મને વાક્ય——

8 08 2015

 

finish

finish

 

 

 

 

 

 

 

 

‘અરે, એક મિનિટ —.’

‘હવે શું ઉભો રહું ? તમારો જવાબ મને મળી ગયો .’

‘હજુ, મારું —-

”મને સમજાઈ ગયું તમે શું કહેવા માગો છો.’

‘અરે, પણ–‘

‘હજુ તમારે શું કહેવું છે?’

‘ તમે મને —‘.

‘ચાલો હું ઉભો છું. તમારે જે કહેવું હોય તે કહો. હું નિરાંતે સાંભળીશ’.

હજુ માંડ દસ શબ્દ પાંચ વાક્યમાં બોલીશ હોઈશ. સામે ૩૫ શબ્દો સાંભળવાની ધિરજ દાખવી. હવે કઈ રીતે મારા મનની વાત સમજાવવી. જ્યાં સામે વાળી વ્યક્તિ તમને વાક્ય પુરું કરવાનો ઉચિત સમય ન આપે. આપણને સહુને એમ લાગે છે કે સામે વાળી વ્યક્તિ શું કહેવા માગે છે,  એ અમને ખબર છે ! મારું માનો ૯૯ ટકા આપણું અનુમાન ખોટું હોય છે. આ હાલત સહુની છે. જો તમે નવા હો , મતલબ પહેચાન નવી હોય, ગામમાં નવા હો વિ. વિ.  તો હાલત કફોડી હાલત થાય. જો તમે પુખ્ત અને અનુભવી હો તો ધિરજ ધરી મૌનનું સેવન કરો.

આજે મારી ખાસ સહેલી ઑસ્ટ્રેલિયાથી આવી હતી. થોડા સમય પહેલાં પતિને ગુમાવ્યાનું દુખ હતું. ૫૦ વર્ષનો મનમાન્યા  સાથીનો વિયોગ આકરો તો લાગે.  મનોમન સંધિ કરી કે ગમે ત્યારે અંહીથી ખાલી હાથે જવાનું છે. આ સત્ય જેટલું વહેલું સમજાય તેટલા આપણે સુખી.

છતાં પણ અસાર સંસારમાં નિત નવી સમસ્યા ખડી થાય છે. કુશળતાથી તેને પાર પાડવી એક કળા છે. ઉપરનો સંવાદ સાંભળી મને થયું શું, આ સમસ્યા દરેક વ્યક્તિને લાગુ પડે છે. મારી પાસે દિલ ઠાલવી રહી હતી. તેનું બોલવાનું સંપૂર્ણ પણે ધિરજથી સાંભળ્યું”.

એને માત્ર એક વાક્ય  કહ્યું. ” યાર ,હવે આપણે કાઢ્યા એટલા કાઢવાના નથી. હાથ મિલાવ. બાળપણની મધુરી યાદો વાગોળતાં  બન્ને વાતોએ વળગ્યા. “. તેના મુખ પર હાસ્યની સુરખી રેલાઈ ગઈ.  હસીને કહે આપણે નાના હતા ત્યારે આમ જ કરતાં હતાં. મમ્મી કે પપ્પા કાંઇ કહે તે પહેલાં વચ્ચે કૂદી પડતા.

‘યાર તારી વાત ખરી છે’.

સાચું કહું, મને મારી મમ્મી ખૂબ યાદ આવે છે. હમેશા કહેતી,

પીપળ પાન ખરંતા હસતી કૂંપળિયા

મુજ વીતી તુજ વિતશે ધીરી બાપલિયા’.

‘સારું છે, હવે બહોત ગઈને થોડી રહી.’

મારું ચાલે ને તો હું મૌન વ્રત પાળું, કેમ એમ બોલે છે. તે પેલો અનુપમ ખેરનો હિન્દી નાટક ન જોયો? ‘ મેરા યે મતલબ નહીથા’! યાર આજકાલની જુવાન પ્રજા ઉછરી અમેરિકામાં ને તારી ઑસ્ટ્ર્લિયામાં ! આપણે રહ્યા દે્શી. ગમે તેટલા વર્ષ અમેરિકામાં થયા પણ ‘જનરેશન ગેપ’ તો વચ્ચે આવવાનું .

ખેર, યાર એનું નામ તો જીંદગી છે !

ચાલ વાત બદલા એકની એક વાત કરીને શું ફાયદો ? ‘હમણા સમય પસાર કરવા શું કરે છે’?

સિનિયર હૉમ્સમાં જઈને તેમને મદદ કરું છું. ‘

‘કેમ તું હજુ સિનિયર નથી થઈ ?’

‘ એમાં કાંઇ ના પડાય, પણ ઈશ્વર કૃપાએ તબિયત સાથાપે છે’.

પાછાં મને મારા મોટાઈ યાદ આવી ગયા, રોજ રાતે દૂધે વાળુ કરતાં. ‘હવેથી એ પ્રથા ચાલુ રાખી છે.’

‘ઑસ્ટ્ર્લિયા જઈને મારે આ પ્રયોગ અજમાવવો પડશે’.

‘આજ કરે સોં અબ કર’ . શામાટે ત્યાં જઈને ? અંહીઆના તારા રોકાણ દરમ્યાન બે અઠવાડિયામાં ટેવ પાડી લે જે.’

‘તારી વાતમાં માલ છે’

‘સાથે ખુલ્લી હવામાં ફરવા જઈશું, સિનિયર્સને ‘યોગ’ શિખવાડું છું .બપોરે કોઈ વાર બ્રિજ રમવા કે કોઈ વાર પીંગપોંગ રમવા જઈશું. સાંજે મંદિરે જઈને આવ્યા પછી સત્સંગ કરીશું. આપણી પાસે વખત હવે સિલકમાં ઓછો છે. બને તેટલા સારા કર્મો કરવાનો પ્રયાસ કરીશું. ‘

આમ વાતો કરતાં ક્યારે નિંદ્રા દેવીને ખોળે પહોંચી ગયા ખબર પણ ન પડી.

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

8 08 2015
Mahendra Shah

I was going to say ” Forget it! ” It’s a typical women talk. thru two flies, when woman see each other.., they talk about their stuff…, what they bought, shopping etc. they either praise or criticize and at the end they ask ..,” Are they on sale?” I just revised your caption, if didn’t like, forget it!

” Is it on sale”?

Mahendra Shah

8 08 2015
Jay Gajjar

.
Nice. Enjoyed
Regards
Jay Gajjar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: