દિવાળી પહેલાં દાળ બગડી

27 10 2015

 

 

 

 

“અરે, શાંતા આજે દાળમાં દાળ કેમ નથી “?

સુરેશ ભાઈ તડૂક્યા. બાળપણથી તેમના મનમાં ભૂત ભરાયું હતું કે’ દાળ બગડી એનો

દિવસ બગડ્યો”!

‘અરે, આજે ઓસામણ અને છૂટી દાળ બનાવ્યા છે. ઓસામણ તો પાણી જેવું જ હોય ને !

કેમ તે દિવસે બાલાજીમાં રસમ બે વાટકા નહોતું પીધું ? એ તો એકદમ ખાટું આમળા જેવું

હતું. આપણે અંદર સ્પ્લેન્ડા નાખી હતી ?’ સુરેશભાઈની બોલતી બંધ થઈ ગઈ.રવિવાર હતો

બહાર જમવા જવાનું મન ન હતું. આમ પણ દિવાળીના દિવસોમાં બહાર ખાવાનું પસંદ નથી

થોડી ખાંડવી પણ બનાવી હતી. જે સુરેશને મન ભાવન હતી.  ખાવું થોડું અને ૧૫ ડૉલર પ્લેટના !

પુરણપોળી, ઓસામણ છુટી દાળ, બટાકાની સૂકીભાજી( કાજુ અને દ્રાક્ષ) નાખીને અને ભાત.

તળેલી ચોખાની પાપડી તો હોય જ !

હજુ તો લંચ માટે ટેબલ પર ગોઠવાય ત્યાં ફોનની રીંગ વાગી.

હલો, બેટા સુરેશ શું ચાલે છે દીકરા’?

શાંતાને ઈશારાથી કહ્યું, હમણા લંચ સર્વ નહી કરતી, મમ્મી છે.

બસ, મમ્મી લંચ લેવાની તૈયારીમાં છીએ. તું અને પપ્પા કેમ છો ?’

સુરેશને કોઈ સાથે લાંબી વાત કરવાની ટેવ ન હતી. માત્ર તેની મમ્મીનો ફોન આવે ત્યારે જોવો.

નાનો દીકરો બની જાય. સુરૂ બેટા આજે શાંતાએ શું બનાવ્યું છે.  મમ્મીને ખબર હતી શાંતા રસોઈ

ખૂબ સરસ બનાવે. મમ્મી તું ને પપ્પા આવી જાવ ,પુરણપોળી, ઓસામણ ,છૂટીદાળ અને ગરમા

ગરમ તળેલી ચોખાની પાપડી. ‘

બે્ટા શું વાત કરું, ભારતમાં તો દાળના અને સૂકામેવાના ભાવમાં બહુ ફરક જણાતો નથી. આજે

છાપામાં વાંચ્યું ૭૫૦૦૦ ટન દાળનો જથ્થો પકડાયો. ‘જો મમ્મી સાથે આ વિષય પર વાત ચાલુ

રહી હોત તો સવારની સાંજ થઈ જાત. ‘મમ્મી શાંતા જમવાની રાહ જુએ છે’. કહી ફોન મૂક્યો.

સુરેશભાઈ પોતાની મમ્મીને જાણતા હતાં. ખૂબ હોંશિયાર હતા. તેમની પ્રવૃત્તિઓથી પ્રભાવિત

થઈ જતા. ઘણીવાર મન મનાવતા શાંતા અમેરિકામાં આટલી સાહ્યબીમાં છે શામાટે કોઈ સારો

ઉદ્યમ નથી વિચારતી. પછી મનમાં સમાધાન કરી લેતાં. બધા એક સરખા ન હોય.

ચારેક દિવસમાં મમ્મી અને પપ્પા તરફથી દિવાળી કાર્ડ આવ્યું. વાંચીને ખૂબ ખુશી થઈ. અચાનક

એક નાનો કાગળ હતો તેના પર નજર ગઈ. લખ્યું હતું, ;મિત્રો અને સંબંધીઓ આ વર્ષે દિવાળીમાં

મિઠાઈ ને બદલે બધા દાળો ખાસ કરીને તુવેરની, મગની અને મગ. ભેટમાં આપજો. તમારે ત્યાં

કામ  કરતાં વર્ગને ખાસ. આપણે માનીએ છીએ કે ગરીબો દાળ રોટલાથી પેટ ભરે છે. જો દાળ

આપશો તો તેમની આંતરડી ઠરશે. બાકી રોટલા પાણીમાં બોળીને ખાશે!

વધુમાંઃ મિઠાઈથી ડાયાબિટિસ અને જાડા થવાનો ભય છે. દાળમાં પ્રોટિન છે !

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

30 10 2015
NAVIN BANKER

દાળ બગડી…ભારતમાં દાળ કાલાબજારમાં જતી રહી..ભાવો વધ્યા.જેવા સમાચારોએ તમારા સંવેદનશીલ મગજને અસર કરી ગયા અને તમે, કર્મચારીવર્ગને ‘દાળો’ , મીઠાઇની જગ્યાએ ભેટ આપવાનું સુચન કર્યું. ગમ્યું. ભારતમાં ગમે તેની સરકાર આવે, કશું થવાનું નથી. નોકરશાહી કદી સુધરવાની નથી. ભારતમાં લોકશાહી છે જ નહીં. ટોળા શાહી છે. જ્ઞાતિ અને જાતિના જોર પર, અભણ લોકો અંગુઠા મારે તેની સરકારો રચાય છે.લાલુ, નિતીન અને માયાવતીઓ દેશને ડૂબાડવા બેઠા છે. હ્યુસ્ટનની ગુજરાતી સંસ્થાઓમાં પણ એમ જ છે. દુષ્ટ તત્વો, હાવી થઈ રહ્યા છે. હું તો આ બધાથી દૂર થઈ જઈને, મારી અલગ દુનિયા વસાવી લેવાનો છું હવે. કોમ્પ્યુટર..બ્લોગ્સ,,મૂવીઝ,,નાટકો,,,લાયબ્રેરી..બસ..
નો મોર સિનિયર સિટીઝન્સ,,,સાહિત્ય સરિતા,,,ગુજરાતી સમાજ…સાલા સૌ ભાડમાં જાય..
નવીન બેન્કર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: