સાંભળ ને !

11 07 2015
listen

listen

*

*********************************************************************************************************************************************************

‘કહી, કહીને થાકી. મારી એક પણ વાત તમે સાંભળતા નથી.’

‘શું સાંભળું તારી વાત, ધડ માથા વગરની હોય છે ‘!

‘તમને ક્યારે મારી વાતમાં તથ્ય લાગ્યું છે’?

‘ચાલ ,બોલ આજે શાંતિથી સાંભળીશ, તારે શું કહેવું છે’?

‘આ, આપણા——

હજી વાક્ય પુરું કરે ત્યાંતો એ ચિલ્લાયા,’ પાછી એની એ વાત તને કહ્યું, મારે એ વિષે કશું જાણવું પણ નથી અને કશું સાંભળવું પણ નથી,’

‘પણ મને વાક્ય તો પુરું કરવા દો’!

‘શું ખાક, તને વાક્ય પુરું કરવા દંઉ’.

‘કેમ પુરું સાંભળ્યા વગર તમને શું ખબર પડે કે મારે શું કહેવું છે’.

‘તારા મનની વાત હું ન જાણું તો બીજું કોણ જાણે’?

‘ખબર નથી કેવી રીતે મેં તમારી સાથે ૪૦ વર્ષ ગાળ્યા. તમે પહેલાં આવા ન હતા’!

‘તું મારા મનની વાત બોલી, મને પણ આશ્ચર્ય થાય છે ૪૦ વર્ષથી આમ જ ચાલે છે’!

‘એવું તો સાવ નથી. લગ્ન પછીના સુનહરા વર્ષો ભૂલી ગયા. આ ત્રણ બાળકોને ભણાવ્યા, પરણાવ્યા અને હવે દાદા તેમજ નાના તમે બન્યા. દાદી અને નાની હું થઈ’.

ખરેખર વાત ક્યાંથી શરૂ થઈ હતી ને ક્યાં આવીને ટાયરમાંથી હવા નિકળી ગઈ !

તુષાર અને તૃપ્તિ માટે હવે આ રોજનું થઈ ગયું હતું. બન્ને જણને એકબીજાની આદત પડી ગઈ હતી. ૪૦ વર્ષનો સહવાસ હતો. જોઈએ તો બન્ને જાણે એકમેકથી સાવ નોખા. પ્રેમ લગ્ન કર્યા હતા! નસિબ સારા કે લગ્ન ટક્યા છે. હાલત જોતાં ‘છૂટાછેડા”નો એરૂ હજુ આભડ્યો નથી. પ્રેમનું બાષ્પિભવન ક્યારે થઈ ગયું એની ખબર ન પડી. એવી કઈ અદૃશ્ય શક્તિ હતી કે બન્ને એક સાથે, એક છાપરાની નીચે રહેતા હતા. ૭૦ની નજીક આવી પહોંચેલા, ઠીચુક  ઠી્ચુક ક્રિકેટ રમતા હતા.  તબિયતમાં કોઈ વાંધો હતો નહી. અણનમ ખેલાડી, અસહકારનું બેટ અને વાગ્બાણના બોલને ધીરેથી ફટકારતા  થાકતા પણ નહી.

બાળકો પરદેશમાં વસ્યા હતા. જેને કારણે બન્ને જણાને ‘સમજૂતિ’ શબ્દના અર્થની ખબર ન હતી. લડતા, ઝઘડતાં જીંદગીનું ગાડું ગબડાવ્યે રાખતા. એકબીજાને જાણે કોઈ સગાઈ ન હોય! ઘડિયાળ તેનું કામ કરે . તુષાર અને તૃપ્તિ પોતાની દુનિયામાં મશગુલ. તૃપ્તિ ખપ પુરતું તુષાર સાથે બોલે. તે પણ તુષારને સાંભળતા જોર પડે !

આજે લગ્નમાં જવાનું હતું. તૃપ્તિને થયું તુષારને પુછું તેને કયો કલર ગમશે. સાંભળો છો, ‘લગ્નમાં કયા રંગની સાડી પહેરું ‘?

‘આટલા વર્ષથી ખબર નથી તને, મને કયો રંગ ગમે છે’? હમેશની માફક રૂક્ષ જવાબ. મિઠાશતો વાણીમાં કદી વિરાજતી નહી.

‘ખબર તો છે પણ મારે  આજે,

‘હાં, તો પછી મને શું કામ પુછે છે’? તુષારને ખબર હતી તૃપ્તિને પોતાની મનપસંદ સાડી પહેરવી છે. તે કંટાળતો . પૂછતી અને પછી  મનમાન્યું કરતી.

અંતે તૃપ્તિએ તુષારને ગમતા રંગની સાડી પહેરી. તુષારે હસીને ગાલે એક ટપલી મારી. તૃપ્તિને એ ટપલીમાં પ્યારનો અહેસાસ થયો. તેનું અંગ અંગ લહેરાઈ ઉઠ્યું. ખરેખર તો આશ્ચર્ય પણ થયું. હજુ આ ઉમરે આવો અનુભવ થાય ખરો ? બહેનપણીઓ હમેશા કહેતી અમારી જીંદગીમાંથી ‘રોમાન્સે’ રજા લીધી છે. જ્યારે તુષારનો સ્પર્શ  આ ઉમરે પણ કેટલો પ્યારથી છલકાતો છે.

રિસેપ્શનમાં આનંદ થયો. પ્રેમે બધી વાનગી આરોગી.  અરે, બન્ને જણા ડાન્સ ફ્લોર પર પણ ગયા. સ્લો ડાન્સની મઝા માણી.  મોડેથી ઘરે આવ્યા. કપડાં બદલી, નાહીને સૂવા આવી ત્યારે તુષાર નસ્કોરાં બોલાવતો હતો.

સવારે ઉઠ્યો છાપું લઈ, ચહા બનાવી જ્યાં ઘુંટડો ભરતો હતો ત્યાં , ‘સાંભળ ને શબ્દ કાને પડ્યો.

તેનો રણકો જુદો હતો. આજે કોને ખબર કેમ એ શબ્દએ તેના અંગ અંગમાં લાગણીનો સ્રોત વહાવ્યો. દોડીને જોયું તો તૃપ્તિ તેના દોડીને આવવાનો ઈંતજાર કરી રહી હતી ! ખુલ્લી આંખો બારણા ભણી તાકી રહી હતી.

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

11 07 2015
Shaila Munshaw

After 40 years of togetherness, even though they fight, some moments remind them that love is still there.

11 07 2015
vibhuti

enjoyed reading.thanks

12 07 2015
Rajul Shah

Most of the people might be experiencing this problem
And even though they spend their lives with some inner
understanding.

Rajul

12 07 2015
chandravadan

Nice Post.
Enjoyed
CM
http://www.chandrapukar.wodpress.com
Avjo

12 07 2015
pravina Avinash kadakia

Very simple story friends you like it..

Give me satisfaction

THANKS

Pravina Avinash Kadakia

17 07 2015
Smita Shah

Good one….experience of most of the people…..Smita

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: