કોના વાંકે ?

blame

***************************************************************************************************************************

‘આજે સવારથી મમ્મી બેબાકળી હતી. તેની આવી હાલત જોઈ હું ખૂબ ગભરાતી. કાંઈ

પણ પુછું તો વઢ ખાવાની તૈયારી રાખી હતી. ખબર ન પડતી હું શું કરું તો તેને ગમે ?

હું ભલે નાની હતી પણ સમજી ગઈ વાતાવરણ ખૂબ તંગ છે. પપ્પા છેલ્લા છ મહિનાથી

ખૂબ ઓછું મળતા. ઘરે આવે તો જાણે મહેમાન હોય તેવું લાગે ! કાંઈ પણ પુછું તો કહે,

‘બેટા, હોસ્પિટલમાં સખત કામ છે’. બીજું કાંઇ ન કહે ! મારો ભાઈ ગયા વર્ષે કૉલેજ ગયો

હતો. ન્યુયોર્ક ભણે તેથી ઘરે રજાઓમાં આવે. ફૉન કરું ત્યારે કોઈક વાર મળે નહી તો ફોન

સીધો આન્સરીંગ મશીન પર જાય. જ્યારે ફોન પર વાત થાય ત્યારે કહે ‘આઈ લવ યુ’.

મને તે બહુ ગમે. હું રહી તેની નાની બહેન,  જેને કારણે મને ખાસ ઘરમાં શું ચાલે છે તેના

વિશે વાત ન કરે! હા, આમ ભલે હું નાની હતી પણ એટલી નાની ન હતી કે મને ખબર પડતી

નહી ! માત્ર વર્તન એવું કરતી કે હું જાણતી નથી. જેને કારણે મને થોડા લાડ વધારે મળે. ‘

હજુ હાઈ સ્કૂલનું એક વર્ષ બાકી હતું. મમ્મી મારી ખૂબ ચિંતા કરતી. હું ન જોંઉ ત્યારે મારા

ડાન્સના રિસાઈટલના ફૉટાનૅ એટલી બધી કીસ કરતી કે હું ગણતા થાકી જતી. મનમાં

થતું, મમ્મી, થોડી મારા ગાલ માટે બચાવ ને ! પણ કહેવાની હિમત ન હતી.

આજે પપ્પા આવ્યા. મારા માટે નવો ‘આઈ ફૉન ‘ લાવ્યા.

પપ્પા હજુ તો આ ફૉનને બે વર્ષ પણ નથી થયા !

અરે, બેટા આ હજુ ગયા મહિને માર્કેટમાં આવ્યો છે. મારી ગુડિયાને ગમે એટલે લાવ્યો !

ઓ. કે. પપ્પા. કહી હું તેમની નજીક સરી. મને ખબર છે. મમ્મી ભલે બીજા રૂમમાં હતી પણ

મને અને પપ્પાને જોઈ તેમજ સાંભળી રહી હતી.

મમ્મી, જો પપ્પા મારા માટે પાછો નવો ફોન લાવ્યા. કહી મેં મમ્મીને બુમ પાડી બોલાવી. તે

આવી ફૉન ઉપર ઉડતી નજર નાખી બોલી. સારો છે. કહી જવા ઉઠી ,મેં તેને હાથ પકડીને

બેસાડી.

મમ્મી જોને પપ્પા કેટલા વખતે આવ્યા ! તું, બેસને ?

બેટા, મારે કાલે સેમિનારમાં પ્રેઝનટેશન કરવાનું છે. આઈ હેવ ટુ ગેટ રેડી ફોર ધેટ !

ઓ. કે મૉમ.

ચાલ, આપણે બહાર ડીનર લેવા જઈએ?

પપ્પા, ઉભા રહો મમ્મીને પૂછી  જોંંઉ.

મમ્મીએ સાંભળ્યું હતું તેથી અંદરથી બોલી,તું અને પપ્પા જઈ આવો. મને ભૂખ નથી !

ચાલ બેટા હું અને તું જઈએ !

પપ્પા સાથે હું આગળ બેઠી. પહેલાં મને કદી આ લાભ મળતો નહી. હમણાંથી મમ્મી, પપ્પા

સાથે ખૂબ ઓછું બહાર આવતી. મને  પપ્પાની બાજુમાં બેસવા મળતું. તેમની કનવર્ટેબલ

મર્સિડીઝ મને ખૂબ ગમતી.

અમે બન્ને મારી મનગમતી ચાઈનિઝ રેસ્ટોરન્ટમાં ગયા. પપ્પા ખાવા કરતાં મને જોવામાં

વધારે સમય ગાળતા હતા. હું બધું સમજ્તી હતી. સમથિંગ ઈઝ કુકિંગ, પણ કોઈ બોલતું ન

હતું. પપ્પા અને મમ્મી તો હાર્ડલી એક્બીજા સાથે ડાઈરેક્ટ વાત કરતા હતા ! નાના રહેવામાં

મઝા છે તેથી, આઈ વૉઝ એક્ટિંગ એઝ યુઝવલ વિથ બોથ ઓફ ધેમ !

આમને આમ ક્યાંય મહિનો નિકળી ગયો. જુનિયરમાં હતી તેથી ભણાવામાં ખૂબ ધ્યાન આપતી.

આજે કંઈક જુદું લાગ્યું લોંગ વિક એન્ડ હતું. મમ્મી સવારથી રડી રહી હતી, એમ તેની આંખો

ચાડી ખાતી હતી.

મને બોલાવીને કહે, બેટા હવે આપણે આ ઘર ખાલી કરવાનું છે. મને નવાઈ લાગી. વાત આટલી

હદે વણસી જશે એવો ખ્યાલ મને ન હતો.

મમ્મી હું જન્મી ત્યારથી અંહી રહીએ છીએ  હવે શું વાંધો છે?

બેટા, તને કેવી રીતે સમજાવું?

તું કહે , હું સાંભળીશ અને સમજી જઈશ.

મમ્મી પોતાની પ્રોફેશનલ લાઈફમાં ગળાડૂબ રહેતી. જો કે તેની પૉઝીશન પણ ખૂબ

હાઈ હતી. પપ્પા સર્જન એટલે પૂછવું જ શું ? તેમાં પાછા ‘ફેમસ’ એટલે અમેરિકામાં બીજા’

સિટી્માં ‘ ઈનવાટેડ ગેસ્ટ સ્પિકર’ તરિકે જાય. ઘરામાં લિવ ઈન મેઈડ હતી બન્ને જણા.

બહુ ઓછું ઘરમાં સાથે હોય. તેને કારણે ક્યારે દૂર થતા ગયા તે ખ્યાલ ન રહ્યો !

મારા મનમાં જે હતું એ કહેવા માગતી ન હતી. મમ્મીના દિલનુ દર્દ હું અનુભવતી હતી.

અનજાણ રહેવામાં મમ્મી મારી આગળ દિલ ખોલતી.

મમ્મ્મી મનમાં મુંઝાતી હતી. કોઈને કશું કહી પણ શકતી ન હતી. કારણ જગજાહેર હતું,

હું ખૂબ નાની હતી.

અંતે જેનો ભય હતો એ થઈને જ રહ્યું. મારા નાના હોવાને કારણે કશું કહી ન શકી. અરે,

મારામાં હિમત ન હતી. પણ એક વાત મનમાં ઘુમરાયા કરતી હતી, “કોના વાંકે” મને

માતા અને પિતા બન્નેનો પ્યાર ન મળી શક્યો? એ કોણ ત્રાહિત વ્યક્તિએ,  અમારા

સુખી પરિવારમાં આતંક ફેલાવ્યો? ૨૫ વર્ષનો મારા માતા અને પિતાનો પ્રેમ કઈ

રીતે ડગી ગયો  ?

મમ્મી અને પપ્પા વચ્ચે જે પણ થયું તેનો ભોગ તો હું અને મારો ભાઈ બન્યા. શું

એ લોકોને આવો વિચાર નહી આવ્યો હોય ? સ્વાર્થ, પૈસો, જુવાની અને નાશવંત

શરીરની માગ પાસે બાળકોની માનસિક વેદનાની કોઈ કિમત નહી ?

” એમં મારો શું વાંક” ? મારો ભાઈ તો  બોલતો જ નથી !  મુંગો મંતર થઈ ગયો છે !

હું રાતોરાત મોટી અને સમજણવાળી થઈ ગઈ !

કોના વાંકે ?  કોના વાંકે ?   કોના વાંકે ?

વાંક ગમે તેનો હોય. સરળ ઉપાય “સમજૂતિ” ! સમાજમાં ફેલાયેલું આ દૂષ્ણ દૂર

કરવાનો ઉપાય દૃષ્ટી ગોચર થતો નથી ! ભવિષ્યના સમાજની કલ્પના ધ્રુજાવનારી

છે. એક સંતોષ છે,” ” આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા” !!!!!!!

One thought on “કોના વાંકે ?

  1. સમાજના પ્રતિબિંબની ઉર્મિભર્યા શબ્દો સાથે સરસ રજૂઆત. ક્યાંક કોઈના કુટુંબમાં આવી
    ઘટના પરથી આ લેખ પ્રેરીત હશે પરંતુ આજકાલના જીવનના આવા અંજામ સામાન્ય બની
    ગયા છે.
    મુકુંદ ગાંધી

Leave a reply to Mukund Gandhi જવાબ રદ કરો