બહુ થયું !

24 08 2015
routine

routine

*********************************************************************************************************
‘રોજ સવારે ઉઠીને એ જ રામાયણ’ !
‘વળી પાછું શું થયું’ ?
‘શું થયું એમ કેમ પૂછો છો’?
‘નથી ખબર એટલે પૂછું છું ‘?
‘કેમ તમે મહેમાન છો’?
‘મહેમાન હોય તો તે ન પૂછે’?
‘તો પછી તમને ખબર કેમ નથી’?
‘હવે મગનું નામ મરી પાડીશ કે આમ સમય બગાડીશ’!  
‘શું હું તમારો સમય બગાડું છું’ ?
‘ના, સમય નથી બગાડતી માથુ દુખાડે છે’ !
સવારના પહોરમાં યોગના આસન કરવા, મેડિટેશન કરવું, શ્રી કૃષ્ણ શરણં મમ  અથવા નરસિંહ મહેતાના
પ્રભાતિયા ગાવાને બદલે આવો વ્યર્થ વાર્તાલાપ કાને પડ્યો. 
 ક્યાં ગઈ એ ઉષ્મા? પેલો અનેરો અંદાઝ ! લાગણીઓનું બાષ્પિભવન ક્યારે અને કેમ કરતાં થઈ ગયું !
ક્યાં ગઈ એ મિઠાશ ? જે જીવનને જીવવા પ્રેરતી હતી. સંસારના રગ રગમાં વ્યાપી ગઈ હતી ! હવે બહોત
ગઈ અને થોડી રહી ત્યારે પ્રભાતનું દર્શન કેટલું મધુરું હોવું જોઈએ !   સૂરજનું પ્રથમ કિરણ જ્યારે પૂર્વ
દિશામાંથી પ્રસરે તે નિહાળવા ભાગ્યશાળી બન્યા એ ધન્ય ક્ષ્ણ કેટલી આહલાદક લાગે !
શામાટે ખોટી રકઝક કરવી ! અંતે શું પામ્યા ? દસ મિનિટનું મૌન અને મનમાં કડવાહટ ! બસ, જે મનમાં
આવ્યું તે વાણી દ્વારા પ્રદર્શિત કરવું જરૂરી છે ? એકબીજા માટેની લાગણીનો ઝરો ક્યારે સૂકાઈ ગયો તે
ખબર જ ન પડી. તેની જગ્યાએ આવી ગયો અધિકાર, મારું અને મારાપણાનું સામ્રાજ્ય !  
બાળકો મોટા થઈ ગયા. અરે, તેમના બાળકો પણ શાળાએ જતાં થઈ ગયા. હવે શાની ઉણપ છે આ જીવનમાં ?
જુઓ જીવન છે તો સમસ્યા રહેવાની. જીવનના અંતકાળે સમસ્યા પણ સ્મશાન ઘાટે જશે ! 
ચાલો ત્યારે હવે બસ થયું ! ઉપરનું ચિત્ર નિહાળ્યું ,”નાનું બાળક રડે તે સ્વાભાવિક છે. સહન થાય ! કિંતુ લમણે
હાથ દઈને, તે કેમ સહન થાય “?
આવો સંધિ કરીએ. એક બીજા સાથે પ્રેમ પૂર્વક વર્તન કરીએ. ક્યારે આ શ્વાસ છેલ્લો હશે કોને ખબર ?  મનનો
મેલ હેતના સાબુથી ધોઈ પ્યારની દોરી પર લટકાવી આ વસ્ત્રને સૂકવી સૂર્યના  કિરણ સાથે ગેલ કરીએ ! 
Advertisements

ક્રિયાઓ

Information

4 responses

24 08 2015
vijayshah

saras!.. aavo sandhi karIye

24 08 2015
neeta kotecha

ક્યારે આ શ્વાસ છેલ્લો હશે કોને ખબર ? ekdam sachi vaat. pan badhaa abhimaan maa jive che ke amar patto laine aavyaa che. 🙂

25 08 2015
riddhi

excellent lesson.

25 08 2015
Jay Gajjar

Thanks.
Good stories reflecting one’s daily life’
Keep writing.
Good enjoyment
OK
Have a nice time
Jay Gajjar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: