સ્વાતંત્ર્ય દિવસ {૬૯}

14 08 2015
tiranga

tiranga

***************************************************************************************

સ્વતંત્રતા શેનાથી, કોની, મનની, તનની કે ગુલામીની બેડીની ? આજે આપણે વાત કરશું આપણી ભારત માતાની!ભલે આખું વર્ષ આપણને યાદ આવે કે ન આવે, ૧૫મી ઑગસ્ટ, આપણી ‘ભારત માતાની’ આઝાદીનો દિવસ હૈયાને હચમચાવી જાય. કેટલી હાડમારીનો સામનો કર્યો હતો? કેટલા અબાલ, વદ્ધ અને જુવાનોએ પ્રાણ ગુમાવ્યા હતા? મુસિબતોને ગળે લગાવી હસતાં હસતાં પ્રાણ ત્યજનારને વંદન. માત્ર મોટા મોટા નેતાઓને યાદ કરવાથી કાંઈ નહી વળે ! હા, તેઓ ગયા, તેમનો ફાળો જરૂર હતો. કિંતુ ભારત માતાનું હરએક સંતાન જેણે આઝાદીની લડતમાં જાન ગુમાવ્યો તેમનો ફાળો નાનો સૂનો નથી !

આજે ૨૧મી સદીમાં માત્ર અંજલી આપીને આપણે બેસી રહેવાનું નથી. બને એટલો સક્રિય બનવાનો પ્રયાસ જારી રાખવો રહ્યો. આધુનિકતા અને પૈસા પાછળની આંધળી દોટ આપણને ગેરમાર્ગે તો નથી દોરી રહીને ! ‘હું, મને અને મારું’ના ત્રિકોણનું   ક્ષેત્રફળ ખૂબ સિમિત છે.   ‘અમે, આપણને, સહુને અને સંગાથે’ના વર્તુળની ત્રિજ્યાની કોઈ સિમા નથી. સ્વાર્થના રંગીન ચશ્મા ઉતારવા પડશે. નરી આંખે અથવા પારદર્શક ચશ્માથી જોઈએ તો જણાશે ભારત શહેરમાં ધબકતું નથી ! ભારત વસે છે ગામડાઓમાં. માનો યા ન માનો દરેક ભારતવાસી ગામડામાં જીવતો જણાશે. શહેરોમાં તો મોટે ભાગે અમેરિકા, ઈંગ્લેંડ, જાપાન, ચીન  અને ઑસ્ટ્રેલિયા વસે છે.   ‘આધુનિક ભારત;ની આંધળી દોટમાં ભારતના ગામડાં વિસરાયા. તેમના પ્રત્યે ઓરમાયું વર્તન કર્યું.  માત્ર ખેતીનું

ઔદ્યોગીકરણ કરી નાના ખેડૂતોને અવગણ્યા. તેમની ‘રોટી રોજી’ છીનવી. તેમની સામાન્ય જરૂરિયાતો પ્રત્યે આંખમિંચામણા કર્યા. મોટી મોટી ફેક્ટરીઓ બનાવી, કમ્પ્યુટરની દુનિયામાં હરણફાળ ભરી, કાળા પૈસાના જોરે ભપકો વધાર્યો. ખરું જોતાં  ગામડાના આમ આદમીને કચડી પ્રગતિને પંથે પ્રયાણ કર્યું. તેની દાદ ફરિયાદને પસ્તીમાં નાખી શહેરોને પંપાળ્યા. ” ભારત શહેરોમાં નહી ગામડામાં ધબકે છે”. એ સનાતન સત્ય છે. એ ધબકારા જો બંધ થઈ જશે તો ભારત પાયામાંથી હાલી ઉઠશે. ભારત ત્યારે આઝાદ ગણાશે જ્યારે તેનો ગ્રામિણ ઉન્નત મસ્તકે ચાલશે ! તેને રહેવાની સુવિધા હશે. તેને ઘરને પછવાડે “સંડાસ” હશે! તેના બાળકો ભણેલા અને પગભર હશે !

ખેતીની ઉપજ અને આંગણે ગાય, ભેંસ તેમજ બળદ ચારો ચરતા હશે. હા, કમપ્યુટર વગર રહેવાશે, સેલ ફોન નહી હોય તો ચાલશે. પ્લેનને બદલે સાઈકલ સવારી ગમશે. પાણ મારો ભારતવાસી અન્ન વગર ટળવળતો હશે એ નહી ચાલે ! દવા વગર તેનું બાળક તડપશે તે નહી સહેવાય ! ગંદકીમાં જીવન ગુજારતો હશે તે  અસહ્ય !

આપણા પ્રધાનમાંત્રી શ્રી નરેન્દ્ર મોદીને નમ્ર વિનંતિ ગામડા તરફ વળો. સામાન્ય જનતાનું જીવન ધોરણ ઉંચું લાવવાનો પ્રયાસ જારી રાખો. દેશની ‘નૈતિકતાનું  સ્તર ” આપોઆપ ઉંચું આવશે. આમ જનતા શિક્ષણની અધિકારી બને. તેમને સુવિધા પ્રાપ્ત થાય. પાણી, કપડાં, વિજળી, ઘર અને સંડાસ કાજે સ્વતંત્રતા મળે. તેમની જમીન પૈસાદાર આદમી હડપ ન કરી જાય તે જોવું. ધરતી માતા પોતાના બાળકને ભૂખ્યો જોઈ કકળી ઉઠશે.

ધનિકોના પેટનું પાણી પણ નહી હાલે ! ગરીબોની જમીન ખુંચવી ત્યાં કારખાના બને, મોટાં મોટાં તોતિંગ મકાનો બને, પર્યટન પર જવાના સ્થળો કે પછી ‘ફાર્મ હાઊસ’ બને ! ગ્રામીણ લોકોની રોટી રોજી ન છિનવાય તે માટે પ્રયત્નો અવશ્યક છે. ગામડામાં વસતા ભારતિયોની જરૂરિયાત ઘણી ઝૂઝ છે. તે સ્વભાવે સંતોષી છે. તેનો ગુજારો થોડામાં થાય છે. સુખ અને સગવડતા તેને પણ ગમે છે. મોંઘવારીની ચક્કીમાં પિસાતા સામાન્ય માનવીનો સાદ સુણવો હિતાવહ છે !

ભારતના ગામડા હજુ સંયુક્ત કુટુંબની ભાવના ટકાવી રહ્યા છે. માતા અને પિતા આદર પામે છે. સ્વમાનપૂર્વક જીવી શકે છે. આ આપણા ભારતના ગામડાનો પાયો છે. આપણા દેશના ગામડાં આધુનિક સગવડોથી અજાણ નથી !. ફ્રિજ અને ટીવી જોવા મળે છે. તેમના બાળકો કમપ્યુટર ભણી પરદેશ ખેડે છે. ભલે વર્ષો અમેરિકામાં પસાર કર્યા. હવે આ ધરતી પર પોઢવાનું નિશ્ચિત છે. દૃષ્ટી, દિલ અને દોટ હમેશા ભારત ભણી !

.’ હિંદની ધરતીથી પ્યાર’

‘ મસ્તક ઉંચુ ટટ્ટાર’

, સહુનો  ઉદ્ધાર’

, આપશે દિલને કરાર’

આઝાદીની લડતમાં જાન ગુમાવેલ  હરએક  દેશભક્તના  આપણે ૠણી છીએ. ચાલો ત્યારે આઝાદ ભારતના સહુ દેશવાસીને શુભેચ્છા.

જય હિંદ

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

14 08 2015
NAVIN BANKER

આપની વાત સો ટકા સાચી છે. આપનું થીંકીંગ ઉમદા છે.
નવીન બેન્કર

14 08 2015
Bhavana S Patel

Pravina,

Very nice on Independence day.

Bhavana S Patel

15 08 2015
neeta kotecha

wahh bahu saras ધરતી માતા પોતાના બાળકને ભૂખ્યો જોઈ કકળી ઉઠશે.

15 08 2015
Mukund Gandhi

Thanks.
Wish you a very Happy Independence day.

16 08 2015
Ramola dalal

Nice way to celebrate Independence Day. Very good article. Enjoyed reading.

17 08 2015
Raksha

Very inspirational in true sense perfact message to every body!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: