દશેરા**૨૦૧૫

22 10 2015

dashera

========================================================================

‘રાવણ દહન નિહાળી થયું, પ્રતિક રૂપી રાવણનું દહન કરી ,માનવી શું પુરવાર કરવા

માગે છે? સ્વમાં  વસી રહેલાં ‘રાવણ’ વિષે પલભર વિચાર કરવાનો સમય તેને ક્યાં

મળે છે? અરે, રાવણે સિતાનું હરણ કર્યું હતું તેની પાછળ તેની વહાલી બહેન સૂર્પણખાનું

અપમાન હતું. આજનો માનવી હરપળ  અમાનવિય કૃત્ય આચરી  રહ્યો  છે, સ્વાર્થ ને

પોષવાાં ! રાવણ, સિતાનું હરણ કરી ગયો તેમ છતાં તને કદાપિ આંગળી સુદ્ધાં અડાડી

ન હતી!

આજે, બળત્કારના કિસ્સા કેટલા સંભળાય છે? એ ‘રાવણ’ ક્યારે બળશે? ‘રામ, રાવણ,

રામાયણ’ વિષે માત્ર  વાંચવું કે નાટક યા નૃત્ય નાટિકા દ્વારા ભજવવું તેનાથી શું મળે?

પાંચ પકવાન અને દસ ફરસાણના ચિત્ર જોઈ પેટ ન ભરાય. તેનાં કરતાં તો ખિચડી

માત્ર ઘી નાખેલી વધારે મીઠી લાગે. સંતોષનો ઓડકાર લાવે.

રામે, રાવણને હરાવી સીતાને છોડાવી . પ્રતિક રૂપે આપણે સહુ જાણીએ છીએ સત્યનો

જય અને અસત્યનો પરાજય. દરેક કાર્ય પાછળ કોઈ ને કોઈ હેતુ હોય છે. જો હેતુ પાછળ

સદભાવના ઉભરાતી હોય ત્યારે વિજય નો આનંદ અનેરો હોય છે. કિંતુ તેમાં સ્વાર્થ, દંભ

કે લોભ તરવરતાં નજરે પડે તો જીત્યા પછી પણ આનંદનો અહેસાસ થતો નથી.

રાવણને ભલે દસ માથા હતા. તે  સઘળાં તેનામાં રહેલી ખામીઓને કારણે. બાકી રાવણ

ખૂબ જ્ઞાની હતો. સીતાનું અપહરણક્ર્યું હતું પણ તેની મર્યાદા અને સનમાનનું પાલન કર્યું

હતુ. એ શિવનો પરમ ભક્ત હતો. તેના પતનનું નિમિત્ત ભલે બહેન બની. પણ તેને દુષ્ટ કે

કોઈ પણ પ્રકારનું વિષેશણ આપી અપમાનિત કરવો યોગ્ય નથી !

આજના માનવને દેખાવનું મસ્તક એક જ  છે! સત્ય કહેજો, રાવણના દસ મસ્તક કરતાં તે

ભારી છે ? કાવાદાવા કરવામાં પ્રથમ છે. કોઈનું અપમાન કરવામાં યા તો તેને કાજે મુસિબત

ખડી કરવામાં પાછું વળીને જોતાં નથી ! વર્તન તો એટલું બધું બેહુદું હોય છે કે તે સમયે મૌન

ધારણ કરવું ઉચિત છે. ‘પાગલ યુવાની’માં ખ્યાલ નથી રહેતો કે શામાટે કોઈની પરિસ્થિતિનો

ઉપહાસ કરવો? ઘણી વખત એવું વર્તન  કરનારની ક્ષુલ્લકતા દર્શાવે છે.

હા, ભલે ગમે તે કહીએ આજની તારિખમાં રામ, સિતા, કૌશ્લ્યા, ભરત કે લક્ષ્મણ નામ

જોવા મળશે. રાવણ, કૈકેયી કે મંથરા મળવા અશક્ય છે.  નામ કરતાં તે પાછળના

કર્મ અને ભાવના અગત્યતા ધરાવે છે.

દશેરાને દિવસે રામે રાવણનો વધ કરી સીતાને ઉગારી. આપણે સહુએ દિલમાં વસાવેલા

રાવણનો સંહાર કરી, પ્રેમ, મૃદુતા અને પાવનતાને અપનાવવા. આ ત્રણે ગુણ સીતામાતા

ધરાવતા હતાં. યાદ છે ને, સોનાના મૃગના લોભે ખેંચાઈ સીતાએ જાતે સંકટ વહોર્યું.  લોભને

હમેેશા વિવેક વાપરી તોલવો. ‘લાભ કે હાનિ’, ઉત્તર  અંતરમાંથી   ઉઠશે. શરીર રૂપી અયોધ્યા

નગરીમાં સત્ય સભર આચરણ હશે તો સીતા રામ ઢુંઢવા દૂર નહી જવું પડે !

દશેરાની ખૂબ ખૂબ વધાઈ. રામ અને સીતા અયોધ્યામાં પગ મૂ્કશે. રાજા રામના રાજ્યાભિષેકમાં

પધારી શોભામાં  અભિવૃદ્ધિ જરૂર કરશો !

દશેરાની શુભ મંગલ કામના.
Advertisements

ક્રિયાઓ

Information

4 responses

22 10 2015
22 10 2015
Vinay Sheth

I read the link. Thanks for sharing such wonderful articles written in erudite Gujarati. Thoroughly enjoyed.

Vinay Sheth

22 10 2015
Jay Gajjar

Happy Dasera
Lord Ram bless ll devotees
Thanks
Jay Gajjar

24 10 2015
Bindu Parikh

Last night we were reading your blog and thoroughly enjoyed. Still need to read a lot from there. Its very very interesting .
Bindu Parikh

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: