‘હું’ અને મારું ‘મન’

20 09 2015

me mind

*****************************************************************************************

‘હું’ અને ‘મન’ બેઉ આજે વિચારી રહ્યા, જેનું કોઈ સરનામું નથી એવા અમે બન્ને વગર માનવ જાતનું

શું થાય ? ભલેને ગમે તેટલી ડંફાસ મારે કે પ્રગતિના સોપાન સર કરે અમારા વગર ચેન ન પડે !

આ શરીર જેને તૈયાર થતાં ઓછામાં ઓછા નવ મહિના લાગે છે.જ્યારે નવથી ઓછા મહિના લાગે ત્યારે

તેને હૉસ્પિટલમાં રાખી’ જતન પૂર્વક ખૂબ નાજુકાઈથી તેનું રક્ષણ કરી  કેળવાય છે. એ શરીરમાં પણ

આંખ, કાન નાક, હાથ, પેટ એવા સઘળાં અંગ વ્યવસ્થિત હોય છે. માત્ર વહેલાં આ ધરતી પર અવતરણ

કર્યું હોવાથી તે પુષ્ટ થયેલાં હોતા નથી. આપણા શરીરના અંગોમા જે બે અતિ મહત્વના છે, તે ક્યાંય દૃષ્ટી

સમક્ષ દેખાતા નથી. એક આપણું ‘મન’ અને બીજું ‘હું’. બન્ને બેઘર  હોવા છતાં પોતાનું અચલ સામ્રાજ્ય

કોઈની પણ દખલ વગર ચલાવી રહ્યા છે.

મનનો તાગ લેવો મુશ્કેલ છે. તેનું  ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમિટર કે ચોરસ માઈલ હશે તેનો કોઈને

અંદાઝ નથી. તેને મુસાફરી કરવા કોઈ વાહનની જરૂર નથી. તેને ઉડવા પાંખો યા વિમાનની આવશ્યકતા

નથી. છતાં પણ તે ચારે દિશામાં કોઈ પણ જાતના બંધન વગર વિહરી શકે છે. મનને નાથવું મુશ્કેલ છે.

આ ‘હું’ પણ કાંઈ ઓછો અવળચંડો નથી. તેને રહેવા ઘર નથી પણ સંપૂર્ણ શરીરને તે પોતાના દાબમાં

રાખે છે. કહેવાય છે ,’મારા કરતાં મોટો હું’. ભલે એ દેખી નથી શકાતો પણ સર્વત્ર છવાયેલો છે. ‘હું; ના

ગુમાનનો પાર નથી ! દરેક સ્થળે તે હાજર, તેને આમંત્રણની પણ જરૂર નથી.

આ મન કેટ કેટલી પ્રવૃત્તિમાં મગ્ન છે. કોઈ પણ વસ્તુ વિશે તેને માહિતી હોય. તે વિચાર કરવાની અદભૂત

શક્તિ ધરાવે છે. સાચું શું અને ખોટું શું તેની પરખ હોય છે. મન કે મગજના કમપ્યુટરમાં કેટ કેટલી વાતો

ભંડારેલી છે.  યથા સમયે તેનો છૂટથી ઉપયોગ પણ કરે છે. મગજમાં તત્વજ્ઞાન ભર્યું છે. ધર્મ વિષે વાત

કરતાં થાકતું નથી . બીજાના મનમાં શું ચાલે તે પણ તેને ખબર છે ! આવતી કાલે શું બનશે યા તેના કાર્યનું

શું પરિણામ આવશે તે બધાની માહિતિ ધરાવે છે. આ મનનું શરીર તથા આપણા શરીરની નર્વસ સિસ્ટમ

સાથે શું સંબંધ છે એ વણ ઉકલ્યો પ્રશ્ન છે.

આવું જ કાંઈ ‘હું’ માટે પણ કહી શકાય! તેનું કોઈ અસ્તિત્વ નથી છતાં તેની આણ વર્તે છે. તે બસ એમ જ

સમજે છે કે મારા જેવું કોઈ નથી ! એ અહંકારી ‘હું’ માત્ર એટલું જ સમજે કે, આ જગતના સર્જનહારે તારા

જેવું બીજું પાત્ર ઘડ્યું નથી ! નથી લાગતું દુનિયાના ૭૦ થી ૮૦ ટકા પ્રશ્નોના ઉત્તર મળી જાય. સર્જનહાર

ખૂબ ચાલાક છે. તેથી તો સૃષ્ટી કોઈ પણ જાતના ખલેલ વગર સુંદર રીતે પોતાનું કાર્ય નિયમિત પણે

કરી રહી છે.

સૂરજ ઉગે છે, આથમે છે. કદી રજા પાડતો નથી. હા, આળસ આવે ત્યારે વાદળા પાછળ સંતાઈ શ્વાસ ખાઈ

લે છે. શિયાળો, ઉનાળો ચોમાસુ નિયમ પ્રમાણે આવી સહુના ખબર અંતર પૂછી જાય છે.

હવે આ ‘મન’ અને ‘હું’ ને આપણા શરીર સાથે કઈ રીતે સંબંધ છે? મન આપણા મગજ અને શરીર સાથે

સંકળાયેલું છે. ભલે તેનું સ્વતંત્ર અસ્તિત્વ નરી આંખે જણાતું નથી ! છતાં એ છે એ હકિકત છે. શું મન

આપણા શરીરથી અલગ અસ્તિત્વ ધરાવે છે? યા તો મનનો સીધો સંપર્ક આપણા દિમાગ સાથે છે ?

તો શું મન એટલે મગજ યા તેનું કાર્ય તંત્ર?

તેવી રીતે શરીરના સમસ્ત અંગોના સમુહનું નામ “હું’  છે.  ‘હું’ વગર તેની કોઈ ઓળખાણ નથી. નાનું

બાલક જ્યારે ‘ હું’થી અજાણ હોય છે ત્યારે કહે છે, ‘શીલને ભૂખ લાગી છે. શીલને નીની આવે છે’!  જેમ

મોટો થાય પછી ‘મને શબ્દ વાપરે છે. ‘હું, સત, ચિત યા આનંદ છે?’ હું કોણ’? એ ખૂબ ગહન પ્રશ્ન છે.

‘હું ‘ની જાતિ કઈ?  હું સર્વ કાળમાં અસ્તિત્વ ધરાવે છે. ‘હું’ જ્યારે નરમ હોય છે ત્યારે આસપાસના લોકો

તેને ખૂબ ખરાબ રીતે સતાવે છે. જ્યારે ‘હું’ અહંકારી અને ગુમાની હોય છે ત્યારે તે આસપાસના લોકોને

તુચ્છ સમજે છે. આ ‘હું’ સમતા ધારણ કરે ત્યારે તેના દેહનું ગૌરવ જાળવે છે. એ ખૂબ કઠીન કાર્ય છે. ‘હું’

નું યોગ્ય સંચાલન સદા જાગ્રતતાને આભારી છે.

તે પ્રમાણે મનને ‘મર્કટ’ની ઉપમા આપવામાં આવી છે. તેને નાથવું નામુમકિન છે.  શક્ય બનાવી તેને

કાબૂમાં લાવવા ધ્યાન, યોગના પ્રયોગોએ થોડી સફળતા મેળવી છે. જો રસગુલ્લા ભાવતા હોયઅને

જોઈએ એટલે મન ખાવા લલચાય. તેમાં જો  ‘ડાયાબિટિસનું’ સામ્રાજ્ય ફેલાયું હોય તો તે સ્વાસ્થ્યને

માટે હાનિકર્તા છે. છતાં જોઈને ખાવાનું મન થાય. હવે જો મન પર સંયમ કેળવ્યો હોય તો એક યા

બે ખાઈને સંતોષ માણો. કદાચ એ મન કાબૂમાં ન હોય તો અડધો ડઝન ખાઈ પરિણામ ભોગવો.

ઈન્સ્યુલિન લો યા બે ડાયાબિટિસની ગોળી વધારે ગળો ! આ છે મનની અસલિયત !

વિજ્ઞાનના મત પ્રમાણે મન, કોઈ પણ વસ્તુ વિષે શું ધારે છે, વિચારે છે અને તેમાંથી શું શીખે છે

એ દરેક વ્યક્તિ પર આધાર રાખે છે. પદાર્થ ભલે એક હોય પણ તેને નિહાળનાર તેમાંથી શું તારણ

કાઢે એ ‘મન’ સહુનું અલગ હોય. આ જગજાહેર સહુનો અનુભવ છે.  ‘મન’ ભલે સામાન્ય શબ્દ છે.

કિંતુ દરેક જીવંત પ્રાણી યા મનુષ્યમાં તે અલગ અલગ ભાગ ભજવે છે. દરેકમાં તેની કાર્યક્ષમતા

ભિન્ન છે. ઘણા મનને પૂર્વ જન્મના સંસ્કાર પણ માને છે. ‘મન’ જગ્રતતા, અહેસાસ, યા આપણું લક્ષ્ય

પણ કહી શકાય ! વસ્તુ, યા દૃશ્ય જોઈને થતો અનુભવ. આ ચંચળ મન સ્થિર કરવું એ ખૂબ કપરી

ક્રિયા છે. તેને નાથવાના  મોટાભાગના પ્રયાસો નિષફળ નિવડે છે.

એક મત એવો પણ છે, ‘હું’ ને જેમ અવગણીએ છીએ તેમ તે વેગથી ધસી આવે છે. સામાન્ય રીતે આ બન્નેને

‘ દ્રષ્ટા’ ભાવે નિહાળશું તો જીવન રસમય અને સુગમ બનશે !

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

20 09 2015
pareejat

sundar

20 09 2015
મૌલિક રામી "વિચાર"

Very very nice!! Little heavy for me though..

21 09 2015
NAVIN BANKER

આપને ખુબ સુંદર વિચારો આવે છે. મારે માટે આ બધું બહુ ભારેખમ છે. છતાંયે, એટલું તો ચોક્કસ કહીશ કે આપ સારા વિચારક છો.

નવીન બેન્કર

21 09 2015
dipakvaghela

Kharekhar Khub j Saras… Vanchavanu Chalu karyu lagyu ek be line vanchish pan ek be line vanchi to biji next line vanchavani itchha thai vanchata vanchata last ma aavyo tyare aap na lakhan ne teni chhap chhodi didhi hati Mara “Man” par,,,,,,,

21 09 2015
pravina Avinash kadakia

તમારા બધાના અભિપ્રાય લખવા માટે ઉત્સાહ પ્રેરક છે. ખૂબ ખૂબ આભાર.

પ્રવિનાશ

22 09 2015
Mukund Gandhi

Good thought-provoking article. Congratulations.

Mukund

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: