મારી વહાલી મમ્મી == ૨૦૧૫

26 10 2015

miss you

 

 

 

 

 

 

***************************************************************************************************

વહાલી મમ્મી

તારી પાસે દોડી આવતી. હવે ક્યાં જાંઉ? જીવનમાં એક પછી એક ઘા પડતા

ગયા. સહન કરતી રહી. હવે તો ખાસ અસર થતી નથી. યાદ છે તું કહેતી

‘પાણીની ટાંકી ભરી છે ! મમ્મી હવે ખાલી થઈ ગઈ.’  જીવન પ્રગતિની દંડી

પર અર્થપૂર્ણ જીવાય છે. બાળકો સુખી છે. ઉદરે સંતોષ છે! તું જ્યાં હોય ત્યાં

ઠાકોરજીની સેવામાં છે એમ મારું અંતર કહે છે. વારંવાર પ્રણામ.

મમ્મીઃતેં જન્મ અને સંસ્કાર  આપ્યા. ચરણોમાં દંડવત પ્રણામ .નાનપણમા મમ્મી તને

પરેશાન કરી હતી. ઉદાર દિલે તું સહી લેતી અને પ્યાર આપતી.  આજે પણ જીવન

જીવવાની શક્તિ આપે છે. તને પજવતી, મસ્તી કરતી, હા, તું વઢતી તેની મીઠી યાદ

માણું છું. તારો સહવાસ ઘણા વર્ષો માણ્યો. તારું સ્નેહ નિતરતું સંબોધન કાનમાં ગુંજે છે.

સંસ્કાર દીપાવી ગૌરવભેર જીવન જીવવાનો અવસર પામી

જન્મ ધરી આ જગમાં આણી   કૃપા દ્રષ્ટિ તારી પ્રેમે માણી

ઉપકાર તારા દિલમાં ભારી    મા તું મારી પ્યારી પ્યારી

 

******************************************************

 

“વિદાય વેળાએ તારા ચહેરાના ભાવ આજે પણ નજર સમક્ષ તરવરે છે

તારું દિલ ઉદાસ હતું, આંખો જાણે ફરી નહી મળાય એમ  કહી રહી હતી”

**

હજી સવારે તો વાત કરી  હતી

બસ માત્ર ચાર દિવસ બાકી છે

ન મળાયું અફસોસ દિલમાં છે

તારો મીઠો સહવાસ ભાથું  છે

**

તેં  બંધાવી ધિરજ

તેં આપી શિખામણ

તેં હિંમત જતાવી

તેં વિશ્વાસ મૂક્યો

**

મમ્મીઃ

તું નહી તારી મીઠી યાદો છે

કદી વિસરીશ નહી વાદો છે

 

 

 


ક્રિયાઓ

Information

One response

27 10 2015

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: