“૭૫” યાદગાર દિવસ

31 10 2015

આજનો દિવસ ખૂબ સુંદર ઉગ્યો. તમે માનશો નહી ‘એરૉબિક્સ” કરવા ગઈ ત્યાં’ સિન્ડી’ બધાને

હલોવીનના માસ્ક આપતી હતી. મને ‘બટરફ્લાયની” પાંખ આપી. માસ્ક અને ક્રાઉન બધા ખલાસ

થઈ ગયા હતા. અવિ , હું તો એ પાંખો લગાવીની બસ ઉડી રહી. ન દિશાનું ભાન, ન સ્થળની ગતાગમ

નિકળી પડી તમારી શોધમાં આજે ૨૦ વર્ષ,  ૭ મહિના અને ૧૪ દિવસ થયા.યાર તમે તો જાણો છો મારું

ગણિત સારું છે. ભલા તમારો શો ઈરાદો છે ? હવે મને ગણવાનો થાક લાગે છે.

પોરો ખાવા બેઠી તો ભૂતકાળમાં સરી ગઈ. તમારી ૫૦મી વર્ષગાંઠ પર આપેલી સરપ્રાઈઝ પાર્ટી. શું રૂઆબ

હતો ! શું ઠસ્સો હતો. અરે રિસેપ્શનમાં પહેરેલું સેલું પહેર્યું હતું. તમને તો અણસાર પણ ન હતો કે આજે આટલા

સુંદર તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા હતાં. હૈયે ખૂબ સંતોષ છે કે આવી સુંદર પાર્ટી આપણે મિત્ર મંડળ સહિત માણી

હતી. અરે નાનકો સિનિયરમાં અને મોટિયો કૉલેજના સિનિયરમાં હતો. ખાસ સેંટલુઈસથી  આવી તમને

સરપ્રાઈઅઝ આપી ખુશ કર્યા હતા.  તમને થશે આ ‘૭૫’નો આંકડો શું સૂચવે  છે! જરાક સોચો, ખબર પડી

ગઈને. શરમ આવે છે પણ કહી દઈશ !  આજે, જો મારા એ હોત ને તો એમની ૭૫મી વર્ષગાંઠ  યાદગાર

બનાવત. સાથે મળીને સતકર્મ કરવામાં પ્રવૃત્ત બનત. આજે એ નથી એમની મધુરી યાદો છે. કોઈની આંતરડી

ઠારત. આજે ઈશ્વર કૃપાએ જે પામી છું તેનો સનમાર્ગે ઉપયોગ કરત.

એમ ન માનતા કે બહાનું છે! ગેરહાજરીમાં હાજરી અનુભવું છું. દિલો દિમાગ પર યાદો છવાઈ છે. નિશાનીઓ

ચારે બાજુ ફેલાઈ યાદોમાં મધુરતા ભરે છે. બની શકે એટલું સમાજમાં સતકર્મ કરવામાં પ્રવૃત્ત છું. તેઓ મને

શક્તિ અને પ્રેરણા પૂરી પાડે છે.

૩૧મી ઓક્ટોબર, ૨૦૧૫

જય શ્રી કૃષ્ણ

Happy Haloween

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

31 10 2015
V. Barad

Your love toward Avinashbhai will remain and light up forever. I and Rekha really proud of you.. Your have positive love for everybody..
V.BARAD

31 10 2015
Raksha Patel

Very positive attitudes!!!

1 11 2015
Mukund Gandhi

પ્રવિણાબેન,

વિતી ગયેલ દિવસોની યાદ તાજી કર્રીને જીવનને માણી રહ્યા છો તે બદલ ધન્યવાદ.
તમારા લખાણ પરથી એ અવશ્ય સાબિત થાય છે કે તમારા પરિણીત જીવન દરમ્યાન
તમે અનન્ય પ્રકારનું સુખ અને આનંદ પ્રાપ્ત કર્યા હશે જેની યાદો આજે પણ તમને
આનંદીત બનાવે છે.
મુકુંદ ગાંધી

1 11 2015
ઇન્દુ શાહ

પ્રવિણાબેન,
ગેર હાજરીમાં, યાદદાસ્તથી ૭૫મો જન્મ દિન ઉજવી રહ્યા છો, ધન્યવાદ તમને. લખતા રહો.

1 11 2015
મૌલિક રામી "વિચાર"

Jai shree Krishna Pravina aunty…nice memories…plz send your pics of Halloween outfit…..

1 11 2015
Purvi Malkan

aankh bhini thai gai,ne aaje shabdo khali thaya. auntyji.

pUrvI malkan

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: