હદ થઈ ગઈ

16 09 2015

hard to believe

 

 

 

 

 

 

 

 

*****************************************************************************************

આજે નીલની મમ્મી ખૂબ અપસેટ હતી. તેને પોતાના કાન અને  આખ  પર વિશ્વાસ ન બેઠો.

મનમાં બબડી રહી, ‘મારો નીલ, આવું કરે એ મારા માનવામાં નથી આવતું’? એના લાલન

પાલન કેટલા પ્રેમથી કર્યા. કોઈ વસ્તુની ખોટ તેને પડવા દીધી ન હતી! હમેશા જે માગે તે

હાજર. અરે, ઘણી વખત તો તેની  ડીમાન્ડ અકારણ હોય તો પણ તેને ના નથી પાડી. એ

મારો નીલ આવું કરે? એવું માનવું કેવી રીતે? એવી કોઈ વસ્તુ ન હતી જે તેણે માગી હોય

ત્યારે તેને ન મળી હોય ? સાંજે બધા સાથે બેઠા હોય તો જાતે જ કહે ” આઈ એમ સ્પોઈલ્ડ

ચાઈલ્ડ”.

ઘણી વાર નીલને થતું જીંદગી આટલી બધી સુંદર મળી છે. જરૂર મારે ભણવું પડશે !  જીવનમાં

કંઈક બનવાનો પ્રયત્ન કરવો પડશે. આ તો પપ્પા ઝિંદાબાદ છે. પપ્પા આવું સરસ ભણ્યા

તેને કારણે,’ લાઇફ ઇઝ ઇઝી’. ખૂબ લાડકોડમાં ઉછરેલાં નીલ અને નેહા આજે નરમ દેખાતા

હતા. ‘અતિ સર્વત્ર વર્જ્યતે”, કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ હોય તે અંતે સારું પરિણામ નથી

લાવતી. પૈસાની  ખૂબ તંગી હોય તો માણસ ચોરી કરવા પ્રેરાય. જ્યાં પૈસાની અતિવૃષ્ટિ હોય

ત્યાં બૂરી આદત ક્યારે પગપસારો કરે તેનું ભાન પણ ન રહે. તેથી તો કહેવાય છે. પૈસાથી

સુખ અને સંસ્કાર ખરીદી શકાતા નથી ! નીલ અને નેહા જોડિયા બાળક હતા. નેહા પાંચ મિનિટ

નીલથી મોટી પણ તેનો રૂઆબ ભારે! નીલને નેહા ખૂબ પ્યારી. બન્ને ભાઈ બહેન એક શાળામાં

એક જ કલાસમાં . કશું છુપું નહી ! મસ્તી સાથે કરે. મોજ સાથે ઉડાવે. કશી બાબતમાં નન્નો કદી

સાંભળ્યો ન હતો

એવી તો કેવી પરિસ્થિતિમાં નીલ હતો કે તેણે જુઠું બોલવાની ફરજ પડી. અરે મમ્મીએ ખાત્રી

આપી કે નીલ, જે હોય તે સાચું કહે. તને ખબર છે હું કે તારા પપ્પા તને વઢીશું નહી’. છતાં પણ

નીલ જુઠું બોલ્યો. મમ્મીને કેવી કપરી પરિસ્થિતિમાં મૂકી ! આ તો  પૉલિસ બારણામાં આવીને

ઉભી ત્યારે નીલથી રહેવાયું નહી. નેહાને આ વાતની ખબર હતી. નીલે સાફ ના પાડી હતી. જેને

કારણે તેણે મૌનનું સેવન કર્યું હતું.

‘નેહા, તને બરાબર ખબર છે. આવું ખરાબ કામ હું કરું નહી. આ તો મારો મિત્ર ખોટી રીતે ફસાયો

હતો એટલે તેને બચાવવા ખાતર મેં તેની વાતમાં હા પાડી’. નીલ, નેહા પાસે પોતાની સફાઈ પેશ

કરી રહ્યો હતો.

‘તું જે પણ કરે છે તે યોગ્ય નથી’.

‘હું જાણું છું, પણ આ સિવાય બીજો કોઈ માર્ગ ન હતો’.

‘નીલ, મમ્મી આગળ જુઠું બોલવું એ સાચી રીત નથી’.

‘જો સાચું, અત્યારે બોલીશ તો મમ્મી કદાચ મારી વાત ન પણ માને?’ નીલની મમ્મી હમેશા તેના

પર સંપૂર્ણ વિશ્વાસ રાખતી. આજની વાત જરા જુદી હતી. દીકરા જુવાન થાય ત્યારે તેમના વર્તન

થોડા અલગ હોય. જુવાની દીવાની કહેવાય છે. અખતરાના ખતરા ત્યારે પૂરબહારમાં ફાલ્યા હોય

છે. જેને કારણે નીલ સંકોચાતો હતો. મમ્મીને સત્ય ન કહેવાથી તેનું હ્રદય ડંખતું પણ હતું.

પૉલીસની હાજરીમાં જ્યારે ફરી એક વાર મમ્મીએ નીલને પુછ્યું ત્યારે નીલે હા પાડી ! મમ્મીની

હાલત ખૂીબ બૂરી હતી. આ બધું ચાલતું હતું ત્યારે પપ્પા બિઝનેસ માટે યુરોપિયન કન્ટ્રીઝની

ટુર પર ગયા હતા. બધી જવાબદારી મમ્મી પર હતી.

નીલના મિત્રને ત્યાં પાર્ટી હતી. ખબર નહી ક્યાંથી એક ક્લાસ મેટ ‘ડ્રગ’ લઈને ત્યાં આવ્યો હતો.

મસ્તી મઝાકમાં બધાએ ટ્રાય મારી. મોટો ઝમેલો થયો. નેબરે ૯૧૧ને ફૉન કરી બોલાવ્યા. બધાને

પોલિસ સ્ટેશન જવું પડ્યું હતું. હવે નીલની મમ્મી. ને આ વાત બહારથી ખબર પડી હતી. બીજે દિવસે

સાંજના ડીનર ટેબલ પર પૂછ્યું હતું,’   નીલ તું લાસ્ટ વિકએન્ડમાં વિકને ત્યાં  પાર્ટીમાં  ગયો હતો’?

‘નીલે ના પાડી. ‘બસ વાત ત્યાં અટકી ગઈ. નીલની મમ્મીને વિશ્વાસ હતો કે તે કદાપી જુઠું નહી બોલે !

આ તો જ્યારે આંગણે પૉલિસ આવી ત્યારે નીલ ઝડપાયો !

મમ્મીએ પોલિસની માફી માગી. બધી સિટ્યુએશન કાબૂમાં રાખી. વાત ને ત્યાંજ દબાી દીધી. પૉલિસ

નીલના મમ્મી અને પપ્પાને સારી રીતે ઓળખતો હતો.

નીલમા તાકાત ન હતી કે મમ્મીની આંખમાં આંખ પરોવે ! જાણે તે કહી રહી હતી, ‘નીલ હદ —–‘ !

Advertisements

ક્રિયાઓ

Information

One response

16 09 2015
NAVIN BANKER

આવું તો દરેક ઘરમાં બનતું હોય છે. હું પણ ઘણીવાર નીલની જેમ જુઠુ બોલ્યો છું અને જયારે પકડાયો ત્યારે નીચુ ઘાલીને રોયો યે છું,જો કે આવું બધું મમ્મી સમક્ષ નથી બન્યું. પત્ની સમક્ષ બન્યું છે.
તમારી આ વાર્તા મને ગમી કારણ કે એમાં નીલ એટલે નવીન બેન્કર હતો.
નીલની મમ્મીનું નામ કેમ ના લખ્યું ?
નવીન બેન્કર ( હ્યુસ્ટન)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: