ગેરેજ**

8 11 2015

 

દિવાળીના દિવસોમાં  નાgarrageસ્તા ઝાપટવાની મઝા કંઈક ઔર છે. આજે જ ભાભીનો ફોન આવ્યો બહેન આવો બધી તૈયારી થઈ ગઈ છે. હવે તો બસ બેસીને ચાર દિવસ ખાઈશું પીશું ને ” દિવાળી” ઉજવીશું.

એ જ ભાભી દસ દિવસ પહેલાં કહેતી હતી. આ નવા ઘરમાં બે માળિયા સાફ કર્યા. ત્યારે જ મને થયું હતું આ અમેરિકામાં સાફસુફી ‘એવી રીતે’ કરવાનો રિવાજ નથી! પણ મારું હાળું આ ‘ગેરેજ’ વાત છોડો તેની ! દુનિયા ભરનો ‘બખેડો’ અંદર હોય. ઘરવાળી પાસે બધી વસ્તુ ક્યા ખૂણામાં પડી છે તેનું લિસ્ટ પાકું દિમાગમાં હોય !

ચાલો તો પહેલાં તપાસીએ કે ગેરેજમાં શું શું હોય ? કહેવાય છે અમેરિકામાં ઘર મોટા એટલે ગેરેજ પણ મોટા. સામાન્ય રીતે બે ગાડીના હોય. બહુ બહુ તો ત્રણ. નવાઈ લાગશે આટલા મોટા ગેરેજ હોવા છતા ત્રણેય ગાડી બહાર ડ્રાઈવવેમાં હોય. કારણ સહજ છે ! ગેરેજમાં દુનિયા ભરનો’ બખેડો’ હોય !

સહુ પ્રથમ બેથી ત્રણ ઘોડા ( રેક્સ) સહુના જૂતા મૂકવા માટે. જો કે હવે કસ્ટમ મેડ ઘરને કારને ઘરમાં લોકો એક રૂમ ખાસ જૂતાનો બનાવડાવે છે. એક રીતે સારું ઘરની બહાર હોય એટલે કચરો થોડો ઓછો આવે ! જૂતાની તો એમ લાગે કે નાની ફેરિયાએ દુકાન ખોલી છે. જો કોઈને કહેતાં, મારે માર ખાવાનો વારો આવશે !

એકાદ બે ‘ચાલુ’ જૂના રેફ્રિજેટર હોય. જે ખાવાનાથી ભરેલા ! જાણે અમેરિકામાં કાલે દુકાળ પડવાનો ન હોય! અરે આપણા દેશમાં હતી ત્યારે સવારનું સાંજે ન ખાતા . તેને બદલે અંહી પૂછશો જ નહી ! વાત ખાનગી છે પણ તમે ઘરના રહ્યા એટલે કહું છું, એ ખાવાના પેકેટ પર તારિખ લખે. જેથી ખબર પડે ક્યારે ફ્રિજ કર્યું  હતું . તમે ન હસવાના હો તો આગળ લખું !

પેલા જમણી બાજુના ખૂણામાં જુઓ શું દેખાય છે? મોટા ખોખા,બરાબર વાંચો પેપેર કપ્સ, ડીનર  નેપકીન, ડીનર પ્લેટ્સ વિ. વિ. હવે ઘરમાં કેટલા ડીનર સેટ છે કહી દંઊ! ના, તમે મારે ત્યાં આવો તો ‘કિચનના’ કેબિનેટ ખોલીને ગણી લેજો. પેલા બધા છે ને લોકો આવે ( મહેમાનો આવે ) ત્યારે જોઈએ ને ? સમજી ગયા. ભારતમાં પતરાળીમાં ખાતાં હતાં યાદ આવી જાય ! કેળના પાન પર પણ જમ્યા છીએ.

આવો ગેરેજની ટૂર આગળ ચલાવીએ.પેલી ભિંત પર જુઓ. શું દેખાય છે. લગભગ ૬ થી ૭ સાઈકલ. બાળકો મોટા થતા ગય પણ તેઓ હજુ તેમની બાળપણની યાદગીરી રૂપે ત્યાં લટકે છે. એમાં મારી અને મારા પતિદેવની પણ છે. બે નવી ડ્રાઈવ- વેમાં છે.  વેચવા જઈએ તો દસ ડૉલર પણ ન આવે. ભલેને બિચારી ત્યાં લટકે, મને શું નડે છે?

અરે, આ બાજુની બીજી ભિંત જુઓ . ઓળખાણ પડે છે. ખેતી કરવાના ઓજારો. ભલેને ગાર્ડનર આવતો હોય પણ તેમનો શંભુ મેળો ત્યાં મહાલે છે. પેલું જુનું લૉન મુવર અને એજર બન્ને દોસ્તો ખુણાની ચોકી કરે છે.  લૉન મુવ કરવાવાળો દર અઠવાડિયે આવી તેનું કામ કરી જાય છે. જુઓ આવું બધું કોઈને કહેવાનું નહી ,હં ને !તમને થશે બસ હવે તો ઘણું બધું ગેરેજમાં આવી ગયું. જો તમે થાક્યા હો તો ન લખું બાકી ઘણું રહી જાય છે.

ઉપર જુઓ બે અભેરાઈ ઠોકી છે. તેમના પર ‘બેગો’ .ગણશો નહી થાકી જશે. કારણ જાણો છો. વારે વારે ભારત સહુને મળવા જઈએ ! દરેક સાઈઝની બેગ મળશે. પેલી બહુ મોટી દેખાય છે ને તેની અંદર કદાચ બે પણ હોઈ શકે !

મૂળ વાત તો કહેવાની રહી ગઈ. પેલા સરલા બહેને તો ગેરેજમાં રસોડું કર્યું છે. ‘કેટરિંગ’ કરે છે. આજુબાજુ વાળા દેશી મસાલાની સુગંધથી હવે ટેવાઈ ગયા છે. તેઓ ભલે અમેરિકન હોય પણ એમને ‘કરી’વાળા બધા શાક અને દાળ ‘નાન’ સાથે ભાવે છે.સમોસા ખા્વા હોય તો આવી જજો.  રોજ તાજા ‘પટેલ બ્રધર્સ’માં વેચવા મૂકે છે.

મારા વચેટને મૉટર બાઈકનો શોખ હતો. હવે તો કન્વર્ટેબલ મર્સિડિઝ વાપરે છે. તેને સેન્ટીમેન્ટલ વેલ્યુ ઘણી હોવાથી મૉટર બાઈક રાખી મૂકી છે. મારે રોજ તેના દર્શન કરવાના !

જો તમે થાકી ગયા હો તો બંધ કરું! હજુ થોડી ઘણી પરચુરણ વસ્તુઓ બાકી છે. અમેરિકામાં સેલ આવે એ તો તમે જાણો છો. સૉફ્ટ ડ્રીંક ને લાવીને એક ઘોડામાં ભર્યું છે. તેમાં હવે તો પાણીના પણ બાટલાં અને તેમાં ય સેલ આવે ! ઘર જેનું એકદમ  ચોખ્ખું ચટ જણાય તેના ગેરેજમાં એક આંટો જરૂર મારવો. તમને કદાચ એમ લાગશે તમે ભંગારવાળાની દુકાને તો નથી આવી ગયાને?  જો કે ૨૧મી સદીમાં હવે લોકો ગેરેજમાં પણ સુંદર કૅબિનેટ કરાવતા થઈ ગયા છે. એમાં ડૉલર ખૂબ ખર્ચવા પડે. એટલે જેને પોસાય તે કરે ના પોસાય તે ચલાવે !

દિવાળી આવે છે ને હું “ગેરેજ” પુરાણ વાંચું છું. ચાલો સરસ દિવાળીના નાસ્તા માટે આમંત્રણ પાઠવું છું. તમે આવો મસાલાનું દુધ, મઠિઅા , ફાફડા ,ઘુઘરા બધું તૈયાર છે. ગેરેજમાં તળ્યા હતા એટલે ઘરમાં જરા પણ વાસ નહી આવે તેની ખાત્રી છે. હા, આપણે તો સ્વિમિંગ પુલ પરના ડેક પર બેસીશું. તમને ખરેખર મઝા આવશે.

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

8 11 2015
neeta kotecha

le aavu e hoy.. aavu to peli var janiyu 🙂

9 11 2015
chaman

દિવાળી અને નવા વર્ષ માટે આ લેખ સમયસર લખાયો છે. ગરાજની સાથે સાથે મન સાફ કરવા જેવા છે.

10 11 2015
Raksha Patel

Good one!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: