ઓશિકું

9 10 2015

 

 

 

ppillow

**************************************************************************************

 

 

 

 

 

 

 

 

 

 

 

ઓશિકું શબ્દ કાને પડતાં ૬’* ૬’ ની જગ્યા શોધવા મંડીના પડતાં.
ક્યાં જગ્યા દેખાય અને માથા નીચે દબાવીને નસ્કોરાં બોલાવવા લાગી
જઈએ.એ નહોય નવશેકુ,એ તો મજાનું સાટિનનું કે મખમલનું ! જેવું
સુંવાળું મઝાનું ઓશિકું માથા નીચે મોક્યું હોય ત્યારે સ્વપનાના દેશમાં
સૂતાની સાથે તરત પહોંચી જવાય. ત્યાં જવા માટે ટિકિટ લેવાની કોઈ
માથાઝીંક નહીં.વાસ્તવિકતાથી દૂર સુહાના દેશમાં સહેલ કરવાની વગર
પૈસે ખૂબ મઝા પડે!.

બધાંને જ કાંઈ નરમ અને સુંવાળું ઓશિકું ન જોઈએ. કોઈને ગમે
પથ્થર જેવું તો કોઈને ગમે શીમળાના રૂ નું બનાવેલું. દરેકની અપની
અપની પસંદ. મારા ઘરવાળાને બે જોઈએ માથા નીચે અને બે પગમાં.
એવી મઝાની તાણે કે જાણે સંગીતનો જલસો ના ચાલતો હોય. નગારા
અને હાર્મોનિયમના સૂર સંભળાય. અરે પેલા પોલિસદાદાની સીસોટીનો
અવાજ પણ આવે.

ઓશિકાના ચક્રવ્યુહમાં ભરાઈ પડ્યા તો હાલ બેહાલ થશે. કોઈ ગોળ તો
કોઈ ચોરસ, પેલા જાડા તકિયા જોયા છે? પેલા ઢોલિયાનો રૂઆબ કાંઈ
ઔર. શું છટાદાર બેઠક અને તેનાં પર બેસવાની કળા આફરીન થઈ જવાય.
એમાં વળી અમેરિકાથી આવેલો પેલો ‘વીની,’ દાદીમા પાસે તેના જેટલું લાંબુ
ઓશિકું બનાવડાવીને જ જંપ્યો. મને તો મનમાં એમ થયું કે જો આવડું મોટું
ઓશિકું બાજુમાં હોય તો ઘરવાળાની ગેરહાજરી વરતાય નહીં. એની લંબાઈ
અને પહોળાઈ જોઈને મારી તો આંખો ચકરાઈ ગઈ.

રખે માનતા કે ઓશિકું જેટલું મોંઘુ હોય તેટલી ઉંઘ સારી આવે? ખોટા ભ્રમમાં
રાચતા નહીં. જો મહેનતુ હશે તો સાદા ઓશિકાથી પણ ગાઢ નિંદ્રા માણી શ્કશે.
આળસુ તથા કામકાજ વગરનાં માનવીને ૫૦૦રૂ. નું ઓશિકું પણ તારા ગણાવશે.
પેલી સુનયના તો વળી ઓશિકાની જરૂરત નથી હોતી. હાથનું ઓશિકું બનાવે!

એક ખાનગી વાત કહેવી છે આ તો તમે રહ્યાં ઘરના એટલે કહ્યા વગર રહી શકતી
નથી.અમારા પેલા ચંપકકાકા જ્યાં જાય ત્યાં પોતાનું ઓશિકું બગલમાં દબાવીને
લઈને જાય. તમે ભલેને કહો કે, કાકા મેં આ વર્ષેજ નવા ઓશિકા બનાવડાવ્યા
છે. સણસણતો જવાબ આપશે, ડાહ્યો થા માને, ગાદલું ગમે તેવું ફાવે ઓશિકું તો
મારું જ જોઈએ. કાકી પણ ખૂબ રંગીન કાકાના ઓશિકાની ખોળને હાથેથી ભરે ને
વળી ઝીણી કિનાર પણ ચોડે.પછી કાકાને તેજ ઓશિકું ફાવે ને?

એ તો ભાઈ જેવા જેમના શોખ. આપણા રામને તો કોઈની ગુલામી ના ગમે.
ગમે ત્યાં રાત ગુજારવાની હોય, ઓશિકું મળે યા ન મળે. હાથ માથા નીચે મુક્યો
નથી ને ઉંઘ આવી નથી.મને ખબર છે તમને ઉંઘ આવે છે પણ ઓશિકાનાં દીલની
વાત સાંભળ્યા વગર ઉંઘવા નહીં દંઉ.

સજ્જન માણસો સૂવા આવે અને મને વૈકુંઠ ની સફરે લઈ જાય.પેલા ડાહ્યાકાકા
એક વાળ શોધ્યો ના જડે તેવા માથે મારા પર પ્રહાર કરે. શાંતિલાલ માથામાં બે
કીલો તેલ ચોપડીને આવે. પેલો મુન્નો મારું લાતોથી સ્વાગત કરે. ઉંવા ઉંવા કરતું
બાળ જ્યારે મારા પર મસ્તક ટેકવે ત્યારે મારું રોમરોમ હરખાઈ ઉઠે. પેલો મારો
પાંચ વરસનો અનુજ મને હવામાં ફંગોળે તો હું આજીજી કરું ભાઈલા મારી દયા ખા.
મારી લાડલી વેદાને પરીઓના દેશની સહેલ કરાવું ને હું રાજીના રેડ થઈ જાંઉ.

મને ખબર છે તમને બગાસા આવે છે. તમને તો મારા વગર ઉંઘ ન આવે ! જુઓ
આજે ખાટલામાં માંકડ થયા હતા ને એટલે મને પણ ધગધગતા તાપમાં અગાસીમાં
નાખ્યો હતો. હમણાં જ ઘરમાં આવ્યો તમારો પ્રિય તકિયો અને ઓશિકું. જરા આસ્તેથી
માથું પટકાવજો! દાઝો તો મારા પર ઉકળશો નહી.પાંચ મિનિટ પછી પ્રેમથી માથુ મૂકજો.
‘હું તમારી સેવામાં હાજર !

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

9 10 2015
Mahendra Shah

સુંદર! ઓશિકાના શબ્દ પ્રયોગ પણ આ પ્રમાણે થતો હોય છે.., મેં કાર્ટુન્સ્માં વાપરેલ. બધું જ (માર્કેટ, મંદીર, રેસ્ટો્રન્ટ, સીનેમા ) ઘરની નજીક હોય તો, આપણે કહીએ છીએ.., ” બધું જ ઓશિકે” છે!
Mahendra Shah

14 10 2015
pravina Avinash kadakia

આ શબ્દ પ્રયોગ ગમ્યો. આભાર.

પ્રવિનાશ

9 10 2015
NAVIN BANKER

મને પણ ઓશીકું બહુ ગમે. માથા પર બે અને પગ વચ્ચે એક. તમારો લેખ ગમ્યો.
નવીન બેન્કર.

9 10 2015
મૌલિક રામી "વિચાર"

ખૂબ જ મજા નો. ઓશિકા ને તમે એક જીવંત પાત્ર બનાવી દીધું.

11 10 2015
dhufari

બહેન
ઓશિકાનું ખાસ વળગણ મને નથી. જીણું હોય કે જાડું હોય ગમે તેવું હોય હા શરત એટલી કે તેના પર માથું ટેકવ્યા પછી ચિકાશને લીધે ગાલે ચોટવું ન જોઇએ, તેના કરતા ન હોય તો ચાલે. આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: