એવું કેમ બને ?

2 11 2015
possible

possible

*************************************************************************************************************************************************************

‘દોડો, દોડો પેલો કેતુ પાણીમાં તણાઈ રહ્યો છે.’

ઉનાળાની રજામાં બીચ પર ન જઈએ તો મઝા ન આવે. એમાં પાછો આ તો લોંગ વિકએન્ડ.

૪થી જુલાઈની પરેડ જોઈને બધા બીચ ભણી ઉપડ્યા ગેલ્વેસ્ટન બીચ મઝાનો છે. આમ તો

મીના અને મિહિરે ‘ડાઈવૉર્સ’ લીધા હતા. બે બાળકો હતા એટલે અવાર નવાર મળવાનું થતું.

ભલુ થજો બાળકોને કારણે તેમનો વ્યવહાર ખૂબ સભ્યતા પૂર્વકનો રહેતો. તેમની સામે ‘લેંગવેજ’

સારી ઉચ્ચારતા.   વાતાવરણ પણ સભ્યતા ભર્યું અને પ્રફુલ્લિત રહે તેવું બન્ને વર્તન કરતા.

મીના અને મિહિરે લગ્નના દસ વર્ષ પછી છૂટાછેડા લીધા. મિહિર હતો મનમૌજી. મીના હતી

‘પરફેક્શનિસ્ટ’ . મિહિર જીંદગીને ખૂબ હળવાશપૂર્વક લેતો. ખૂબ ભણેલો અને હોંશિયાર હતો.

સ્વભાવનો લહેરી લાલો અને રમૂજી. મીનાને આ બધું બાળક વેડા લાગે. જો મીનાનું મોઢું

સવારના પહોરમાં જોયું હોય તો એમ થાય આજે ચહા નથી પીવી. ભારે ભરખમ મુખારવિંદ.

કપાળ પર હમેશા કરચલીઓનો મેળૉ જામ્યો હોય. એની મરજી પ્રમાણે ન થાય એટલે ઘરમાં

‘ત્રીજુ વિશ્વયુદ્ધ’ ! મીના વિચારતી આવા જોડે દસ વર્ષ કાઢ્યા કેવી રીતે? જ્યારે ત્યારે મિહિરને

ટોણા મારે,’ તને તારી મમ્મીએ કશું શિખવાડ્યું છે ખરું’?

મિહિર હસીને કહેતો,’ જો મારામાં કાઈ ન હોત તું લટ્ટુ શાને થઈ હતી ? મને પરણી કેમ?’ હસીને

તેને ગાલે ચુંટી ખણતો.મીના બાળકો માટે પણ હમેશા કચકચ કરે. તૈયાર થવામા કલાક અને

જો જરાક વાંકુ પડે એટલે ઝઘડો! મિહિર કંટાળતો ,મીનાને સમજાવવામાં હમેશા નિષ્ફળ નિવડતો.

એક દિવસ મીના એ બેફામ બની ને ન બોલવાના વચન કહ્યા. કેતુ અને ક્રિના પણ પોતાના રૂમમાંથી

બહાર આવ્યા નહી. બન્ને જણા ખૂબ ગભરાઈ ગયા હતા. સારું હતું મિહિરના માતા પિતા મુંબઈ હતા.

મીનાના માતા અને પિતા તેમ જ તેની લાડલી બહેન અને ભાઈ શિકાગોમાં હતા. મિહિરના પપ્પા

તેમજ મમ્મી દસ  વર્ષમાં માત્ર એક વાર આવ્યા હતા. મીનાની માતા દીકરીને ખૂબ ચડાવતી.

પી.એચ.ડી. ભણેલો મિહિર હસીને ગમ સહી લેતો. મીના તેનો અવળો અર્થ કાઢતી.

બસ હવે બહુ થયુ. મને  સાથે રહેવામાં  બાળકોનું ભવિષ્ય જોખમમાં લાગે છે. મિહિર આખરે થાક્યો.

આજ કાલની સ્ત્રીઓ મોટેભાગે બધી “ઝાંસીની રાણી હોય છે”. આમાં ભણેલી અને ઓછું ભણેલી બન્ને

સરખી. તેમના દિમાગમાં ફાંકો હોય છે, ‘મારા જેવું કોઈ નથી” ! હકિકતમાં સર્જનહારે તારા જેવો બીજો

‘નમૂનો’ બનાવ્યો પણ નથી. તેની કમાલ જુઓ એક વ્યક્તિ બનાવી તેના બીબાને ફરીથી વપરાશમાં

લેતો જ નથી. તેથી હકિકત છે કોઈ બે વ્યક્તિમાં સામ્ય નથી ! ભણેલી સ્ત્રીઓને માત્ર પુસ્તકિયુ જ્ઞાન હોય

છે. વર્તનને કદી દિમાગને ત્રાજવે તોલવાનું જાણતી નથી. બીજાની ચડાવી ચડી જાય. પોતાનું  યા

પરનું ભલું કે બુરું વિચારવાની તસ્દી ન લે.

મિહિરે ખૂબ મંથન પછી એક દિવસ બાળકો સૂઈ ગયા હતાં ત્યારે મીનાને કહ્યું,’મારે તારી સાથે ખૂબ

અગત્યની વાત કરવી છે’!

બેફિકરાઈથી મીના બોલી, ‘શું કહેવું છે?

‘ખાસ કાંઇ નહી પણ તારે મન હું કોઈ કામનો નથી, મારામાં કોઈ ગુણ યા આવડત નથી. તો મને

પાકે પાએ લાગે છે કે, આપણે છૂટાછેડા લઈએ. આ એક જ રસ્તો છે કે તને મારાથી છૂટકારો મળશે.’

મીના બોલી કાંઈ નહી, પણ વિચારી રહી ,’ મિહિરની વાત સાચી છે. મને સંપૂર્ણ સ્વતંત્રતા મળશે

અને સમજીને છૂટા પડીશું તો બાળકોના ઉછેરમાં માતા અને પિતાનો પ્રેમ સરખે ભાગે મળશે.’

બીજે દિવસે મીનાએ માતાને ફૉન કર્યો. માતા દીકરીની આઝાદી ચાહતી હતી. તેના ત્રાસને કારણે

મીનાના પિતા હાર્ટએટેકથી ગુજરી ગયા હતા. માતાની વાત મીનાએ વધાવી લીધી.

મિહિર અને મીના છૂટા પડ્યા. બાળકો બન્નેને સરખે હિસ્સે મળતા. ઉનાળો હતો એટલે તેમને લઈને

બીચ પર ગયા હતા. ખરું પૂછો તો બાળકોને શાંતિ લાગી. મમ્મી અને પપ્પાના ઝઘડાથી ડરી જતાં.

બહુ જ સરસ દિવસ હતો. ૮૦ થી ૮૫ ની આસપાસ તા્પમાન હતું. સૂરજ વાદળ સાથે અડપલાં કરતો

હોવાથી ઘડીમાં તડકો તો ઘડીમાં છાંયો. મિહિરે જેટ સ્કી રેન્ટ કરી હતી. મોટે ભાગે મીના કિનારે ઉભી

ઉભી તમાશો જોતી હોય. તેના સ્વભાવમાં આ મઝા માણવાનું સુખ ન હતું. એટલે તો મિહિર બાળકો

સાથે મઝા ઉડાવે તે તેને પસંદ ન હતું. બાળકો અને મિહિર એક થઈ જાય એટલે તેને છૂટકો  ન હતો.

મિહિર જેટ સ્કી પાછી આપવા જઈ રહ્યો હતો. મીનાને કહ્યું બાળકોનું ધ્યાન રાખજે ! મીનાને એમ કે

લાઈફ જેકેટ પહેર્યાં છે. કિનારા પર રમે છે. એ નૉવેલ વાંચવામાં મશગુલ હતી.

અચાનક મોટેથી અવાજ સંભળાયો .સમ કીડ ઈઝ ડ્રાઉનિંગ”

ક્રિના દોડતી આવી, મમ્મી , મમ્મી જો ભાઈને, વાક્ય પુરું ન કરી શકી–.

મિહિર જેટ સ્કી પાછી આપીને આવી રહ્યો હતો. ગાંડાની જેમ દોડ્યો.અરે, અરે મારો

દીકરો કહીને પાણીમા કૂદી પડ્યો. કેતુ ખાસ્સો દૂર હતો. સારું હતું  કે તેણે લાઈફ જેકેટ

પહેર્યું હતું. વિશાળ મોજુ આવ્યું અને કેતુને ઘસડી ગયું. ક્રિના એક મિનિટ પહેલાંજ થાકી

હોવાથી બહાર આવી ગઈ હતી.

મીના મમ્મી તો  વાંચવામાં મશગુલ હતાં. મિહિર જીવ સટોસટની બાજી ખેલી રહ્યો હતો.

અરે, એનું લોહી હતું. બચાવો, બચાવોની ચીસ પાડી રહ્યો હતો. મિહિર સારો તરવૈયો હતો.

કેમ ન હોય મુંબઈના દરિયા કિનારે ઉછર્યો હતો. પંદર મિનિટની મથામણ પછી માંડ કેતુને

લઈને કિનારે આવ્યો. મીના તો કાપો તો લોહીન નિકળે એવી જડ થઈને ઉભી હતી. એના

મગજમાં ગડ બેસતી ન હતી કે આ શું થઈ ગયું !

કેતુએ થોડું પાણી પીધું હતું. તેને બરડા પર ઠપકારી અને પેટ દબાવી ઓકાવ્યું. કેતુ ખૂબ થાકી

ગયો હતો. મિહિરના મુખ પર સંતોષની રેખાઓ  છવાઈ હતી. પોતાનો દીકરો બચી ગયો હતો.

જો એકથી બે મિનિટનો ફરક પડ્યો હોત તો ? વિચાર કરતાં પણ  તેના દિલમાંથી ભયનું લખલખું

પસાર થઈ ગયું..

એ મીનાને જોઈ રહ્યો. તેના બદલાતા મુખ પરના ભાવ વાંચવમાં સફળ થયો હતો. લગ્ન પહેલાં

એક બીજાને ખૂબ ચાહતા હતાં. દસ વર્ષના લગ્ન અને બે વર્ષનો પ્રણય કાળ!  એ ચાહતના પૂર

ઉમટી આવતા જણાયા. મિહિર માનવા તૈયાર ન હતો. મનોમન વિચારી રહ્યો, “આવું બને ખરું ?’

************************************************************

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

2 11 2015
pravinshastri

મને ટુંકુ અને સરસ લખતાં શીખવોને!

2 11 2015
NAVIN BANKER

કેતુને મિહિરે બચાવ્યો એટલે પ્રેમના ઘોડાપુર આવ્યા અને બન્ને ભેગા થઈ ગયા.
અને… ખાધુ પીધું ને રાજ કર્યું. વાસ્તવમાં પાછી એની કચકચ શરૂ થઈ જવાની. બન્ને લડવાના. અને જિન્દગી હતી એમ જ સમજોતા કરીને ચાલવાની.
એકવાર છૂટા થઈ ગયા પછી, માણસે સ્વતંત્ર રીતે જીવવું જોઇએ. નો મોર બોસીંગ બ્લડી ,
મને આવી વાતો નથી ગમતી.બાળકોના પ્રેમને કારણે, કચકચીયણ જોડે પરાણે જીવવું પડે એ મને ના ગમે.
નવીન બેન્કર ૨ નવેમ્બર ૨૦૧૫

3 11 2015
મૌલિક રામી "વિચાર"

ખુબ સરસ પ્રવિણા aunty,.અંત મા તો રૂંવાડાં ઊભા થઈ ગયા…આવુ જ યુગલ મેં wales ના પ્રવાસ મા જોયું હતું. મિત્ર ના મિત્ર હતા..માણસ ખુબજ ભલો હતો,.અને એક દીકરી અને દીકરો ….પણ એની પત્નિ નું કહ્યુ ના થાય એટલે અમે અજાણ્યા હતા છતા પણ કોઈ જ શરમ વગર scene create કરી નાખે,,….ગાયત્રી માં ભલુ કરે એમનું.
જય શ્રી કૃષ્ણ

4 11 2015
neeta kotecha

ha aavu bane che ane kadach aana kara vadhare pan bantu hoy che..

5 11 2015
Tushar Bhatt

Varta lekhan par tamari pakad sari chhe.Ras jalvai rahe chhe.

5 11 2015
pravina

Thanks for your positive feedback. It means lot to me.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: