યદા યદા હિ ધર્મસ્ય !

4 09 2015

 

help ua

***********************************************************************************************************************

 

હે, કનૈયા બસ હવે બહુ થયું ?  તારી વાટ જોઈને થાક્યા ! હજુ કેટલા અત્યાચાર

થાય તે તું જોયા કરીશ ? શું હજુ તને નથી લાગતું કે તારો ધરતી પર અવતરણ

કરવાનો સમય પાકી ગયો છે. તેં  ‘ગીતા’માં આપેલું વચન યાદ છે કે ભૂલી ગયો ?

જો કે ભૂલવાનું તારા સ્વભાવમાં નથી . તારી અને સુદામાની અજોડ મૈત્રી મારે

મન અણમોલ છે. ક્યાં ગરીબ બ્રાહ્મણ અને ક્યાં તું ? કદી તું એને વિસર્યો ન હતો !

નિર્દોષ બાળાઓની ભૃણમા હત્યા, આતંકવાદીઓનો અત્યાચાર અને જૂવાન

સ્ત્રીઓનો શિયળભંગ લગભગ રોજ સાંભળવા મળે છે. તને કોઈ વેદના થતી

નથી. શું ધરતી ફાટે તેની રાહ જુએ છે ? તારું આપેલું આ જીવન તેના આવા

બેહાલ ! એ પણ તારી નજર સમક્ષ !

ભૂલી ગયો ગોકુળમાં તે કેટ કેટલાને તારા પરાક્રમથી દૂર કરી, ગામ નિર્ભય

બનાવ્યું હતું. સગા  મામાને, અહંકારી બન્યા ત્યાર હટાવ્યો. દ્રૌપદીની લાજ

બચાવી. મહાભારતના યુદ્ધમાં અર્જુનનો સારથિ બન્યો. જ્યારે યાદવો

છાકટા બન્યા ત્યારે યદુ કુળનો નાશ પણ નોતર્યો !

તો, આજે ૨૧મી સદીમાં કેમ તારો પ્રતાપ વર્તાતો નથી ? હજુ કેટલી

ક્રુરતા તું નિહાળી શકીશ. સ્ત્રીઓની ભરબજારે લાજ, નિર્લજ્જ લોકો

લૂંટે છે. આતંકવાદીઓ કેટલા નિ ર્દોષોના પ્રાણ હરે છે !

જો વળી પાછો તારો જનમ દિવસ આવી રહ્યો છે. જરા પરચો તો

બતાવ. તને યાદ છે ને નાગને કોઈ છંછેડે તો કરડવાનું નહી પણ

ફુંફાડો મારવાનું ભાન હોય છે. અમને સહુને એમ લાગે છે કે આવા

તાલ જોવામાં તને આનંદ આવે છે. અમને થતી વેદના તારે મન

કાંઇ નથી ?

તારી મધુરી મોરલી, તારે મસ્તકે સોહાતું મોરપીંછ. માખણ અને મિસરી

ગાયોનું ધણ અને વહાલાં ગોપ ગોપીઓ! તને કશું યાદ આવતું નથી ?

મુશ્કેલી ત્યાં છે મને કશું ભુલાતું નથી અને તારામાં અપાર શ્રદ્ધા છે.

કંસના કારાગારમાં જન્મીને દેવકી અને વસુદેવને આનંદ આપ્યો. નંદ

યશોદાને આંગણે ખેલી ગોકુળિયા ગામમાં સહુને રાજી કર્યા. અરે પુતના

જે તને મારવા આવી હતી તેનો ઉદ્ધાર કર્યો. ગોકુળની ગોપીઓને તો તું

પ્રાણથી પ્યારો હતો. તેમની મટકી ફોડી દહી, દુધ ખાતો માખણ ચોરતો

તોય તને વહાલ કરતાં. તારા ધિંગા મસ્તી સહન કરીને પણ તને પ્રેમ

આપ્યો. કાલિય નાગને અમુનાના ધરામાંથી  તગેડ્યો.

તો બસ હવે તને અંતરથી પ્રાર્થના કરીએ છીએ, ‘ તું આવ અને અધર્મને

અટકાવ. ધર્મનું સ્થાપન કર’ !

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

4 09 2015
મૌલિક રામી "વિચાર"

વાહ! બહુ જ સરસ. આખા સમાજવતી તમારી આ અંતર ની પ્રાર્થના ખૂબ સરસ છે. એવું લાગે છે “માધવ ક્યાંય નથી આ અશ્રુવન મા…”

5 09 2015
Raksha Patel

यदा यदा ही धर्मस्य ……….युगे युगेII
આ અતંરની પ્રાર્થના સાંભળી ભગવાન જરુર અવતરશે! ઘણો સરસ લેખ!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: