” સ્વપનું સાકાર ન થયું” !

************************************************************************************

આજકાલ કરતાં ૪૦  વર્ષ અમેરિકામાં ગુજાર્યા. ડૉક્ટર ન થયાનો અફસોસ આખી જીંદગી

રહ્યો. નાનપણથી ડૉક્ટર થવું હતું. પપ્પાનું અચાનક ગાડીના અકસ્માતમાં  મૃત્યુ થયુ તેથી

એ વિચારને તિલાંજલી આપી. એન્જીનિયર થઈ કામ ચલાવ્યું. ખબર છે ને વાણિયાનો મોટો

સદા દુઃખી. નાના ભાઈ બહેનની જવાબદારી તેના પર હોય. એ સનાતન સત્ય પિતાજી મને

સમજાવીને ગયા હતા.

‘બેટા  જે કુટુંબમાં મોટો દીકરો ઉદાર અને સમજુ હોય તે ઘર સદા સુખી નિવડે’ !

પિતાજીની હયાતીમાં તેનો અર્થ સમજવાની બહુ કડાકૂટ કરી ન હતી. આજે તે સુવર્ણ અક્ષર

હૈયે કોતરાઈ ગયા છે.  બે નાના ભાઈ અને નાની બહેનના લગ્ન પછી મારો સંસાર ફુલ્યો

ફાલ્યો. આજે બીજું પણ એક યાદ આવી ગયું. ‘નિવૃત્તિની કિનારે બેઠેલો હું, શાને થોડો

અસંતોષી છું ? કારણ  અમેરિકા આવ્યો ત્યારથી યેન કેન પ્રકારેણ ‘મોલિયોનેર’ થવાના

સ્વપના જોતો હતો. આ ભૂમિ દરેકને પોતાના શમણાં પૂરા કરવાની તક આપે છે !

ભર જુવાનીમાં ખૂબ મહેનત કરી. હાથમાં એન્જીનિયરિંગ કૉલેજની ડીગ્રી, દેખાવમાં સુશાંત સિંહ

રાજપૂતથી કમ નહી એવો હું  અમેરિકા આવ્યા પછી પ્રગતિ સાધી શક્યો.  સવાર સાંજ એક કર્યા

. બાળકોની હર માગ ને પહોંચીવળવાનો પ્રયત્ન કર્યો. નસિબ સારા હતા ,પત્ની ખૂબ સમજુ

અને પ્રેમાળ હતી. ફિઝિકલ થેરપિસ્ટ સારું કમાતી. પોતાનો મુલક છોડીને અંહી ભાગ્ય અજમાવવા

આવ્યા હતા.

જુવાની દિવાની હોય છે. તે સમયે ભવિષ્યનો એક જ વિચાર, બાળકોને ભણાવી ગણાવી ઠેકાણે

પાડ્યા પછી જો નસિબમાં હશે તો સ્મશાન ભેગા ભારતમાં થઈશું.

‘નહોતી ખબર મુજને જવાની એક દિન ચાલી જશે.

કાલે શું થશે આપણી કિસ્મતમાં કિરતારને ખબર  હશે’ !

બસ, એમ જ થયું. બાળકો ભણ્યા, ઘર વસાવીને દૂર ચાલ્યા ગયા. તે ક્ષણે મન બોલી

ઉઠ્યું,’ તું પણ આમ ભારતમાં માતા અને પિતાને ત્યજી ૧૦,૦૦૦ માઈલ અમેરિકા આવી

વસ્યો હતો.”

‘ખેર, એ બધું તો થવાનું હતું. હવે શું? ‘

ખરી વાત તો હવે શરૂ થાય છે. ૧૯૮૦ના તબક્કામાં અમેરિકામાં ભયંકર ‘રિસેશન’ હતું’. ‘

સારા પગારની નોકરીમાંથી પાણીચું મળી ગયું. આવી ગયોને આપણો શબ્દ ? અંહી તો

ભાષા ખૂબ અલંકારિત વાપરે છે.  સને ૧૯૮૫,  ફેબ્રુઆરીના છેલ્લા શુક્રવારે,’પિન્ક સ્લિપ ‘

પકડાવી. લટકતે મુખડે ઘરે આવ્યો. હાથમાં આટલા વર્ષ દરમ્યાન કરેલા કાર્ય અને

સેવિંગ બધા હિસાબનું કાગળિયુ હતું! સોહનને તો એમ લાગ્યું જાણે એ નિરાધાર થઈ

ગયો !

‘સુરભી અજાણ હતી. બાળકો કૉલેજમાં જવાની તૈયારીમાં હતા. મારું મુખારવિંદ જોઈને

કશુંક ઠીક નથી એવું તો તે કળી ગઈ હતી.શાંતિથી જમ્યા પછી અમે વાતોએ વળગ્યા’.

વિક એન્ડ હતું એટલે બન્ને બાળકો મિત્ર સાથે બહાર હતા. મેં એને વાત કરી.

‘બસ, આટલી અમથી વાતમાં આવું મોઢું ચડાવવાનું  સોહન ‘.

‘તને શું આ નાની સુની વાત લાગે છે’? મેં પ્રતિ પ્રશ્ન કર્યો.

‘શામાટે ફિકર કરો છે? મારો જોબ છે. મને મેડિકલ બેનિફિટ્સ પણ મળે છે. તમારા

પૈસામાંથી કોઈ ધંધો શરૂ કરીશું. બાળકો તો હવે આ સમર પછી કૉલેજમાં જશે. આપણે

બે જણા મહેનત કરી , પૈસા કમાઈશું અને બાલકોને ભણતર પુરું કરવાની તક આપીશું’.

મારા હૈયેથી દસ મણની શીલા ખસી ગઈ. ગૌરવભેર હું સુરભીને નિરખી રહ્યો. આ મારી

પત્નીએ જિવનમાં ખરેખર’ જીવન’ ટકાવ્યું છે. તેની હિંમત પર હું વારી ગયો. મને નાસીપાસ

જોવો તેને મંઝૂર ન હતું. મારી પડખે હિંમતથી ઉભી રહી.

આમ જીવન પસાર થયુ. એક મિત્ર ભારત જતો હતો. તેનો ‘લિકર સ્ટોર’ ખરીદી લીધો. ખૂબ

મહેનત કરી. સુરભી, શનિવાર અને રવીવારે આવી મદદ કરતી. શનિવારે સ્ટોર મોડેથી

ખોલવાનો અને રવીવારે વહેલો બંધ કરવાનો. અમારી બન્નેની મહેનત રંગ લાવી. ધંધો

સારો જામ્યો હતો. ઘર પન ખૂબ સરસ લત્તમાં નવું લીધું. બાળકો ખુશ હતા. સુરભીની

મનગમતી મર્સિ્ડિઝ  બે્ન્ઝ કનવર્ટેબલ આંગણામાં આવી.

અમેરિકામાં દારૂ, વાઇન અને સુંદર ડ્રીંક મિક્સ ખૂબ વપરાય. સાથે આકર્ષક પેકેટમાં

નટ્સ આપણો સૂકો મેવો પણ વેચતા. આ ધંધામાં મંદી જવલ્લે જ દેખાય. તેમાં ય

સ્ટોરનું લૉકેશન ખૂબ સરસ હતું. શિકાગોના નોર્થબ્રુક એરિયામાં જ્યાં ડૉક્ટર્સ, બેઝબૉલ

અને બાસ્કેટ બૉલ પ્લેયર્સ રહેતા હોય ત્યાં પૂછવું શું ?  જેને કારણે નિયમિત આવનાર

ગ્રાહક વર્ગ સારો તેમ જ પૈસા ખર્ચી શકે તેવો હતો. આ એરિયામાં ક્રાઈમ રેટ બહુ નીચો

હોવાને કારણે શનિવારે ઘણી વાર ૧૨ વાગ્યા સુધી ખુલ્લો રાખતા.

એ એરિયાનો પોલિસ મિત્ર હતો. ખાસ અમારી શૉપ પાસે આંટા મારે. થોડું ઘણું મિત્રતાને

દાવે ફ્રીમાં આપું જેનાથી બન્નેને લાભ. આમ સુરભીની નોકરી અને મારો સ્ટૉર, બાળકો

ભણીને પરણી ગયા. તેમની લાઈફમાં ખૂબ સુંદર રીતે ગોઠવાઈ ગયા.

‘હની, આપણેે ખૂબ મહેનત કરી. બાલકો પણ ઠેકાણે પડી ગયા. મને લાગે છે હું હવે નોકરી

છોડી દંઉ’. લગ્નને ૩૫ વર્ષ થઈ ગયા હતા. સુરભી ૬૦ની અને હું ૬૫નો થયો હતો.

‘આજે મેં સુરભીને જીવનમાં થાકેલી જોઈ’. સોહન વિ્ચારી રહ્યો. ખરેખર હવે જીવનમાં

તેને સાહ્યબી ભોગવવાનો સમય આવી ગયો છે. આખી જીંદગી મહેનત કરી છે ! ભલે

હવે બાકીની જીંદગી એશો આરામમાં ભોગવે. એની વાતને સંમતિની મહોર મારી.

‘હા, તું થોડો આરામ કર, આપણે હવે મિલિયન  ડૉલરમાં ખૂબ થોડા ખૂટે છે’. હજુ સોહનને

મિલિયન ડૉલર કમાવાની એષણા હતી. એ ભૂલી ગયો કે ‘પેલો ઉપરવાળો જવાને સમયે

એક  પેની પણ સાથે લઈ જવા દેતો નથી ‘!એવી કોઈ બેંક ઉપર નથી જ્યાં ચેક ડિપોઝિટ

થાય કે કેશ જમા કરાવાય. ટ્રાન્સફરનો તો સવાલ જ પેદા થતો નથી !

‘શું હજુ તારા દિમાગ પર મિલિયન ડૉલરનું ભૂત સવાર છે’? સુરભી વિસ્મયતા પૂર્વક પતિને

નિરખી રહી. જુવાની ગઈ , ઘડપણ બારણું ખટખટાવે છે છતાં પણ આ વાત તેના દિમાગમાં

અસ્તિત્વ ધરાવે છે, તે માની ન શકી ! સોહન હવે આપણે ,”કઢ્યા એટલા કાઢવાના નથી”!

‘કેમ તને વાંધો છે?’ સોહન ખડખડાટ હસતાં બોલ્યો. ‘પ્રિયે એ તો મારું ‘સણોલું સપનું ‘ છે.

‘ના, પણ જો તું  અને હું સાથે નિવૃત્તિ લઈએ તો બન્નેને હરવા ફરવાની મઝા આવે’ .માને તો

સોહન શાનો!

સુરભી નિવૃત્ત થઈ ગઈ.  તેણે બે મહિનાની નોટિસ આપી. બન્ને જણાને મેડિકેર મળતું હતું.

સોહન હજુ માનતો ન હતો. એક દિવસ મોડી રાતે ઘરે આવતા કોઈ અજાણી દિશામાંથી

ગોળી આવી. તેને વાગવાને બદલે ગાડીને વાગી.

આખી રાત બન્ને એ અજંપામાં ગુજારી. સુરભી તો સોહન વાત કરતો હતો ત્યારે ધ્રુસકે, ધ્રુસકે

રડી રહી હતી. સોહનને વળગીને આખી રાત પસાર કરી. સવારે ચહા પીતા ટેબલ પર વાત છેડી.

‘બસ, હવે હું તારી એક પણ વાત નહી સાંભળું. સ્ટોર રાતે ૧૦ વાગે બંધ કરવાનો. બે મહિનાની

અંદર યેન કેન પ્રકારે આ સ્ટોર વેચવાનો છે’! નહિ તો , મને સતાવીશ નહી હું ન કરવાનું કરી

બેસીશ !

બસ ‘શિકાગો ટ્રીબ્યુનમાં’ સ્ટૉર વેચવાની જાહેરાત મૂકી દીધી.

સોહને વિચાર્યું , ‘શમણાને માર ગોલી! સુરભી સાથે જીંદગી જીવવી અગત્યની છે ‘! મિલિયનમાં

થોડા ખૂટે છે , ભલે ખૂટતાં !

7 thoughts on “” સ્વપનું સાકાર ન થયું” !

Leave a reply to vijayshah જવાબ રદ કરો