નારી તું નારાયણી
નારી વિના દુનિયાની કલ્પના અસંભવ
નારી તું નારાયણીનો સાદ છે શાશ્વત
નારી તું નારાયાણી નારી તું નારાયણી
જગતમાં નારી તું શક્તિનો પુંજ છે
તારે પ્રતાપે ધર્મનો ગઢ અતૂટ છે
નારી તું નારાયણી નારી તું નારાયણી
માતા દિકરી બહેન પત્ની રૂપ તારા ઝુઝવા
પ્રેમાળ પવિત્રતાની સરગમ લાગે ગુંજવા
નારી તું નારાયણી નારી તું નારાયણી
સુંદર સંસ્કારથી ને લાગણીના ધોધથી
જરૂરત પડે ત્યારે રણચંડીના સાદથી
નારી તું નારાયણી નારી તું નારાયણી
ઝાંસીની રાણીને સીતાના દિવ્ય માર્ગે
નારી તું હંમેશા પૂજ્ય ધરતી ને સ્વર્ગે
નારી તું નારાયણી નારી તું નારાયણી
Advertisements
Good! નારી તું નારાયણી તો નર તું નારાયણ?
Mahendra Shah
Cartoonist, Artist.
પ્રવિણાબહેન,
નારીના આત્મવિશ્વાસ અને શક્તિમાં શ્રધ્ધા તમને છે તે સારી રીતે આલેખી.
સર્યૂ પરીખ
Good one.
Nice.
chandravadan
Avjo