જરા સમજવા જેવી વાત !

2 09 2015

understand

***************************************************************************************************************************

“પાટણની પ્રભુતા”, ” જય સોમનાથ”,  ” ગુજરાતનો નાથ”  આ બધી નવલકથા બાળપણમાં વાંચી હતી.

અરે ભણી પણ હતી. સાચું કહું તો  કૉલેજકાળ દરમ્યાન અભ્યાસ કર્યો હતો. કાલિદાસનું ‘માલવિકા અ્ગ્નિમિત્રમ’

અને શાકુંતલ’ પણ અભ્યાસ ક્રમમાં હતા.ગોવર્ધનરામ ત્રિપાઠી ‘સરસ્વતિચંદ્ર, ‘બિરાજ બહુ” શરદબાબુનું.

. હજુ ૫૦ વર્ષો પછી પણ તાજા છે. હવે ‘કનૈયાલાલ  મુનશી, કાલિદાસ અને શરદબાબુ, ગોવર્ધનરામ ત્રિપાઠી’

કયા લેખકના પુસ્તકો વાંચી આવા અમર સાહિત્યનું  સર્જન કરી સુવર્ણ અક્ષરે પોતાનું નામ અંકિત કરી ગયા ?

‘યશ  કોને દેવો ‘!  તેમની સર્જનાત્મક  કળાને !  આપણે જીવનમાં શું પ્રાપ્ત કરવું છે ? નામ, પ્રતિષ્ઠા, લક્ષ્મી,

સિદ્ધિ કે પછી સામાન્ય રીતે જનમ્યા, જીવ્યા અને ગામતરે ગયા ! આ અણમોલ જીવન જીવવાનો સમાન હક્ક

સહુને પ્રાપ્ત થયો છે. તેનો લાભ કોણ કેટલો અને કેવી રીતે લે તે દરેક વ્યક્તિ પર નિર્ભર છે. જગજાહેર છે,

બધા ગાંધીજી, તિલક કે સરદાર વલ્લભભાઈ પટેલ ન થાય. જરૂરી પણ નથી કે થવું જોઈએ ! કિંતુ, ‘હું માનવી

માનવ થાંઉ તો ઘણું’! આટલી સ્વતંત્રતા તો આપણને સહુને સમાન છે.

કોને ખબર હતી કે ગેટો ગર્લ ‘ઑપરા વિંફ્રી’ દુનિયાની સહુથી પૈસાપાત્ર, પ્રતિભાશાળી સ્ત્રી નિવડશે ? આપણા

પ્રધાન મંત્રી જીવનમાં જે રીતે આગળ આવ્યા, હકિકત ચક્ષુ સમક્ષ છે. દરેક વ્યક્તિની અંદર શુષુપ્ત અવસ્થામાં

આ ગુણ રહેલા છે. કઈ રીતે તેના પ્રત્યે સજાગ રહી જીવન  વ્યતિત કરીએ છીએ એ ગહન પ્રશ્ન છે. ‘જેમ સુંઠને

ગાંઠિએ ગાંધી ન થવાય’ તેમ વ્યાકરણના નિયમો ગોખીને કે છંદ અને સંધિ શીખી લેખેક કે ગઝલકાર ન થવાય.

હા, જો કૂવામાં હોય, વ્યક્તિમાં એ કળા, લગન અને ધગશ હોય તો તરક્કી જરૂર થાય ! હા,  કોઈ પણ ક્ષેત્રમાં યશ

મેળવવા, પ્રયત્નો આવશ્યક છે. રવીન્દ્રનાથ ટાગોર ૬૦ વર્ષની ઉમરે ચિત્રકળા શિખવાનું શરુ કરી તેમાં પારંગત

થયા હતા. ઉમર અને કળાને સીધો સંબંધ છે. પુરૂષાર્થ દ્વારા તે હાંસિલ થાય છે.

કુદરતનું સૌંદર્ય જોઈ કાવ્ય સ્ફૂરે, આસપાસ બનતા પ્રસંગોની હારમાળા સુંદર લેખ લખવાની પ્રે્રણા આપે !

પછી તો બસ એમાં વિહાર કરી મનપસંદ પ્રસંગો ઉમેરી જુઓ કેવી કલામય કૃતિનું સર્જન કરી શકાય ! કહેવાય

છે ને ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’! કેવા સુંદર મોતી વિચારોના સાગરમાંથી વીણી લાવે! કલ્પનાના

ઘોડા પર સવારી કરી કેવું સુંદર અદભૂત સર્જન કરે.

સામાન્ય જનને જ્યાં કાંટા દેખાય ત્યાં, કલાકારને ‘ફૂલોનો રખેવાળ જણાય ‘! પગમાં કાંકરા ચૂભતા હોય તો

તેને દર્દ દ્વારા દીનાનાથનું સ્મરણ થાય. કંટકવાળો પથ સડસડાટ કપાઈ જાય ! કોઈ પણ વસ્તુ્, ઘટના યા

દૃશ્યને કેવી રીતે  નિહાળીએ છીએ તેના પર સઘળો આધાર છે.  હમેશા હકારાત્મક વલણ હશે તો ડુંગરા

ટેકરા લાગશે. જો નકારાત્મક વલણ હશે તો રાઈનો પહાડ જણાશે. આ વિદ્યા કોઈ પણ વિદ્યાલયમાં શિખવા

નથી મળતી. માત્ર જોવાનો અભિગમ મુખ્ય ભાગ ભજવે છે..

કબીર કોણ હતા, હિંદુ કે મુસલમાન ? એની રચનાનો જોટો જડે તેમ નથી. મિત્રો કબીર ઉછર્યા સંજોગોની

શાળામાં, પાટી પેન વગર એ  ભણીને સ્નાતક થયા. કોઈ પણ વિદ્યાલય ન શિખવી શકે એવું પાડિત્ય

પામવાનું સૌભાગ્ય પામ્યા. જીવનમાં ફરિયાદને સ્થાને કિરતારની યાદમાં મસ્ત બની જીવ્યા. શું વિઘ્ન

તેમને નહી નડ્યા હોય? સમાજ દ્વારા પડતી અનેક અડચણોથી નાસીપાસ ન થયા. શ્રદ્ધા અને આત્મબળ

દ્વારા સફળતાને વર્યા. દ્વેશ અને ઈર્ષ્યાને દેશવટો આપ્યો .પ્રેમ, ભાઈચારો , કરૂણાના શાસ્ત્રનું અધ્યયન કર્યું.

જે માત્ર પોતાનું કર્તવ્ય કરવામાં માનતા હતા. આજનો સામાન્ય માનવી  ભલે ઈન્કાર કરે પણ જ્યાં ‘નામ’

મળતું હોય ત્યાં તેને પામવા પાછી પાની કરતો નથી હા,એવા પણ જોવા મળશે જે સાથે પ્રગતિ કરવાના

મતમાં હોય છે. પછી તે ધંધામાં હોય,  સમાજના હિતમાં હોય કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં! જો માનવની

સાચી પહેચાન જોઈતી હોય તો તેને સત્તા સ્થાને બેસાડો તેની અસલિયત બહાર આવશે.દરેક વ્યક્તિની

એષણા હોય છે તેને નામના મળે. કિર્તી મળે. લોકો વાહ વાહ કરે !

ત્યારે ભૂલી જાય છે કે આની પાછળ કોઈ  અદૃશ્ય  બળ  પણ હોય છે. યાદ રહે ધૂપસળી જ્યારે બળે છે

ત્યારે સઘળે સમાન સુગંધ ફેલાય છે. કોઈના પ્રત્યે પક્ષપાત જણાતો નથી. દીવો  અજવાળું બધી  દિશામાં

સરખા પ્રમાણમાં  રેલાવે છે. તેના  પ્રગટ થવાથી તિમિર દુમ દબાવીને ભાગે છે.

સમજણની શાળા, અનુભવનું અધ્યયન, વિચારોનું  વિહરવું, મનનો મહેરામણ જ્યારે પુર બહારમાં પ્રસર્યો

હોય ત્યારે તેમાંથી ઉદભવતું સર્જન અનુપમ જ હોય ! કલા, ઈશ્વરની માનવ જાતને ભેટ છે ! દરેક માનવને

તે થોડે ઘણે અંશે પ્રાપ્ત થયેલી હોય છે ! બસ તેને કઈ રીતે પ્રદર્શિત કરે છે, તે અગત્યનું છે.ખૂબ સહજ

અને  સરળ વાત  છે.

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

2 09 2015
Pradeep Raval

Nice to read ur vichardhara…
Udanpurvak vicharine sabdoni guthni karine aape man.manas.manvi tittle vanavyu chhe…..jemke. Fari fari ne yad kare te jan fariyad.
Pravinash today accited me innerly impress….see u very soon if u wish….i hv lots plan about ur tittle.. Waiting like ur nature person….all the best….i am thinking long time…

2 09 2015
2 09 2015
Mukund Gandhi

Good pondering thoughts on Philosophy of Life.

મુકુંદ ગાંધી

3 09 2015
pravina Avinash kadakia

મિત્રો,

આપ સહુનું પ્રોત્સાહન અને સદભાવના લેખનીમાં નિત્ય નૂતન સ્યાહી ભરી

લેખન કળાની પ્રવત્તિમાં પ્રાણ પૂરે છે !

3 09 2015
Rajul Kaushik

You are right Pravinaben

3 09 2015
rohitkapadia

શિષ્ય : આંખ ગુમાવી દેવાથી વઘારે કરૂણ ઘટના કઈ હોઈ શકે?
ગુરૂ: દ્રષ્ટિ ગુમાવી દેવી. જીંદગીનો સાચો દ્રષ્ટિકોણ ચીંઘતો અને ભીતરની કળાને જાગૃત થવા પ્રેરતો સુંદર લેખ.

3 09 2015
Smita Ajit Shah

Hi, read your article, it seems you can express yourself better now.

More when we talk.

Smita

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: