‘એવૉર્ડ’ પાછો કર્યો !

20 10 2015
award

award

************************************************************************************************

હજુ તો સવારનો સૂરજ કિરણો રેલાવે તે પહેલાં રેડિયો અને ટી.વી. પરના સમાચારે મારી ઉંઘ

ઉડાડી. ત્યાં નારાયણ ચા અને ટૉસ્ટ લઈને આવ્યો.

‘નારાયણ, જરા ટી.વી.માં અવાજ મોટો કર ‘.

હા, સાહેબ.

આ શું ચાલી રહ્યું છે. સરકાર તરફથી મળેલા પુરસ્કાર શાને માટે પરત કરતા હશે?  જો પરત કરવા હતાં તો સ્વિકાર્યા શામાટે? કોઈ જબરદસ્તીથી તમને આપી ગયું ન હતું. રે, પેલી મોટી ભિંતે લટકતી ફોટો ફ્રેમ ખડખડાટ હસી રહી છે. તમે મને ખુશને બદલે ‘મૂરખ’ લાગો છો ?

ગાડરિયા પ્રવાહમાં જે ફસાય તે પોતાની વિચારશક્તિને ગિરવે મૂકે છે તેનો જીવતો જાગતો નમૂનો જોઈ લો! બહુ ભણેલા ભિંત ભૂલે તેનો આ જીવતો જાગતો નમૂનો ! કલાકાર છે, લેખક  છો, કે પછી સમાજ સુધારક. શાને કોઈના બહેકાવામાં આવી જાવ છો. કદાચ પાછલે બારણેથી ‘ઘુસ’ તો નથી ખાતા ને ?પૈસાની ચકાચૌંધ કોઈને છોડતી નથી. આ એ જ પૈસો છે. અંતિમ ક્ષણે સાથે આવવામાં ધરાહાર ઈન્કાર કરે છે.

રાજાકરણિયની રમતમાં ફસાયા છો? કળણમાં ફસાવ તેની પહેલાં બહાર આવો. નહિતર ‘ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો જેવા હાલ થશે!

આપણા દેશનું ભલું ચાહતા હો તો, સાથી હાથ બઢાવો, સાથી ટંટિયા મત ખીંચો !

એવૉર્ડ લેવા ગયા હતા ત્યારે તો ઘોડે ચડ્યા હતા. હવે ગ- – ચડી શામાટે પરત કરતા હશો? અરે, તમારામાં કઈ દમ હશે તો એવૉર્ડ મળ્યો હશે. અરે, મારા ભાઈ, હું તો રાહ જોંઊ છું કે ક્યારે મારે આંગણે સોનાનો સૂરજ ઉગે. મને કોઈ એવૉર્ડ આપે. મારા ફોટા છાપામાં આવે !

તમે નહી માનો લગ્ન પહેલાં મારી અટક ‘મોદી’ હતી. અંહી અમેરિકામાં કોઈ પૂછે તો કહેતાં અચકાતી નથી ‘મોદીજી અમારા દૂરના સગા છે.’ ભારત માતાના પનોતા પુત્ર. જેને સ્વાર્થ શબ્દની જોડણી આવડતી નથી.જેનામાં વલ્લભભાઈ પટેલ જેવી  સિંહ ગર્જનાની તાકાત છે!

જુઓ હાસ્ય લેખ કે કટાક્ષ લેખ ખૂબ લાંબો લખીને તમારું માથું નહી દુખાડુ, વાંચો, વિચારો, વાસ્તવિકતાને. બુદ્ધિથી જુઓ, ચક્ષુથી નહી !

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

20 10 2015
Neetakotecha

Kash mane koi aword aape to hu to koi divas pacho n aapu. Pan kyare amlse e j rahvjov chu

20 10 2015
20 10 2015
મૌલિક રામી "વિચાર"

ખુબ જ સાચી વાત!!! ખોટા લગાડવા એ આપણા ભારતીયો ની તાસીર છે!!

21 10 2015
pravinshastri

આપને ટો કઈ પન બોલવાના નઠી. આપને ટો કોઈએ પણ આવો એવોર્ડ આઈપો જ નઈ. મને આઈપો હોતે તો પઈસા રાખીને કાગરિયા પાછા આપી દેટે. પાચ વરહ પેલ્લા તો મને મોડીનું નામ હો ખબર ની હટું. આપને મોડીના ભગટ નઠી પન વખાન કરવા વારા ટો છીએ જ.

(હું શ્રી મોદીને આજના યુગનો ભારતને મળેલો ચાણક્ય સમજું છું આજે એક સાથે આપના ઘણાં લેખો વાંચી લીધા. ટૂકા સચોટ લખાણમાં આપની અને નવીનભાઈની જે હથોટી છે એ જવ્વલેજ બીજામાં દેખાઈ છે.)

21 10 2015
chaman

એવોર્ડ આપવા જેવું આપનું લખાણ આજે વાંચવા મળ્યાનો આનંદ અહીં મૂક્યો છે.-‘ચમન’

26 10 2015
Smita Ajit Shah

Good….Smita-Ajit

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: