નવરાત્રી +++૨૦૧૫

13 10 2015
navrat

navrat

 

 

 

 

 

 

******************************************************************************************

 

આંખના પલકારામા વર્ષ પુરું થઈ જાય છે. યાદ આવે છે, ગયે વર્ષે નવરાત્રીની
શુભકામના કરી હતી.હજુ ફળી ન ફળી તેનો વિચાર કરું ત્યાં પાછી આંગણે આવી
બારણું ખટખટાવ્યું.

નવરાત્રી એટલે બધી ‘માતા’ને યાદ કરવાનો મંગલ પ્રયાસ! જો કે જે માતાએ
જન્મ આપ્યો છે,તેમાં આ સર્વેનો વાસ છે.જન્મદાત્રી માતા સુખી અને ચિંતા રહિત
હશે તો યમુના મહારાણી, દુર્ગા, અંબા કે કાલી રાજી જ છે. તેમાં શંકાને સ્થાન
નથી. બાકી નવરાત્રીના નવ દિવસ આ બધી માતા’ને પ્રેમે ભક્તિ ભાવથી નિત
નવી સામગ્રી દ્વારા રિઝવવાનો ઠાલો પ્રયાસ મિ્ત્રોને રિઝવશે, માતાને નહી !

નવ દિવસના અપવાસ દ્વારા સંયમ અને સાત્વિકતા જરૂર કેળવાશે. દિલમાં ભક્તિનું
પદાર્પણ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. માને રિઝવવા ગરબે ઘુમવાની મોજ મણાશે.

નવધા ભક્તિના નવ પગથિયા ચડવાની સરળતા કરી આપશે. મંગલતા પ્રસરશે.
શ્રદ્ધા અને વિશ્વાસ રાખી કરેલી ભક્તિ રંગ લાવશે. આપણા દરેક તહેવારો પાછળનો
ગુઢાર્થ સમજી તેનું આચરણ કરવાથી સમગ્ર તન અને બદનમાં એક અનોખી લહેરખી
ફરી વળે છે.

ઘણા લોકોને ફરિયાદ કરતાં સાંભળ્યા છે. આ બધું દર વર્ષે આવે છે. ‘ઓ મારા
બુધ્ધિજીવી ભાઈઓ અને બહેનો માત્ર એટલું જ કહીશ, ‘દર વર્ષે નહી તો શું દર
મહિને આવે ?’તેથી તો આપણા ઉત્સવો, તહેવારોનું ગૌરવ જળવાઈ રહ્યું છે.

નવરાત્રી દિવાળી આવવાનું રણશિંગુ ફૂંકે છે. મુખ્ય ત્રણ દેવીનું અધિષ્ઠાન થાય છે.
‘દુર્ગામાતા,લક્ષ્મીજી અને સરસ્વતિ’.દુર્ગામાતા જીવનમાંથી દુર્ગતિ દૂર કરે છે.મનને
પાવન કરે છે.લક્ષ્મીજી ઐશ્વર્ય પ્રદાન કરે છે.સરસ્વતિ વિદ્યાની દેનાર છે.વિદ્યા એટલે
માત્ર ધન કમાવા કાજે વિદ્યાપિઠનું જ્ઞાન નહી.પોતાના અંતરાત્માને ઓળખી તેને સતનો
માર્ગ ચિંધનાર.

નવરાત્રી દરમ્યાન નવ રિપુ હણવાની કોશિશ કરવી
*************************

૧.
અહંકાર
૨.
ક્રોધ
૩.
નિરાશા
૪.
ઈર્ષ્યા
૫.
સ્વાર્થ
૬.
લોભ
૭.
મોહ
૮.
મદ
૯.
મત્સર
આમ કરવાથી ” વિજયા દશમી” એ રાવણ હણાશે! રામ રાજ્યનું સ્થાપન થશે. ભલે આ વાત
પૌરાણિક લાગે. કિંતુ તેમાં આજની તવારિખનું સનાતન સત્ય છુપાયું છે!

પિતા વિના માતા બનવું અસંભવ છે !

નવરાત્રીના ટાણે માતા પૂજનિય છે.

તેની સરાહના અને ઉત્સવ ૯ દિવસ મનાવતા

પરમ પિતા પરમેશ્વરને સદા યાદ કરવા !.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

14 10 2015
Shaila Munshaw

Happy Navratri

Shaila Munshaw

14 10 2015
Pradeep Raval

વંશ વિનાના સ્ત્રી કે પુરુષ ને મા કે બાપ નુ ઉપનામ અાપી શકાતુ નથી.
સમજદાર જ સમજી શકે છે તે પ્રક્રીયા નુ તેજ અને ફળ….. અમાપ છે જીવનભર અેકવખત ની સમાજદારી
Sent via iBall Mobile
On 13 Oct 2015 04:01, :
નવરાત્રી +++૨૦૧૫
Padeep Raval

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: