ચાલો ત્યારે *** માણો ત્યારે

9 09 2015
enjoy

enjoy

*********************************************************************************************************************************************

તારી આંખોમાં મુજને શોધું છું

તારા શ્વાસમાં સુગંધ શોધું છું

તું આવે કે ન આવે તારા વિના

રોજ હું મુજને મુજમાં શોધું છું

*********************************

દિવસો પસાર થઈ ગયા વર્ષોના વહાણા વાઈ ગયા

જુવાની ગઈ અને નાક નકશો પણ બદલાઈ ગયા

મળશે ક્યારે એ મોકો ખબર નથી સનમ

તમારા વગર જીવવાના રંગ રૂપ મુરઝાઈ ગયા !

************************************

જરા આંખ ખોલી ઉજાસ દેખાણો

આસપાસ ફુલોમાં રંગ દેખાણો

વર્ષો ગયા તમે ના ભુલાણા

તમારા વિના ઉદાસ ચાંદ દેખાણો

***********************

વિશ્વાસે તમારો પ્રેમથી હાથ ઝાલ્યો તો

યુવાનીમાં સુનહરો સાથ માણ્યો તો

બસ એ જ  અણમોલ મુડી હતી મારી

ખિન્ન હ્રદય કાજે કદી સંદેશો મોકલ્યો તો ?

**********************************

સંબંધ આપણો ખૂબ  ગાઢ  હતો

પ્રેમે બનાવેલ નાનો ટેકરો  હતો

સંતોષ, શાંતિથી તેમાં પોઢ્યો હતો

જીવનને તારો અનન્ય સહારો હતો.

***************************.

કોઈ એવા સમયે તમે યાદ આવ્યા

તમે નહી તમારા શબ્દો યાદ આવ્યા

તમારા વિના જીંદગીની લાંબી સફર

એ યાદોની રાહ પર ચાલીને આવ્યા !

********************************

હવે જાણે યાદો પુરાણી થઈ ગઈ

આંખો પણ હવે કોરી કટ થઈ ગઈ

એવું તો શું બની ગયું કે

તમારા વિના જીંદગી સુમસામ થઈ ગઈ !

********************************

પૂછીને ન થાય કદી પ્રેમ

એ તો છે આ મનનો વહેમ

તું બનાવે બહાના કેમ

શાને જીવન વેડફે જેમ તેમ

********************************

પ્રેમને પારખે પેલાં પ્રેમી જન

પ્રેમની અસર તેના તન બદન

પ્રેમ કાજે મારે વલખાં ચંચલ મન

પામીને કરે  કદર મારો સજન

**************************

સમય સમયનું કામ કરશે

ફરિયાદો સમય બરબાદ કરશે

પ્રેમ સભર સમય આબાદ કરશે

મીઠી યાદો જીવન ઝાકઝમાળ કરશે.

*****************************

તેડા આવે વિદાય થાશુ

મધુરી યાદોની સુગંધ લેતા જાશુ

પ્રેમની પળો મમળાવતા જાશુ

પાણી પર લકિર દોરી જાશુ

**************************

શબ્દોના અર્થ અલગ હોય છે

તેના ભાવમાં ફરક હોય છે

સાંભળનારના મનની સ્થિતિ

પ્રશ્નમાં  ઉત્તર સંકળાયેલા હોય  છે !

**********************************

જીંદગી હસાવે કે રડાવે

તમારા પર આધાર છે

વિરામ ચિન્હો  ક્યાં ક્યારે મૂકવા

તમને આપ્યો સંપૂર્ણ અધિકાર છે !

*********************

પ્રવિનાશ

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

10 09 2015
Raksha

Loved every line of creations!

10 09 2015
11 09 2015
Narendrasinh mahida

Some lines are very very heart touching

13 09 2015
Jaykant Jani

શ્યામ તારી આંખોમાં મુજને શોધું છું

તારા શ્વાસમાં મારી સુગંધ શોધું છું

તું ગોકુળ આવે કે ન આવે તારા વિના

રોજ હું તને હવે મુજમાં શોધું છું

*********************************

તે હીના દિવસો ગતા તે હિના વર્ષો ગતા

જુવાની ગઈ અને રૂપ ને રંગ બદલાઈ ગયા

મળશે ક્યારે એ મોકો મળવાનો ખબર નથી સનમ

તમારા સાથ જીવવાના રસ રૂપ મુરઝાઈ ગયા !

************************************

જરા આંખ ખોલી પુનમી ઉજાસ દેખાણો

આસપાસ ચાંદનીનો ચમક રંગ દેખાણો

જીવતર ના વર્ષો ગયા તમે ના ભુલાણા

તમારા વિના ચાંદ પણ ઉદાસ દેખાણો

***********************

વિશ્વાસે તમારો પ્રેમથી હાથ પકડેલો

આપણે કેવો સુનહરો સાથ માણ્યો તો

બસ એ જ અણમોલ ધડી હતી આપણી

હરખાતા હ્રદયે કેવો સંદેશો મોકલ્યો તો ?

**********************************

આપણો લવ બોન્ડ ખૂબ થીક હતો

બનાવેલસાગર કિનારે મહેલ ઠીક હતો

સંતોષ, શાંતિથી તારા ખોળે પોઢ્યો હતો

જીવનને તારો ખૂબ હુફાળો સહારો હતો.

***************************.

કોઈ એવા સમયે તમે મને યાદ આવ્યા

તમે નહી તમારા અંગ અંગ યાદ આવ્યા

તમારા વિના જીંદગીની લાંબી સફર કપાઇ,

એ જૂની યાદોની રાહ પર ચાલીને યાદ આવ્યા !

********************************

હવે જાણે યાદો પુરાણી થઈ ગઈ એવું નથી

આંખો પણ હવે કોરી કટ થઈ ગઈ એવું નથી

આપના વચ્ચે એવું તો શું બની ગયું કે સનમ

તમારા વિના જીંદગી આટલી સુમસામ થઈ ગઈ !

********************************

પૂછીને ન થાય કદી પ્રેમ એટલું સમજી લ્યો

પ્રેમ એ તો છે આ મનનો વહેમ એટલું સમજી લ્યો

તું બનાવે છે બહાના કેમ હું સમજવા નાનો નથી

તું જીવન વેડફે જેમ તેમ એટલું સમજી લ્યો

********************************

પ્રેમની પરીક્ષા લે પેલાં પ્રેમી માસ્તર

માપે પ્રેમની અસર તેના શરીરે ડોકટર

પ્રેમ કાજે મારે વલખાં ખિસ્સે લૂખો જન

પામીને કરે કદર મારો લવલી સજન

**************************

સમય સમયનું કામ કરશે રાખો શ્રધ્ધા સબૂરી

ફરિયાદો સમય બરબાદ કરશે ધરો શ્રધ્ધા સબૂરી

વહેમ અને શંકા જીવન બરબાદ કરશે સમજીલો

પ્રેમ જીવન ઝાકઝમાળ કરશે ધરો શ્રધ્ધા સબૂરી.

*****************************

તેડા સાસરે થી પિયર થી વિદાય થાશુ

પિયરની મધુરી યાદોની સુગંધ લેતા જાશુ

પપ્પા સાથે માણેલી પળો મમળાવતા જાશુ

બુધ્ધ નયન માથી શાંતિ ને ચોરી જાશુ

**************************

ગુજરાતી માં શબ્દોના અર્થ અલગ હોય છે

તેના કહેવા ના ભાવાર્થ માં ફરક હોય છે

સાંભળનારના મગજ ની મેંટાલિટી તેની

ખોટી સમજણ માં સમાયેલી હોય છે !

**********************************

જીંદગીમાં ક્યારે હસવું ક્યારે રડવું .

તમારી મનો સ્થિતિ પર આધાર છે

કુટેવ માં વિરામ ચિન્હો ક્યારે મૂકવા

તમને ઈશ્વરે આપેલો સંપૂર્ણ અધિકાર છે !

jaykant jani message

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: