આજે પણ એવું જ****

21 08 2015

 

change

 

change

ગુલબાનુના લગ્ન જ્યારે ગોવિંદ સાથે થયા ત્યારનો સમય અલગ હતો.ગુ લબાનુના માતા પિતા અને ગોવિંદના માતા પિતા સાખ પાડોશી હતા, મિત્રતા એક ઠેકાણે અને લગન પછીનો સંબંધ એ બન્નેના કાટલા અલગ ! રતલના કાટલા અને કિલોના કાટલા જોઈ લો ! હવે તમે સમજી શકશો કે કેવો ધરતીકંપ થયો હશે ? અરે, ગુલબાનુએ નાનપણમાં ગૌરી વ્રત પણ કર્યા હતા. ગોવિંદની બહેન ગોપી સાથે તે બધા તહેવાર ઉજવતી. ત્યારે કોઈને કશું અજુગતું લાગતું નહી. ઈદના દિવસે ગૌરી આખો વખત ગુલબાનુને ત્યાં હોય !

આ તો બાળકોએ ગાંઠ પાકી કરવાનું  નક્કી કર્યું હતું . બચપનથી સાથે રમીને મોટા થયા થતા.  પગથિયાથી, ગિલ્લી દંડાની રમત બધા સાથે રમતા, ઝઘડો થાય, પણ સુલેહ અને સંપ થતા વાર લાગતી નહી ! ગુલબાનુ છોકરીઓની શાળામાં જાય અને ગોવિંદ છોકરાઓની. માત્ર રજા હોય ત્યારે સાથે રમવાનો પ્રસંગ સાંપડે. ગોવિંદને ગુલબાનુના લાંબા બે ચોટલા બહુ ગમતા. જેને કારણે ગુલબાનુ હમેશા બે ચોટલા વાળતી. વાન થોડો ખુલતો પણ થોડો ગોવિંદ જેવો ખરો. તેની કાળી આંખો અને અંદર ચકળ વકળ થતી બે કીકી ગમે તેટલી ભીડમાં ગોવિંદને શોધી શકતી. ગોવિંદને જોયા પછી જે હાશ અનુભવતી તેની મીઠાશ ગોવિંદ માણતો. આ જુવાનીનો મુછનો દોરો ફૂટ્યો તે પહેલાની વાત હતી .

કૉલેજ નસિબજોગે એક હતી. બન્નેને સમય સાથે ગાળવાનો મોકો મળતો. ગુલબાનુ ગોવિંદને ઘરે ગમે તે સમયે છૂટથી જતી આવતી. અરે ગોવિંદની માને ગુલબાનુ મુસલમાન હોવા છતાં રસોડામા આવે તેનો બાધ ન હતો. માત્ર કૃષ્ણના મંદિરને અને પાણિયારાને તે ન અડકે તેવી સવચેતી રાખતી. ગોવિંદના પિતા બધો તાલ જોતાં પણ મુખેથી કાંઇ બોલતા નહી. તેમને થતું આ લોકો જોડે દોસ્તી છે તે  સારી. મનમાં પણ નહોતું સ્ફૂર્યું કે આ દોસ્તી બીજી દિશામા પણ જઈ શકે ! આ એ જમાનો કે જ્યારે ‘અલ કાયદા’ અને ‘ટેરરીઝમે’ જન્મ પણ નહોતો  લીધો. છતાં પણ હિંદુ અને મુસલમાનના લગ્નને બહુ માનથી જોવામાં ન આવતા.  છોકરી ગરીબ ઘરની કે પૈસાવાળાની હોય તો ચાલે.  ઉંચા કે નીચા કુળની હોય તો પણ વાંધો નહી. જો મુસલમાન હોય તો હાહાકાર થઈ જાય. કુટુંબનો લોકો બહિષ્કાર પણ કરે.

એક વાર ગોવિંદ સાયકલ પરથી પડી ગયો. ગુલબાનું બજારમાંથી શાક લઈને આવતી હતી. આખે રસ્તે ગોવિંદને સહારો આપી ઘરે લાવી. તેના મમ્મી મંદિરે ગયા હતા. ખાટલા પર સુવાડી તેનો લોહી નિતરતો પગ સાફ કર્યો. ત્યાં ગોવિંદના પિતાજી ઘરે આવ્યા. તેમણે જોયું, ગુલબાનુ શરમાઈને ઘરે જતી રહી. ગોવિંદે બધી વાત કરી. ગોવિંદના પિતાને હવે દાળમાં કંઈક કાળું જણાયું. બોલ્યા નહી પણ મનમાં કશું નક્કી કર્યું.

‘સાંભળો છો કે સૂઈ ગયા’?

ઉંઘ આવતી હતી છતાં ગોવિંદની માતા બોલી , જાગું છું. બોલો શું કહેવું છે’?

‘મને ગોવિંદ અને ગુલબાનુ બહુ હળેમળે છે તે ગમતું નથી’!

ખુલ્લા દિલે હસતા ગોવિંદની માતા બોલી,’ લો કરો વાત . કોથળામાંથી બિલાડું કાઢ્યું ને ! નાનપણથી રમે છે. સાથે તો મોટા થયા છે”.

‘હા, પણ હવે જુવાની આવી છે. પછી કહેતાં નહી કે મેં ચેતવ્યા ન હતાં’.

ઉંઘ ફરાર થઈ ગઈ.’ એવું તો કાંઈ હોતું હશે! દોસ્તૉ સહન થાય. ઘરમાં વહુ તરિકે કદાપી નહી’.

‘બસ તો કરો કંકુના ગોવિંદ માટે કન્યા આવે છે તેમને જવાબ આપો’.

ગોવિંદ અને ગુલબાનુએ ખાનગીમાં એકબીજાને પરણવાના કૉલ આપી દીધા હતા. ખબર હતી આ સંબંધ બન્નેના માતા અને પિતા આવકારશે નહી. પડશે તેવા દેવાશે, માની બન્ને ચૂપ હતા. ગોવિંદની બહેન ગૌરી ને ઘણા વખતથી શંકા હતી. ભાઈને બહેન ખૂબ વહાલી હતી. મૌન રહેવામાં શાણપણ  માન્યું. જ્યારે ભાઈની સગાઈની વાત કરતા માતા અને પિતાને સાંભળ્યા ત્યારે રહી શકાયુ નહી. ભાઈને જાણ કરી.

ગોવિંદ અને ગુલબાનુના શોખ સરખા. જીવનના મૂલ્યો  અને ખૂબ ઉંચા  આદર્શ ધરાવતા. પરણશું એ તો નક્કી હતું.

હવે શું ? પ્રશ્ન અતિ ગંભિર હતો. ગોવિંદ કામ માટે બહારગામ ગયો. ગુલબાનુને કહ્યું ચાર દિવસ પછી મંદિરે મળજે. બન્ને એ ત્યાં બહેનીની હાજરીમાં લગ્ન કરી લીધા.  તેમને માનવામાં ન આવતું કે મિત્રતા સંભવી શકે તો શાદી યા લગ્ન કેમ નહી?

મિત્રતા શત્રુતામાં પરિણમી. ગોવિંદ અને ગુલબાનુ ગામ છોડી મુંબઈ આવીને વસ્યા. કોઈની એક ન સુણી. આજે લગ્નને ૫૦મી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. ગુલબાનુએ નામ બદલી ‘ગીતા’ રાખ્યું હતું.  માતા અને પિતાએ જ્યારે પહેલું બાળક આ્વ્યું ત્યારે ‘ગીતા’ને આવકારી. ગુલબાનુના અબ્બાજાન સદમામા ગુજરી ગયા. માતાનું ધ્યાન ગુમનામ રહી ગુલબાનુ રાખતી. પહેલું બાળક આવ્યું ત્યારે તે પણ રમાડવા આવી. હાલત નાજુક હતી. દીકરીને ત્યાં રહી અને છ મહિનામાં તે પણ વિદાય થઈ ગઈ.

સમય જતાં ગોવિંદ અને ગીતાનો સુનહરો સંસાર મઘમઘી રહ્વયો.   ભૂતકાળ વિસરાઈ ગયો. આજે તો બન્ને જીવનમાં પ્રગતિના સોપાન સર કરી આનંદભેર જીવન ગુજારી રહ્યા છે. જે ૫૦ વર્ષ પહેલાં હતું તેમા આજે પ્રગતિને બદલે પીછે હઠ જણાય છે.

સંસાર છે કાલે હતું એ પણ આજે છે ! કદાચ હાલત હતી તેના કરતાં ગંભીર છે. તેથી તો ગોવિંદ જેવું પગલું ભરતા જુવાનિયા અચકાય છે ! ‘ગીતા” એ ખરેખર ‘ગીતા’ પચાવી જીવનમાં ઉતારી હતી. ‘આજે પણ એવું જ કે એના કરતાં બદતર  ???????????

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

21 08 2015
21 08 2015
vijayshah

saras maavajat

23 08 2015
pravinshastri

સરસ વર્તા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: