લો, લાવોને*****

12 09 2015

not me

 

*****************************************************************************************

આ ઉક્તિ સાંભળી ત્યારથી જીવનનો ઉલ્કાપાત શમી ગયો. તેનું રહસ્ય ખૂબ સરળ છે.

આખી ઉક્તિ આ પ્રમાણે છે,’ લો, લાવો અને પડતા મૂકો” ! જે જીવનનું રહસ્ય છતું કરવામાં

કાબેલિયત ધરાવે છે. જીવન જીવવું એ કળા છે. પછી તેમાં તમે કેવા મેઘધનુના રંગ

ભરો છો એ તમારા પર આધાર રાખે છે. જો કે તે અગત્યનું નથી. કિંતુ દરેક વ્યક્તિને  ઊંડે

ઊંડે એવી અભિલાષા ખરી કે, આ જીવન એવું જીવવું કે મરીએ ત્યારે મુખ પર સંતોષની

સુરખી લહેરાતી હોય!

ધરતી પર પદાર્પણ કર્યું  ત્યારથી નિત નવિન વ્યક્તિઓ સાથે સંબંધ, ઓળખાણ કે મુલાકાત

ચાલુ થઈ ગઈ. દરેક જણ ઘટના અને સંજોગ પ્રમાણે મળે, પરિચય થાય અને જીવનની લાંબી

મુસાફરીમાં જોડાય. હવે તમે કેટલાંને યાદ રાખો ?  મળનાર વ્યક્તિ પલભર, કલાક પૂરતી,

દિવસ ભર, વર્ષભર કે જીવનભર સાથ નિભાવે ! કેટલાં સાથે સંકળાયા છો તેનો તમે ચોપડો

બનાવો ? ખૂબ મુશ્કેલ કાર્ય છે. છતાં સરળતા પૂર્વક જીવન વહે તે ખૂબ   અગત્યનું છે.

રોજીંદા વ્યવહારમાં જેમની સાથે સંકળાયેલા છીએ તે  મહત્વનું છે. સ્વાર્થને તિલાંજલી આપવી

અઘરૂં છે નામુમકિન નથી ! વિના સંકોચે, ખુલ્લા મને, સાચા દિલથી વર્તન કરવું. જુઓ જીવન

ખૂબ રસમય બનશેે ! જેમ પર્વતની નજીક જઈએ એટલે ખાડા, ટેકરા, સુકી જમીન બધું દેખાય.

તેથી તો કહેવાય છે,’ ડુંગરા દૂરથી રળિયામણા’.

તેવું સંબંધનું પણ છે. એટલા નજીક ન સરીએ કે ગુંગળામણ થાય. ગમે તે સંબંધ હોય જેમાં

‘ લક્ષ્મણ રેખા’ જરૂરી છે. પરિણામ, મિઠાશ કાયમ રહે. અરે, પતિ અને પત્ની પણ

થોડી વાર માટે દૂરી ચાહે છે. માતા, પિતા અને બાળકો પણ કોઈક વાર કહે , ‘મને એકલા રહેવું

છે’ ! વિચાર કરવાની તક સાંપડે. નિર્ણય લેવામાં સરળતા રહે ! વધુ પડતી ૨૪ કલાકની નિકટતા

અકળાવનારી હોય છે. દરેક વ્યક્તિને સ્વતંત્રતા પૂર્વક જીવવાનો તથા વિચારવાનો અધિકાર

ઈશ્વરે આપ્યો છે.

ખરું પૂછીએ તો સહુ પોતાના દૃષ્ટીબિંદુ ધરાવે તેમાં કોઈ પાપ નથી. જ્યાં સુધી એ બીજી વ્યક્તિને

કનડગત ન કરે યા તેના કામમાં ખલેલ ન પહોંચાડે ! ઘણાને દરેક કાર્યની પાછળ સ્વાર્થ યા અપેક્ષા

કામ કરતા હોય છે. તે ન્યાય નથી આપતું, પોતાને ય  અન્યને ! કાર્ય કરવા પાછળ ધગશ , હોંશ

અને ઝીણવટપૂર્વક્નું ચિત્ત અગત્યતા ધરાવે છે. હા, બીજાનો અભિપ્રાય સહુને ગમે પણ તેમાં

નવિન શું છે? તમે પરિચિત હશો? તમારો અભિપ્રાય લેવામાં આવશે, કિંતુ ધાર્યું ધણીનું થાય !

માત્ર ડોકું હલાવી સંમતિ દર્શાવવામાં ડહાપણ છે.

ખોટી દલી્લબાજી કરવી નહી. કારણ વગર કોઈ પણ વાતમાં ઉંડા ઉતરવું નહી. જરૂર પડ્યે

મંતવ્ય જણાવવું. ચૂપ રહેવું હિતાવહ છે. વગર પૂછ્યે પોતાનો અભિપ્રાય બને ત્યાં સુધી કદાપિ

જણાવવો નહી ! જીવન રસમય બનાવવું એ  પોતાના હાથમાં છે.  ફરિયાદ કરવી તેના કરતાં

ઈલાજ કરવો એ સરળ રસ્તો છે. કામ પૂરતું કામ, નહી આડીઅવળી વાત જે જીવનની રેલગાડી

પટરી પરથી ઉતારી મૂકે !

 

 

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

13 09 2015
મૌલિક રામી "વિચાર"

🙂 સરસ. જીભ ને ભગવાને બે કામ આપ્યા છે.એક તો વાદ નું અને બીજુ સ્વાદ નું. બંને ને બહુજ સમજી ને ઉપયોગ માં લેવા પડે. જો વાદ વધુ થાય તો સંબંધ બગડે અને અતિરેક સ્વાદ થી પેટ.

13 09 2015
pravina Avinash kadakia

I like it “vvad and swaad’ thanks. thanks for

new idea.

pravinash

14 09 2015
NAVIN BANKER

આપના વિચારો ખુબ સરસ છે. બધા જ લખાણો વાંચું છું જ. પણ દરેક લખાણ પર કોમેન્ટ્સ લખાતી નથી એટલું જ.
નવીન બેન્કર ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૫ સવારના સાડા ચાર.

14 09 2015
Akbar Habib

I liked the advice .of this essay.

Akbar Habib

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: