બસ આટલું દે

18 09 2015

give me

 

 

 

 

*******************************************************************************************

તારી પાસે શું માગું તારી  કૃપા અહર્નિશ દે

તારા ચરણમાં દૃષ્ટી કાયમ ટકે અનુમતિ દે

**

વણ માગ્યે તે ઘણું દીધું સદા ઉરે સંતોષ દે

તારામાં મતિ, પ્રિતી કાયમ રહે આશિષ દે

******

પ્રભુ  જગે ખોટું આચરણ ન કરું તેવી મતિ દે

હર કદમ પ્રગતિના પંથે સંચરે તેવી શક્તિ દે

***

ધીરી છતાં પ્રેમ અને શ્રદ્ધાથી ભરપૂર ગતિ દે

સત્યથી છલકતી ભાવયુક્ત સરળ  રીતી  દે

***

તારામાં વિશ્વાસ અચળ રહે તેવી ભક્તિ દે

સંસારમાં નિઃસ્વાર્થ રહું તેવી નેક  નીતિ દે

***

ભજનમાં લીન  ગુનગુનાઉં એવી પંક્તિ  દે

અંતકાળે હોઠે  સ્મિત રેલાય એવી સુરખી દે

***

આ સંસારે સરતો રહું  અનેરી હૈયે  હામ દે

સંસાર સાગર તરવો એ ખ્યાલ નિરંતર દે

*****

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

18 09 2015
NAVIN BANKER

ભગવાન આ બધું તમને ‘દે’ એવી શુભેચ્છા.
નવીન બેન્કર.

20 09 2015
21 09 2015
શૈલા મુન્શા

સુંદર ભાવ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: