અડધા લોહીની સગાઈ ‘***

25 07 2015
kinship

kinship

 

 

 

 

 

 

************************************************************************************

લોહી તો લાલ  હોય. તે  કદાચ બધી રીતે શુદ્ધ હોય કે ન હોય? લોહીની શુદ્ધતાની ખામીમાં કદાચ  પ્લાઝમા ઓછું હોય કે હિમોગ્લોબિન ઓછું હોય. તે અડધું કેવી રીતે હોઈ શકે ? હા, એ પણ એક પ્રકાર છે. જો કોઈ સ્ત્રી યા પુરુષ બીજી વાર પરણે અને તેને ત્યાં આવનાર બાળકની મા અથવા બાપ અલગ હોય. તેને માટે ” અડધું લોહી’ બરાબર બંધ બેસતું છે.

રસિકને અડધા લોહી સાથે ખૂબ સારાસારી. તેને એક  નાનો ભાઈ અને  બહેન હતાં. રસિક પોતે મોટો એટલે બધા તેને પ્રેમ તેમજ ઈજ્જત આપતા. રસિકની જન્મદાત્રી તો તેને ઘોડિયામાં મૂકી ગામતરે ગઈ હતી. આ તો દયા બહેને તે્નું ખૂબ પ્યારથી જતન કરી તેને સુંદર વ્યક્તિ બનાવ્યો . દયા બા તેની ‘સાવકી મા’ છે તે વિચાર તો કદી પ્રવેશ્યો પણ ન હતો ! તેના નાના ભાઈ અને બહેન સાથે ભલે અડધા લોહીની સગાઈ હતી પણ રસિકે તેને ક્યારેય માન્ય નહોતી રાખી. દયામા અને ભાઈ બહેન તેને પ્રાણથી અદકેરાં હતા. વાણિયાનો પહેલો સદા દુઃખી. નાના ભાઈ બહેન તેણે સાચવવા પડે. સાથે જો ઉદાર દિલ રાખે તો આખું કુટુંબ તરી જાય. સ્વાર્થી  યા ઘમંડી નિકળેતો ઘર વેરણ છેરણ થઈ જાય. રસિક નામ પ્રમાણે રસિક પણ હતો અને પ્રેમાળ પણ. જેને કારણે દયામાએ છેલ્લા શ્વાસ લીધા ત્યારે તેમનો આત્મા ગતે ગયો. પિતાના ગયા પછી દયામા માંડ એક વરસ જીવ્યા હશે. બાપનો ધંધો રસિકે સંભાળ્યો કુનેહથી તેને વધાર્યો. રસિકની પત્ની રમોલા ઘરડાહી હતી. ખૂબ માલેતુજાર બાપની એકની એક બેટી.

સંસ્કાર અને ઉછેર સારા જેના કારણે પતિને મિત્રની જેમ બધી રીતે સહાય કરતી. રસિક તેનો પડ્યો બોલ ઝિલતો. તેણે જ્યારે જોડિયા બાળકને જન્મ આપ્યો ત્યારે આખા ઘરમાં આનંદ છવાયો. દયામાના તો પગ ધરતી પર ટકતા નહી. દાદી બન્યા હતા. એક સાથે દીકરો અને દીકરી જાણે ઘર ગુંજી ઉઠ્યું.  બાળકોના નસિબમાં દાદા અને દાદીનો પ્રેમાળ  સહવાસ માંડ ચાર વર્ષ રહ્યો. રસિકે સહુ ભાઈ બહેનોને પાંખમાં ઘાલ્યા. તેમને સારા ઘરે પરણાવ્યા. દયામાએ અને બાપાએ તો માત્ર રસિકની. લીલી વાડી જોઈ હતી. પૈસે ટકે કોઈ દુખ હતું નહી. તેથી રમોલા શેઠાણીની જેમ રહેતી. દિયર અને નણંદના લગ્ન પછી તો રમોલાએ પોતાના બધા શોખ પૂરા કરવા કમર કસી. બાળકો મોટા થયા રમોલા હવે ખૂબ શાંતિથી રસિક સાથે જીવન ગુજારતી.

રાજ અને રૉમા લગ્ન કરીને અમેરિકા ઉડી ગયા. રસિકે, ધંધો વધ્યો હોવાને કારણે નાનાભાઈને સાથે બોલાવી લીધો.  નાની બહેનના પતિને જોઈતા પૈસા આપી તેમના ધંધામાં બરકત લાવી આપી. તેને હૈયે ટાઢક હતી. માતા અને પિતાનો આત્મા હમેશા રસિક અને રમોલાને આશિર્વાદ આપતો. એક વાર રમોલા મહિલા મંડળની મિટિંગમાંથી ઘરે આવતી હતી. તેમની ગાડીનો ડ્રાઈવર ખૂબ હોશિયાર પણ સામેથી આવતી બસે એવી ટક્કર મારીકે ત્યાંને ત્યાં ગાડીમાં ખેલ ખતમ થઈ ગયો.

બન્ને બાળકો અમેરિકાથી આવ્યા. માતાને અગ્નિસંસ્કાર કર્યા. વિધિ પતાવી પાછા અમેરિકા જતા રહ્યા. અંહી બન્ને ભાઈ, બહેને રસિકની ખૂબ દેખભાળ કરી. મોટોભાઈ હતો. રસિકનું જીવન નિરસ બન્યું. કામમાં ગળાડૂબ રહેતો. નવરાશની પળોમાં અનાથ આશ્રમમાં  જઈ બાળકોને જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડતો. હવે ૬૫ થવા આવ્યા હતા. ફરી પરણવાનો તો વિચાર સુદ્ધાં રસિક ન કરે !

બાળકોનો બોલાવ્યો અમેરિકા ગયો. ઘરના બધા નોકરી કરતાં હતા. કોઈ ઘરમાં મળે નહી. શનિ અને રવીવારે પાર્ટીમાં વ્યસ્ત. અંહીની જીવવાની પદ્ધતિ રસિકને માફક ન આવી. દીકરાની વહુને બાળક જોઈતું ન હતું. દીકરી કરિયર બનાવવામાં મશગુલ હોવાને કારણે બાળકોની પળોજણમાં પાંચ વર્ષ સુધી પડવા માગતી ન હતી. રસિક આ દેશમાં કરે તો પણ શું કરે ? ચાર મહિના માટે આવેલો બે મહિનામાં ઘર ભેગો થઈ ગયો. રાજે ખૂબ આગ્રહ કર્યો..

‘પપ્પા, એક વખત અંહીની જીંદગીમાં ગુંથાઈ જશો પછી તમે ભારત જવાનું નામ નહી લો’ !

‘બેટા ગમે તે કહે, ત્યાં તારાકાકા અને ફોઈ છે. તમના બાળકો અને મારી વ્યસ્ત જીંદગાની મને અંહી ખૂબ અતડું લાગે છે. દેશ જુદો, માણસો જુદા, ભાષા જુદી ‘!

‘પપ્પા, હું અને રાની તો છીએ’.

‘હા તમે છો એટલે તો મને ગમ્યું !’ રસિકે ખૂબ સાવચેતી રાખી કે એક પણ શબ્દ અયોગ્ય ન નિકળે કે રાજને ઓછું આવે. તે પિતાને ખૂબ ચાહતો હતો. આખરે રાજથી  રહેવાયું નહી , ‘પપ્પા, હું તમારું લોહી તમને અંહી નથી ગમતું ? કાકા અને ફોઈ સાથે તો અડધા લોહીની સગાઈ છે?’ એ બધાને તમારી મિલકતમાં રસ છે.’

રસિક સડક થઈ ગયો. તેને તો આવો વાહિયાત વિચાર કદી આવ્યો ન હતો. તેનું પોતાનું લોહી આવા શબ્દો કઈ રીતે બોલી શક્યું ! મનના ભાવ મનમાં રાખ્યા. બે દિવસ પછી, ‘બેટા મારું મન ઉઠી ગયું છે. મને મારી ધરતીમા બોલાવે છે. લોહીનો સાદ સંભળાય છે. બને તેટલી ત્વરાથી મારી ઘરે જવાની ટિકિટ બુક કરાવ. બસ હવે હું પાછો જઈશ’ ! રસિક તેના સત્ય સભર સ્વભાવ પ્રમાણે સીધો ઘરે આવવા માગતો હતો. તેને ખબર હતી અમેરિકાનું પ્રલોભન તેને અડી શકે તેમ હતું નહી !

ઘરે આવીને ‘મા’ના ફોટાને પ્રણામ કરતાં તેની આંખ ઉભરાઈ.

‘મા, મને માફ કરજે. તાર સંસ્કાર પામેલો હું આજે શરમિંદો છું’.

{ કથા બીજ** પૂજ્ય મજમુદાર દાદા}

 

Advertisements

Actions

Information

2 responses

25 07 2015
chandravadan

પપ્પા, એક વખત અંહીની જીંદગીમાં ગુંથાઈ જશો પછી તમે ભારત જવાનું નામ નહી લો’ !

‘બેટા ગમે તે કહે, ત્યાં તારાકાકા અને ફોઈ છે. તમના બાળકો અને મારી વ્યસ્ત જીંદગાની મને અંહી ખૂબ અતડું લાગે છે. દેશ જુદો, માણસો જુદા, ભાષા જુદી ‘!

‘પપ્પા, હું અને રાની તો છીએ’.

‘હા તમે છો એટલે તો મને ગમ્યું !’ રસિકે ખૂબ સાવચેતી રાખી કે એક પણ શબ્દ અયોગ્ય ન નિકળે કે રાજને ઓછું આવે. તે પિતાને ખૂબ ચાહતો હતો. આખરે રાજથી રહેવાયું નહી , ‘પપ્પા, હું તમારું લોહી તમને અંહી નથી ગમતું ? કાકા અને ફોઈ સાથે તો અડધા લોહીની સગાઈ છે?’ એ બધાને તમારી મિલકતમાં રસ છે.’
Step Brother & step sister.
The Mind only can remove the “step (or Savko)”.
If that done….your LOVE does not see the “step”but the HUMANITY only.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

26 07 2015
pravinshastri

સંવેદના સભર વાત.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: