ફ્યુનરલ હળવે હૈયે

5 11 2015

funeral

 

 

 

 

 

*************************************************************************************************************************

 

“અરે, યાર પ્રસંગ મારો હતો ને મારી ગેરહાજરી હતી” આરામથી લાંબી થઈને
સૂતી હતી. જરા પણ યાદ નથી, આવી ગાઢ નિદ્રામાં હું ર્છેલ્લા પચીસ વર્ષથી
ક્યારે પણ સૂતી હોંઉ. હાજર થયેલા બધાને એમ હતું કે,’મારા રામ બોલો ભાઈ
રામ થઈ ગયા છે”! ખરી રીતે, તો થઈ ગયા હતા.જો માનવામાં ન આવતું હોય
તો મારું કાંડુ પકડી જુઓ ધબકારા નહી સંભળાય. પેલો મારો ડૉક્ટર દીકરો છે ને
એ પણ કહેશે, ‘મારી વહાલી મમ્મી હવે આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ છે”
એના આંખના આંસુ બંધ થવાનું નામ લેતા ન હતા.’.

છેલ્લા બે વર્ષથી હું તેને હાથ બતાવીને કહેતી, ‘જો ને બેટા મારા હાથમાં મરવાની
રેખા નથી, એ હસીને કહેતો મા, કોઈ કાયમ નથી રહેતું. તારો સમય આવ્યે તું પણ
જઈશ અમને તારો પ્રેમ મળે છે.’ બાળકો તો માને પ્રેમ કરે. પેલા ખૂણામાં બેઠેલી
મારી પડોશણ ખોટાં ખોટાં આંસુ પાડે છે. હમેશા મારી ઈર્ષ્યા કરતી. આજે બધાના
દેખતાં, ‘અમે વર્ષોથી બાજુમાં રહીએ છીએ. ખૂબ સુંદર સ્વભાવ હતો’! સાવ ખોટું
બોલે છે. તેને ખબર હતી હું ક્યાં જવાબ આપવાની છું. ખેર,જવા દો હવે તો બધા
સંબંધ પર પૂર્ણ વિરામ આવી ગયો.

આજે મને સત્ય સમજાયું, હતી ત્યારે પરવા ન કરનાર હવે નથી મગરના આંસું
સારે છે. મારા બેટાઓ રાહ જોતા હતા, ‘ક્યારે આ ડોશી જાય’! તેની માલ મિલકત,
જુવાની છે તો છોકરાઓ ભોગવે. તેઓ ભૂલી ગયા કે મારા મર્યા પછી તેમનું જ છે.પેલો
ઉપરવાળો  કે ચેક કશું સ્વિકારતો નથી. પેલી દાગિનાની પોટલી તો ખાસ અંહી જ
મૂકીને જવાની છે.

જીવતી હતી ત્યારે ઘણા ફ્યુનરલમાં ગઈ છું. આગલી બે હરોળમાં બેઠેલા નજદિકના સગા
તેમજ વહાલામાં અડધા ઉપર શોભામાં અભિવૃધ્ધિ કરવાવાળા હોય છે.’જે ગયું એમના અમે
ખૂબ નજીકના રિશ્તેદાર છીએ!’ સાચું માનજો તેમાં માત્ર બે કે ત્રણ જણાનેવિશાદ હોય છે.
બાકી બીજા અમે ખાસ બહારગામથી આવ્યા તેનો ફાંકો રાખતા હોય છે.ખોટ તો કુટુંબને જ
પડવાની હોય. તે દર્દ પણ સમય જતાં હળવુ થાય છે. શું થાય બીજો કોઈ ઈલાજ છે ખરો?

ફ્યુનરલનો ખર્ચો રોજને રોજ વધતો જાય છે. જો આપણા ધાર્યા સમયે ફ્યુનરલની ‘ફેસિલિટી’
ન મળે તો મારું શબ બીજા ત્રણથી ચાર દિવસ ‘મોર્ગ’માં સડે. સૉરી, સડે ના કહેવાય બરફની
પાટ પર સુવાડી રાખે. મને ક્યાં ઠંડી લાગવાની.’હું તો મડદું છું’.આ સમયે ભારત બહુ યાદ
આવે હજુ તો માણસને ડૉક્ટરે મૃત્યુ પામ્યો છે એવું નિદાન બહાર પાડ્યું કે તરત જ ઠાઠડીની
વ્યવસ્થા થઈ જાય. બેથી ત્રણ કલાકમાંતો ડાઘુઓ તેને સમશાને બાળી ઘર ભેગા.ચટ મંગની
પટ બ્યાહ જેવું. અંહી તો ભાઈ ખૂબ લાંબી પળોજણ.્ભાઈ આ તો અમેરિકા છે ?

અરે પેલા મહેતા દંપતી ગાડીના અકસ્માતમાં સાથે ગયા. ભગવાન તેમનું ભલું કરે. બન્ને જણા ૮૦ની

આસપાસ હતા. બિમાર રહેતા હતાં. બાળકો પાસે સમય ક્યાંથી હોય?

જીવતાં આપો અપમાન અને નાલોશી

મર્યા પછી તેની દંભી આરતી ઉતારશો

અંતર તમારૂં તમને શાતા કદી ન દેશે

હમેશ ઉરેથી એ  આશિષ  વરસાવશે

પેલા મોટા અને મોભી ગણાતા પટેલના ફ્યુનરલમાં ગઈ જગ્યા ઓછી હોય એવા દૂરના
મોંઘામાં મોંઘા ફ્યુનરલ હોમમાં નક્કી કર્યું. મઝા જુઓ માણસોને બેસવાની જગ્યા થોડી.
માણસ મોટો (પૈસાવાળો, સમાજમાં કાર્ય કરતો) લોકો રસ્તા પર ઠલવાયા.’ગેસ્ટ બુકમા”
સહી કરવા રેશનિંગ લેવા જાય તેવી લાંબી કતાર. જરા ધક્કા મુક્કી જેવું વાતાવરણ ઉભું
થયું. સારું હતું પૉલિસ હાજર હતી.શાંતિથી બધું પતાવ્યું.મર્યા પછી પણ તેની મહત્તા ઓછી
થવી ન જોઈએ!

સિનિયર સિટિઝનમાં મળતા પેલા કુમુદબહેન વર્ષોથી એકલા હતાં. પતિ પાંચ વર્ષ પહેલાં
કેન્સર હોવાને કારણે ટુંકી માંદગીમાં ગયા. બાલ બચ્ચા હતા નહી. મારે ઘણા વર્ષોથી સંબંધ
એટલે હાજર રહી માંડ ૭૦થી ૮૦ માણસ પણ ન હતુ.વાત સીધી છે. એકલા હતાં.મિલિયોનેર
ન હતા, બાલ બચ્ચા ન હતા. મર્યા પછી બધી મિલકત ‘એકલ’ને અને સિનિયર સિટિઝનના
મંડળને આપી. જ્યારે ખબર પડી ત્યારથી તેમને બે મોઢે વખાણ સંભળાય છે. ફ્યુનરલમાં ન
ગયાનો દેખાવ પૂરતો લોકો અફસોસ પણ કરે છે. કોને બતાવવા ?

જુઓ તમે કોઈના ફ્યુનરલમાં ન ગયા,તો યાદ રાખજો એ તમારા ફ્યુનરલમામ નહી આવે. જુઓ
હવે એ ગયા, એ તો આવવાના નથી. જે આવશે તેની તમને ખબર પડવાની નથી. શાને કડાકૂટ
કરવી. ‘આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા’! આપણા બાળકો, તેમને તો આપણા ઓળખિતા અને
સંબંધી કોણ છે તેની જાણ સુધ્ધાં નથી.

બસ નિશ્ચિંત પણે જીવો. મરવાનું તો બધાને છે.હું મરી ગઈ તમે મરશો ! કાઢ્યા એટલા કાઢવાના
નથી. ભલે ને તમે તમારું શરીર દાનમા આપી ખાંડ ખાવાના હો! એ તો હવે જગ જુનું થઈ ગયું છે.
વિચાર કરજો તમે કેટલું શરીર સાચવ્યું હતું. હવે ખખડી ગયેલા હો ,કેન્સર અને બ્લડપ્રેશરનું સામ્રાજ્ય
છવાયું હોય. ડાયાબિટિસ તો ૨૫ વર્ષથી ડેરા તંબુ તાણીને પડ્યો હોય તો તમારા શરીરનું કયું અંગ
ખપમાં આવશે. ખાલી મરતા પહેલાં યશ ખાટવાનો ઠાલો પ્રયાસ નિષ્ફળ જશે.

જો મરવાના વિચારથી ગભરાતા હો તો ડર કાઢી નાખજો.વહેલા વેળાસર વિદાય થયા તો જીવન તરી
ગયા બાકી હેરાન થયા અને સહુને હેરાન કર્યા તેમાં કોઈનું ભલું નથી! એક વાત ચોક્કસ છે ડર ને બદલે
પ્રાર્થના કરીશું તો આપણું મડદું આપણને દુઆ દેશે. ઘરના હસીને ઉત્સવ મનાવશે !  બાકી ઠેબે ચડવાની

તૈયારી અત્યારથી કરી લેવી. મોઢું બંધ. કાનમાં ડૂચા !
***********************

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

5 11 2015
સુરેશ

સ્વર્ગસ્થ થવાના?
સુજા તો નર્કસ્થ થવાનો !
https://dhavalrajgeera.wordpress.com/2013/03/13/narkasth/

5 11 2015
pravina Avinash kadakia

ક્યારની વિચાર કરતી હતી ‘સુજા’ એટલે શું ? પછી ટ્યુબલાઈટ થઈ ‘પીકે’ને !

હા, હા, હા

5 11 2015
vinay S. Sheth

I read the link. Thanks for sharing such wonderful articles written in erudite Gujarati. Thoroughly enjoyed.

vinay sheth

5 11 2015
chaman

શિર્ષક છે ફ્યુનરલ હળવે હૈયે, પણ તમે તો ફ્યુનરલ ભારે હૈયે કરી આંસું પડાવ્યા અંદર
!

5 11 2015
pravina

Very sorry for that. I know you are missing Niyantika as I miss Avinash. Be strong !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: