એકના એક દીકરાને પરણાવ્યોઃ

23 09 2015

wedding

 

 

 

 

 

 

****************************************************************************************

અનીષ જનમ્યો ત્યારે દાદા અને દાદી એ આખા ગામમાં પેંડા વહેંચ્યા હતા. સાત ખોટનો

દીકરો હતો. અનિરૂદ્ધભાઈ અને અરૂણા બહેનની સાત પેઢીમાં દીકરાના દર્શન થયા ન હતા.

અરૂણાને તો સાસુ અને સસરા ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે કરે. એમાંય જ્યારે તેને

ખોળે કનૈયા કુંવર જેવો અનિષ આવ્યો ત્યારે એના માન પાન વધી ગયા. અનિરૂદ્ધભાઈના

બધા ભાઇ તેમજ બહેનને ત્યાં લક્ષ્મી હતી. અરૂણા બહેનની મમ્મીને ત્રણ દીકરીઓ અને

સહુને ત્યાં પણ લક્ષ્મી. અનીષ ખૂબ લાડકોડમાં ઉછર્યો. કશી વાતની કમી ન હતી. ઈશ્વર

કૃપાથી અનિરૂદ્ધભાઈને ધંધામાં સારી ફાવટ આવી ગઈ હતી.

અનીષનું બાળપણ સુંદર હોય તેમાં શંકાને સ્થાન ન હતું. અનીષ હતો પણ ખૂબ રમતિયાળ

અને સુંદર. જોનારની આંખમાં વસી જતો. ‘મમ્મી, આજે લંચના  ટિફિનમાં શું મોકલાવીશ?’

‘બેટા તારે શું ખાવું છે?’

‘મમ્મી, આજે મારો મિત્ર પણ  સાથે જમશે. પુરણપોળી અને ખાંડવી મોકલજે’.

અરૂણા બહેન મહારજને કહેતાં અને સોનુ જમવાના સમયે ટિફિન લઈને પહોંચી જતો.

બધી સુખ સાહ્યબી હોવા છતાં અનીષ જરા પણ ઉછંગ ન હતો. તેનું વર્તન આંખે ઉડીને

વળગે તેવું હતું. ભણવાનો રસિયો વર્ગમાં ધ્યાન આપે .

અરૂણાબહેનને ગર્વ થતો દીકરો પરગજુ છે. આમને આમ બાલપણ  ક્યાં હાથતાળી

આપી વિદાય થયું, ખ્યાલ પણ ન રહ્યો.  અનીષને ભણવાનું ગમતું. રમત ગમતમાં

ભાગ લેતો. સ્વિમિંગ તેનો પ્રિય સ્પૉર્ટ હતો. કસરત નિયમિત કરતો તેથી તેની તંદુરસ્તી

સારી હતી. ઉંચાઈ તેને પપ્પા અને દાદા તરફથી મળી હતી. વગર ડોનેશને તેને આઈ.

આઈ. ટી.ના કમપ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું.  ૨૧મી સદીએ જોયો

કમપ્યુટરનો ચડતો સિતારો!  ભારતમાં ઈન્ફોસિસ અને અમેરિકામાં બિલ ગેટની કંપની,

માઈક્રોસોફ્ટ તેના ખાસ  આકર્ષણનું કેન્દ્ર  હતાં. !

અનીષ જાણતો હતો પપ્પા અમેરિકા જવાની હા, નહી પાડે ! એકનો એક સહુની આંખનો

તારો. કઈ રીતે અમેરિકા જવાય તે વિચારી રહ્યો. આઈ. આઈ. ટી.માં માઈક્રોસોફ્ટ કંપનીના

માણસોનું ડેલિગેશન આવ્યું હતું. અનીષે તેમને સારા એવા ઈંપ્રેસ કર્યા હતા. ગ્રેજ્યુએટ થયો

ત્યારે સામેથી ઑફર મૂકી. અનીષ હાથમાં આવેલી સુવર્ણ તક ગુમાવવા માગતો ન હતો.

તેની અમેરિકા ભણવાની જીદ પપ્પા અને મમ્મીને ખબર હતી. દાદા તો એ વાતથી ખાટલા

ભેગા થયા હતા. બાળકોની જીદ આગળ માતા અને પિતા હમેશા નમતું જોખે છે. અનિરૂદ્ધભાઇ

અને તેમના ધર્મપત્ની અરૂણા બહેને કાળજે પથ્થર મૂકી દીકરાને અમેરિકા મોકલ્યો.

અનીષની હોંશિયારી અને વાક ચાતુર્યને કારણ એક પૈસાનો ખર્ચ પણ ન થયો. આનાથી વધુ

ખુશી અનીષ માટે શું હોઈ શકે ? સમય આવી પહોંચ્યો. આઈ.આઈ.ટી.માંથી સ્નાતક થઈ ગયો.

બસ હવે અમેરિકા જવાની તૈયારી કરવાની હતી.  ત્રણ મહિનાની મુદત આંખના પલકારામાં

પસાર થઈ ગઈ. ઘર નીચે ટેક્સી આવીને ઉભી હતી. અનીષને ખબર હતી ,જો એરપૉર્ટ પર

તેને મૂકવા આવશે તો બધા ખૂબ રડશે. તેણે આજીજી કરી મને કોઈ મૂકવા આવશો નહી.

મારા બે મિત્ર આવશે. અનિરૂદ્ધભાઈએ કોઈ વાંધો દર્શાવ્યો નહી. તેમને ખબર હતી હવે,

‘દીકરો મોટો અને જુવાન થઈ ગયો છે’!

અનીષને શરૂઆતમાં થોડું કઠીન લાગ્યું પણ ચડતું લોહી, ધીરે ધીરે ગોઠવાઈ ગયો.સાથે

કામ કરતી એલસાએ સારી મદદ કરી. તેની આંખમાં અનીષ વસી ગયો હતો. આખરે જેનો

ડર હતો એ થઈ ગયો ! ‘પ્રેમ’. અનીષનો પ્રોગ્રેસ બન્ને દિશામાં ખૂબ સુંદર હતો. એલસા ખૂબ

સુંદર, ચપળ અને હોંશિયાર હતી. અનીષ પણ ગાંજ્યો જાય તેવો ન હતો. ભારત કરતાં તેને

અંહીની છોકરીએ આકર્ષ્યો. એલસા, વ્હાઈટ’ હતી એટલે નહી, પણ તેની વિધવિધ ‘હોબી’

બન્ને વચ્ચે સેતુ બની.

મુંબઈથી ફૉન આવે ત્યારે ખપ પૂરતી વાત કરે.  ખાસ ધ્યાન રાખે કે એલસા સાથે્ના પ્રેમ

પ્રકરણની ગંધ પણ તેમને ન આવે. અનીષના દાદા હવે થોડા બિમાર રહેતા હતાં. જો

તેમને આ વાતની ખબર પડે તો દુનિયા આખી ઉપર તળે થઈ જાય. મમ્મીની વાત પરથી

લાગતું હતું, ‘જો અનીષ જલ્દી ભારત આવે તો તેના ઘડિયા લગ્ન લઈ લે. જેથી એમના

આત્માને શાંતિ મળે’! અનીષ ભારત જવાની વાત ટાળતો. ત્યાં અચાનક એક દિવસ તેના

પપ્પાનો ફૉન આવ્યો.

‘ગઈ કાલે રાતના દાદાને શ્વાસની તકલિફ થઈ. ડૉક્ટર આવે તે પહેલાં તેમનું પ્રાણ પંખેરું

ઉડી ગયું’.

દાદાની અંતરની ઈચ્છા પૂરી ન થઈ તેનો અનિરૂદ્ધભાઈને વસવસો રહી ગયો. અનીષને

લાગ્યું હવે મમ્મી અને પપ્પાને જણાવું. બન્ને જણા ખૂબ નારાજ થયા. પપ્પાને ખબર હતી

હવે કશું વળવાનું નથી. શામાટે એક ના એક દીકરા સાથે મન દુઃખ કરવું. ફૉન ઉપર ખૂબ

પ્રેમથી વાત કરી. ધીરે રહીને જણાવ્યું,’ હું ને તારી મમ્મી આ્વીએ પછી ત્યાં લગ્ન લઈશું’ !

અનીષે આવો સુંદર પ્રતિભાવ મળશે તેવી આશા રાખી ન હતી. ખૂબ ખુશ થયો. એલસા

સાથે લગ્નની વાત છેડી.

શરૂમાં તો, ‘શી રિફ્યુઝ્ડ’. અનીષે ખૂબ પ્યારથી કહ્યું. આપણે એક બીજાને ત્રણ વર્ષથી

જાણીએ છીએ. ‘વી લવ ઈચ અધર અ લૉટ’.  

એલસા, ‘વી આર યંગ’.

અનીષ, ‘નોટ ધેટ યંગ’ સી માય પેરન્ટ્સ આર કમિંગ’

આખરે એલસા માની તો ગઈ .તેને વેડિંગ ખૂબ સાદાઈથી અને થોડા માણસોની  હાજરીમાં

કરવા હતા. અનીષે ખૂબ સમજાવી પણ માની નહી.

આખરે અનીષે એક વિકલ્પ શોધી કાઢ્યો. પપ્પા અને મમ્મી આવે તે જ દિવસે એક નાના

ચેપલમાં લગ્નની તૈયારી કરી લીધી. બધું છુપું રાખ્યું. માત્ર એલસાના પેરન્ટસ, એક નાની

બહેન અને તેના ભાઈ ભાભી.  આ બાજુ અનીષના મમ્મી, પપ્પા અને તેના ત્રણ જીગરી મિત્રો.

બધું મળીને માંડ દસથી બાર જણા થયા.

એરપૉર્ટ્થી સીધા મમ્મી અને પપ્પાને લઈ ચેપલ પર પહોંચ્યોા.  અજાણ્યા માણસોની સામે

કોઈ પણ પ્રકારનું બેહુદું વર્તન  ન થાય તેનો અનિરૂદ્બભાઈ અને અનીષની મમ્મીએ ખ્યાલ

રાખ્યો. રાતના બન્નેને  ઘરે મૂકી અનીષ, એલસા સાથે મધુ રજની માણી રહ્યો.

અનીષના મમ્મી માત્ર એટલું જ બોલ્ય’ લો સાંભળો છો ? જુઓ આપણે એકના એક દીકરાને.’

વાક્ય પુરું થાય તે પહેલાં અનિરૂદ્ધભાઈએ તેમને વહાલથી નજીક ખેંચી આગળ બોલવા ન

દીધા!

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

23 09 2015
NAVIN BANKER

અંતે, બાપ અને દીકરાએ સાથે જ મધુરજની માણી….વાહ, ભાઇ વાહ !
નવીન બેન્કર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: