૨જી ઑક્ટૉબર, ૨૦૧૫

2 10 2015

આજનો દિવસ કેમ ભૂલાય? પૂજ્ય ગાંધી બાપુનો જન્મ દિવસ.બાપુ,તમારા જીવનના
પ્રસંગો વાંચું કે સાંભળું ત્યારે હૈયુ હાથ રહેતું નથી. અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન
કેવી પ્રીતિ અને દેશભક્તિ સહુના લોહીમાં વહી રહી હતી.ક્યારે એ ભાવના લુપ્ત થઈ
ગઈ,બાપુ તેનો અંદાઝ લગાવવો મુશ્કેલ છે.

ઘણી વાર બેહુદો વિચાર આવે છે. સારું થયું તમે ગોળીએ વિંધાયા. નહિતર બાપુ
તમે ભારતની આઝાદી પછીના હાલ જોઈ એક દિવસ ચેનથી ન સૂઈ શક્યા હોત!
એમાં વળી આજના ભારતમાં પૈસો પરમેશ્વર અને પરદેશી માલની બોલબાલા જોઈ
તમારું હૈયું છલની ગયું હોત!

બાપુ,અંગ્રેજો આપણા લોકોનું લોહી ચુસી મોજ માણતા અને ધન ઈંગ્લેંડ ભેગું કરતા.
આજે,આપણા જ લોકો પ્રજાને છેતરી લુંટે છે.એમાંય આ જવાહરલાલના વંશવેલાએ
તો દેશનું નિકંદન કાઢવામાં પાછું વળી જોયું નથી.અમીચંદો આપણા દેશમાં પહેલા
હતાં તેના કરતા અનેકગણા આજે છે.’ઘર ફૂટે ઘર જાય’, આપણે જ આપણા
દુશ્મન છીએ.કોની આગળ જઈ રોદણાં રોવાના?

બાપુ, ગુજરાતે પાછું નામ ઉજાળ્યું. તમે, વલ્લભભાઈ પટેલ અને બીજા અનેક દેશ
પ્રેમીઓની માફક આજે આપણા દેશની સુકાન વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીના હાથમાં છે.
સોનિયા અને તેનો રાહુલ સખણા બેસતા નથી. કામ કરવામાં રોડાં નાખે છે. તેની
પ્રિયકા અને વઢેરા પણ કાંઈ ઓછા નથી. ખૂબ લુંટીને દબાવી, ચેન ઉડાવે છે.

બાપુ, તમે કઈ રીતે પાછી એ ચેતના જગાવી શકો? માતૃભૂમીનો પ્યાર કેમ કોઈના
દિલમાં વસતો નથી. આધુનિકતાની આંધળી દોટમાં ટકવાનો એક રસ્તો દૃશ્યમાન
છે. “યેન કેન પ્રકારેણ પૈસો”! તે કયે માર્ગેથી આવ્યો તેની ઝંઝટમાં નહી પડવાનું.

બસ, બાપુ આજના શુભ દિવસે દિલ દુભવશો નહી. આ તો હૈયુ ખાલી કરવાનો મોકો
મળ્યો. બાકી તમારી દેખભાળ કરજો. અમારી ચિંતા કરશો નહી.તમારા વિચારો,તમારી
વાતો મારા જીવનને માર્ગદર્શન પુરું પાડે છે. એવા સેંકડો પ્રજાજન છે, જેમને તમારામાં
સંપૂર્ણ શ્રદ્ધા તેમજ વિશ્વાસ છે. તમારી ખ્યાતિ વિશ્વભરમાં વ્યાપી છે.

બાપુ આપણા દેશમાં પ્રગતિ ચારે દિશામાં ફેલાઈ છે. આજનું યુવાધન ખૂબ ખંત, ઉત્સાહ
અને ઉન્નતિની દિશામાં કૂચ કરી રહ્યું છે. વિશ્વમાં નામના કાઢી ભારતમાતાનું શિષ ગર્વથી ઉંચુ
કર્યું છે. આપણા રાજકારણીઓ અને ખંધા ખુસુડ બુઢાઓ હજુ પૈસા અને સત્તાના ભૂખ્યા છે.
તે સહુ અમરપટો લઈને આવ્યા છે. જુવાનો સત્યને રસ્તે ચાલી પોતાની રાહ કંડારે છે. બસ
તેમનું ખમીર ટકી રહે તેવી પ્રાર્થના!

બાપુ તમે પણ સામાન્ય જનની જેમ ‘બે પગા’ માનવી હતા ! કેવી રીતે આ જન્મ ઉજાળી
ગયા? એક જીંદગી જીવવાની છે. સત્યનો પંથ કંટક સભર છે, પણ ધ્યેય હાંસિલ કરાવે છે !

ચાલો ત્યારે અમારી ફિકર કરશો નહી.


Actions

Information

4 responses

2 10 2015
મૌલિક રામી "વિચાર"

ખૂબ સુંદર આલેખન. ગાંધીજી એક સંત મહાત્મા, સાધુ જેવું જીવતા હતા. પણ એમણે ક્યારેય કોઈ ની સેવા લીધી નથી. હંમેશા આપણા દેશના નાગરીકોની સેવા કરી છે.

2 10 2015
pravina Avinash kadakia

હલો મૌલિક

ભાઈ, તારા જેવા યુવાનને આ લેખ ગમ્યો જાણી ઘણો આનંદ થયો મન, માનસ અને

માનવી બ્લોગ ઉપર તારું આવવું ખૂબ ગમે છે.

જય હિંદ

પ્રવિના આંટી

3 10 2015
મૌલિક રામી "વિચાર"

પ્રોત્સાહન આપવા માટે ખુબ ખુબ આભાર પ્રવિના આંટી. મારુ વાંચન જ મે ગાંધીજી ના જીવન ચરિત્ર પર થી શરૂ કર્યુ હતું.અને સવાર મા ઉઠી ને પ્રથમ દસ મિનીટ મૌન પાળવા નું પણ એ વાંચી ને જ શીખ્યો. તમારો reply વાંચી ને ખુબ આનંદ થયો. મને પણ કંઈક માર્ગદર્શન આપતા રહેજો. જય હિંદ

2 10 2015
Raksha

Very good message for us!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s




%d bloggers like this: