટું માંહ્યલો બરાબર જાણે છે !

27 10 2015
હિમાંશુ જાની

આનો સચોટ ઉપાય દરેક ભારતિયમાં જાગૃતતા ! ગંદકી મારા

ઘરમાં નહી તો રસ્તા પર શામાટે? ટેક્સ ભરીને ઉપકાર નથી

કરતાં. સવલતો આપણે જ મેળવીએ છીએ.

6 07 2015
Satish parikh

Very good one

6 07 2015
chandravadan

અસહકાર ક્યાં દર્શાવવો એ અગત્યનું છે. અસત્યનું આચરણ થતું હોય. ખોટા સમાજના રિવાજો પ્રત્યે અણગમો હોય. બાળકોનું વર્તન અસભ્ય હોય! ત્યાં અસહકાર વ્યાજબી છે. ઘણીવાર અસહકારને બદલે ,”મૌનં પરં ભૂષણમ” યોગ્ય લાગે. જેનો મતલબ સંમતિ નથી. માત્ર તેના દ્વારા ઉભા થતા ઘર્ષણોથી છૂટકારો છે. બાકી સમજુ કો ઈશારા કાફી. વિવેકબુદ્ધીનો ઉપયોગ એ તેનો સરળ ઉપાય છે.
These words give the GUIDANCE in the Journey of the Life.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

6 07 2015
pravina Avinash kadakia

Dr. Mistry

You are very wise and resourceful. I should say a ‘Perfect Gentleman’, who am i to give you guidance?. Thanks any way.

pravinash Jay shree krishna

6 07 2015
સુરેશ

ગાંધીજીએ અસહકારની ચળવળ શરૂ કરેલી અને એને સત્યાગ્રહનું નામ આપેલું!

22 07 2015
Mansukh Vaghela

There is another way. In Singapore, there is strict law. People spitting on the road are fined. Bathrooms have cameras, and people are fined. Unless people have fear of heavy punishment, they are not going to improve.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: