ભૂલ ગઈ !

30 10 2015
forgot

***************************************************************************

********************************************************************************************

ભગવાને માનવી બનાવીને હાથ ધોયા કે જીભ બનાવીને ? સાંભળ્યું છે કે માનવીના

શરીરમાં ૨૧૮ હાડકાં છે. જો વધારે હોય તો ઉમરને હિસાબે  ક્યાંક ઉગી નિકળ્યા છે.

જો ઓછા હોય તો બે ચાર ભાંગી ગયા હતાં. હવે આ ઉમરે આ બધું થાય તેમાં નવાઈ

ન પામશો !  ખાસ તો ભગવાને માણસની જીભમાં એક પણ હાડકું મૂક્યું નથી. ખાત્રી

કરવી હોય તો કરી જોજો ! એકાંતમાં કોઈની સામે નહી, કદાચ હસશે!

માણસનું વર્તન  જાહેરમાં, એકાંતમાં કે પ્રાર્થનામાં  અલગ અલગ હોઈ શકે. જેને કારણે

બચાવ કે સફાઈની જરૂર હોતી નથી ! યાદ છે ને, ” હું એકની એક મારા અગણિત રૂપ છે” !

અગત્યનું તો એ છે કે સામે વાળી વ્યક્તિ તમને કેવા ચશ્મા પહેરીને જુએ છે !

સવારથી વ્યસ્ત હતી. ચાલીને જીમમાં ગઈ, એરૉબિક્સ કરીને પાછી આવી. ચાલીને

ગઈ હતી એટલે પાછા ચાલતાં આવવાનું હોય! ત્યાં નેબર્માં રહેતી મીના કહે, ‘આન્ટી મને

કપાલભાંતિ ફરીથી બતાવોને”. મીના બાજુમાં રહેવા આવ્યા પછી મને લાગતું ૨૧મી

સદીમાં હજુ આપણા સંસ્કાર ટકી રહ્યા છે. જે રીતે બાળકોને સંભાળતી. ઘરમાં પૂ.સાસુ

તેમજ પૂ સસરાની ઈજ્જત કરતી. હતી તો કરોડોપતિની દીકરી પણ પગ ધરતી પર

હતાં. મિલનને ખૂબ પ્યાર કરતી. પિયરનું આંગણું છોડી, સાસરીમા દુધમાં સાકર ભળે

તેમ સમાઈ ગઈ હતી.  હાઉસમાં રહેવા છતાં જો ખબર પડે  કોઈ આન્ટી તકલિફમાં છે તો

આંગણે આવીને ઉભી જ હોય. પોતાના માતા અને પિતાનું ભાભી કેવું સુંદર ધ્યાન રાખતી.

તેની ભાભી તેનો આદર્શ હતી.

અમે બન્ને એ સાથે ચહા પીધી. તેની ફરમાઈશ પૂરી કરી. નહાવા જવાનો વિચાર કરતી હતી.

દિવાળીના દિવસોમાં કોઈ આવે તેની રાહ જોતી હતી.  અમેરિકામાં ચાલુ દિવસે તહેવાર હોય

તો કોઈને સમય ન હોય. આજે મારી ઉમર થઈ પણ ભર જુવાનીમાં પણ મારું દૃઢ પણે માનવું

હતું કે,’સમય નથી’ એ માત્ર દેખાડો કરવાનું બહાનું છે. બાકી કાઢવો હોય તો સમય આપો આપ

નિકળે છે. વ્યક્તિ પર સંપૂર્ણ આધારિત છે. ત્યાં ફોનની ઘંટડી વાગી.

સરોજીની દિલ્હીની છે. ‘મૈં માયો ક્લિનિકમેં તુમ્હારે ઘરકે પાસ આ રહી હું.” તેની વાત પરથી

સમજી ગઈ. હવે મારો જવાબ સ્વાભાવિક હોય!   ‘હું ઘરે છું.’ હિન્દીમાં  તેણે કહ્યું પણ જવાબ

ગુજરાતીમાં અપાઈ ગયો. તે ગુજરાતી સમજે બોલી ન શકે ! હિન્દી બોલવું કે સાંભળવું ખૂબ

ગમે, કહેવાય છે ને આદતથી મજબૂર’.

ચહાની રસિયણ,” હમ ખાના ખાને બહાર જાયેંગે મગર તેરી ગુજ્જુ ચાય પહેલે પીની હૈ !”.

હમેશ મુજબ મારે તેના માટે ચાયનો મસાલો બનાવવાનો ! એને પેકેટ સાથે આપવાનું !

ચા સાથે ખારી પડવાળી બિસ્કિટ એ સાથે લઈને જ આવી હોય ! ચા પીતાં પીતા તેની

આંખમાંથી બે આંસુના ટીપાં નિકળી ગયા. મારાથી છુપાવાનો પ્રયાસ નિષ્ફળ ગયો.

સરૂ, ક્યા બાત હૈ. તેનું નામ એક માઈલ લાંબુ છે. ‘સરોજીની”! મારે મન તો તે માત્ર

સરૂ આખી જીંદગીથી રહી છે.

આજે ૩૦ વર્ષથી તેની સાથે સંબંધ. અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારે ગ્રોસરી સ્ટોરમાં

તેની સાથે મુલાકાત થઈ હતી. એકબીજાને ખૂબ ગમી ગયા. બસ પછી તો દિલ્હી અને મુંબઈનો

મધુરો મિલાપ હ્યુસ્ટનમાં પ્રખ્યાત થઈ ગયો. જીવનની ઘટમાળનું ચગડોળ ઉપર નીચે થયું પણ

અમારા સંબંધને ઉની આંચ ન આવી. તેણે આવું છું એમ જણાવ્યું એટલે સીધી નહાવા ગઈ. વાળ

ધોવા હતા પણ વિચાર્યું સમય થાય ,ચાલને યાર કાલે ધોઈશ.

આવતાની સાથે ,’યાર તેરી ગુજ્જુ ચાય બનાઈ કે નહી”.

‘ક્યા બાત હૈ ? કહાં સે આ રહી હૈ? ઉપરા ઉપરી પ્રશ્નોની ઝડી વરસાવી.

‘ક્યા બતાઉં’! બેટે કે ઘરસે આ રહી હું’.

ફિર?

‘પિછલી બાર ગઈથી તબ બહુને બોલા માંજી ચાયકે બર્તન ઘરસે લે કે જરૂર આના’. જો મૈં

ભૂલ ગઈ થી’. તુઝે  તો પતા હૈ, મૈં અપના ઔર શુશીલકા ખાના બનાકે સાથમેં લે જાતી હું.

ઉનકી મેડકા ખાના શુશીલ પસંદ નહી કરતા!’

અરે, યાર બાત છોડ ના! ક્યોં મુડ ખરાબ કરના હૈ. ચલ આજ ‘બૉમ્બે પેલેસ”મેં ખાના ખાને

ચલતે હૈ ! મુઝે માલૂમ હૈ સબસે જ્યાદા તુઝે વહાંકા ખાના પસંદ હૈ’.

શુશીલકો ભી વહાં બુલા લેતી હું વૉ મેરા ઈન્તઝાર કરતા હોગા. બોલ્યા પછી તેના મુખ પર

ઝાંખપ આવી ગઈ.  તે સમજી ગઈ કે હું હમેશા મારા પતિને ‘મિસ’ કરતી હોંઉ છું.

પછી વાતને પાટા પર ચડાવતા હસીને બોલી,

‘ હાં,  બૉમ્બે પેલેસ તેરે ઘરસે દૂર ભી હૈ ઔર મહેંગા ભી હૈ”?

‘મૈં ને હંસ કર ક્હા, ગાડી મૈં ચલાઉંગી બિલ તૂ દેગી’.

દોનોનેં કહ કહે લગાયે ઔર ચલ પડે ! ( ખિલખિલાટ હસી પડ્યા!) મારો દિવાળીના  દિવસનો

આનંદ પાછો ફરી સારા બદનમાં આનંદની લહેર પ્રસરાવી ગયો.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

30 10 2015
NAVIN BANKER

બહેના, જીભ વિશેની વાત ગમી. બાજુવાળી મીના…એરોબિક્સ…કપાલભ્રાંતિ…૩૦ વર્ષ જુની બહેનપણી સરોજિની…આન્ટીની ગુજ્જુ ચાય..બોમ્બે પેલેસકા ખાના..બધું ગમ્યું. પણ કશુંક ખૂટતું લાગ્યું. વાતને લંબાવો..પ્રસંગોને બહેલાવો. અવિનાશ સાથેના સંસ્મરણો પણ લખો..એક આખી લઘુનવલકથા બની જશે. તમારી પાસે ભાષા છે, સ્પંદનો છે.લાગણીશીલ હ્રદય છે. વહેવા દો…વહેવા દો…
નવીન બેન્કર.
૩૦ ઓક્ટોબર ૨૦૧૫

31 10 2015
NAVIN BANKER

વીસ વીસ વર્ષ પછી પણ પ્રસન્ન દામ્પત્યજીવનની યાદોને વાગોળીને આપ ,એકનિષ્ઠ જીવન વ્યતિત કરો છો એ જાણીને આપને સો સો સલામ કરવાનું મન થાય છે. આપના , એ વખતના ફોટા જોવાનું મન થયું છે. ક્યારેક કોઇક મીટીંગમાં મળવાનું થાય તો લેતા આવશો.અથવા આપની ફુરસદે, વિજયભાઇ સાથે કોપ્યુટરને લગતા કોઇ પ્રોબ્લેમ અંગે મળવાનું હોય તો મને ય, બોલાવી લેશો. હું આલ્બમ જોઇને વિદાય થઈ જઈશ. બાય ધ વે, મારી ૭૫ મી , આસો સુદ છ્ઠ્ઠ્ને દિવસે વીતી ગઈ. હવે હું સંન્યસ્તાશ્રમમાં પ્રવેશી ગયો. હવે સિનિયરની મીટીંગો, સાહિત્ય સરિતાની મીટીંગો, અહેવાલો લખવામાંથી ક્રમશઃ નિવૃત્ત થઈને માત્ર વાંચન-મનન માં જ ચિત્ત પરોવવું છે.
નવીન બેન્કર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: