શ્રાવણ અને ભાદરવો** અંતર ખોજ

searching

આમ તો પ્રભુ ભજન રોજ કરવું આવશ્યક છે.  આ જન્મ મળ્યો છે તો એવું કંઈક

કરીને જઈએ કે અંતિમ ક્ષણોમાં મુખ પર શાંતિની આભા ઝળકે !

આવો ત્યારે થોડા શબ્દોને યાદ કરી મમળાવીએ.

૧. ધર્મ ** ધારયતે ઈતિ ધર્મ. આત્માની દૃષ્ટિએ  આત્મજ્ઞાન અને આત્મભાન !

૨.પ્રાર્થના** અંતરથી પ્રભુ સાથે સીધો સંબંધ.

૩. દયા** બીજાના દુઃખ્ની વેદના સહન કરી અંતરથી કરવી સહાય.

૪. લક્ષ્મી** સત્યના પંથે ચાલી મહેનત દ્વારા મેળવેલું ફળ.

૫. સંસ્કૃતિ** પેઢી દર પેઢી વારસાગત મળેલા સુંદર જન્મજાત સંસ્કાર.

૬. દાન** યોગ્ય વ્યક્તિને સંજોગ અનુસાર કરેલી સહાય. (ઉત્કર્ષ કાજે)

૭. મન ** જેનું શરીરમાં ક્યાં અસ્તિત્વ નથી છતાં પ્રવર્તે છે.

૮. માયા** જે નથી છતાં જણાય છે. તેની ચૂડમાંથી છટકવું અશક્ય.

૯. સત્ય** જે સનાતન છે. સમય અને કાળના બંધનથી પર. અચળ.

૧૦. ઈર્ષ્યા** હમેશા બીજા સાથે સરખામણી. જે છે તેમાં અસંતોષ.

૧૧. ભજન** અંતરમાંથી નિકળેલો પ્રભુ પ્રત્યેનો રાગ. (પ્રેમ)

૧૨. યોગ** સ્વની સાથે સંધાણ.

૧૩. અધ્યાત્મ** સત્યની શોધ માટે આત્માની ઈમ્તજારી.

૧૪. મત્યુ** સંસાર, સૃષ્ટિ જેમની તેમ આપણી ગેરહાજરી.

૧૫. પાપ** જેના આચરણથી સજીવને ભોગવવી પડતી હાની.

૧૬. પુણ્ય** કાર્ય યા વર્તન કે વાણી દ્વારા અન્યને થતો લાભ

૧૭. સદવર્તન** અન્યને હાની ન પહોંચે લાભ થાય તેવું આચરણ..

૧્૮. મોક્ષ** જન્મ અને મરણના ફેરામાંથી મુક્તિ. આત્મા અને પરમાત્માનું મધુરું મિલન.

મિત્રો,  આવો આજે આ શબ્દોનું રટણ કરી જે ઉપયોગી છે તેના પ્રત્યે લક્ષ રાખીએ.

જે પ્રગતિના બાધક છે તેના પર્ત્યે ઉપેક્ષાની ભાવના કેળવીએ.

************************************************************************

કૃષ્ણ ભગવાન “ગીતા”માં કહે છે

હે ભક્ત તું દુઃખી હો તો મારા શરણે આવ, તારા દુઃખ દૂર થશે.

તુ અભય બન, એ સહુથી ઉત્તમ કેળવવા જેવો ગુણ છે.

તું ચિંતા છોડી મારામાં મન લગાવ.

તું દ્વિધામાં હોય મારા નામનું રટણ કર મારામાં મનને સ્થિર કર.

જ્યારે તું માર્ગભૂલેલ હોય ત્યારે હું તને રાહ ચીંધીશ મારામાં શ્રદ્ધા રાખ.

મામેકં શરણં વ્રજ

3 thoughts on “શ્રાવણ અને ભાદરવો** અંતર ખોજ

Leave a reply to શૈલા મુન્શા જવાબ રદ કરો