દિવાળી આવી

10 11 2015

diwali

 ******************************************************

દિવાળી આવી, દિવાળી આવી. ઉરમાં ઉમંગ લાવી. દિલમાં તરંગ લાવી. અજ્ઞાનના તિમિર

હટાવી. જ્ઞાનની જ્યોતિ જલાવી. નવા વર્ષની વધાઈ લાવી ! મિત્રો દિવાળીની શુભ કામના.

****************************************************************************

દિવાળીની શુભ કામના અને નૂતન વર્ષ સહુને મંગલદાયી હો !
**************************************************************
હિંદુઓનો સહુથી મનગમતો તહેવાર  એટલે દિવાળી. આસો મહિનાની અમાસ, જે દિવાળીના ઝગમગતા દિવડાઓથી  સોહી ઉઠે.
વિક્રમ સંવત બદલાયને નવા વર્ષની સુંદર પ્રભાતથી આંગણું દીપી ઉઠે.દિવાળીના શુભ અવસરે અંતર  આનંદથી છલકાઈ ઉઠે.
દિવાળીની ઘોર અંધારી રાત ઝળહળતા દીવાના પ્રકાશે સોહી ઉઠે.
દિવાળીને  દિવસે ઘરમાં દીવા કરી અંતરે જ્ઞાનની જ્યોત જલાવવાની. તમસમાંથી રજસ અને સત્વની દિશામાં ડગ ભરવાના.
રંગોથી ઉભરાતા સાથિયાની સોહમણી કળાનું પ્રદર્શન માણી રહીએ!
 દિવાળીનું શુભ પર્વ સહુને મંગલકારી હો ! આવો જ્ઞાનના દીપક દ્વારા અંજ્ઞાનનું તિમિર હટાવી દિલને
પાવનતાથી ભરીએ. પ્યાર અને સહકારની ભાવનાની ગાંઠ મજબૂત કરીએ. ઈર્ષ્યા તેમજ દ્વેષને દેશવટો
આપીએ દિવાળીનું પર્વ સૂચવે છે, સત્યનો અસત્ય પર વિજય. મંગલકારી ભાવનાનું પ્રસરણ. હ્રદય રૂપી
કોડિયામાં પ્યારનું તેલ પૂરી, સ્નેહની વાટ બનાવી જ્ઞાનનો ઉજાસ ફેલાવી. સમજણ ને  ભાઈચારાનો સંદેશો ઘેર,
ઘેર પહોંચાડીએ. આ શુભ પર્વ  દર વર્ષે આવે,  ઉરમાં ઉમંગની શહનાઈ ગુંજી ઉઠે. હૈયે હર્ષ હિલોળા ખાય.
સમગ્ર સૃષ્ટિમાં  આનંદની હેલી ઉઠે. આવતું નવું વર્ષ મંગલકામનાઓથી ભરપૂર બને તેવી અભોલાષા.  આપણા
દેશના ખૂણે ખૂણામાં દિવાળીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે.
દિઃ દિલમાંથી મેલને તિલાંજલી આપવી.
વાઃ વાળીઝુડીને સ્વાર્થ અને ઇર્ષ્યા દૂર કરવા.
ળીઃ ‘ફળી યાને ફળીયુ’ સાથિયા અને દિવડાથી શણગારવું.
દિવાળીના પાંચ દિવસ ઉમંગ અને આનંદથી ભરપૂર! બીજે દિવસે નૂતન વર્ષનો પ્રારંભ,  જે દિવસે
ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દ્વાર  આપણે મંદીરોમાં ઉજવીએ છીએ. અંતે સહુથી પ્રિય દિવસ ‘ભાઈ બીજ”.
જે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધ માટે પ્રસિદ્ધ છે.
 ************************************************************************

હજુ તો ગયે વર્ષે આખું આંગણું અને ઘર દિવાળીના દીવડાથી શણગાર્યું હતું. જ્ઞાનના દીપ જલાવ્યા અને પ્રકાશ રેલાવ્યો. અજ્ઞાનના દીપ તિમિર સંગે ઓગાળ્યા. તેમને ફરી ન પ્રગટાવવાની કસમ ખાધી. મનોમન નક્કી કર્યું દર દિવાળીએ એક ડગ આગળ ધપવું. વળી પાછી એ કસમ તાજી કરી. ઈર્ષ્યા  અને દ્વેષને દેશવટો આપ્યો. પ્યાર સહુને આપી ખુશ થવું.

અંહી અમેરિકામાં તો આપણા ભાઈ બહેનો સુખી છે ! ભારતના મિત્રોને યાદ કરી તેમને કાજે અંહીથી કશું એવું કામ કરીએ જેથી તેમની દિવાળી પણ સરસ રીતે ઉજવાય ! આપણા વડાપ્રધાનને સાથ આપી તેમનો રાહ થોડો સરળ બનાવીએ. કુટુંબમાં પ્યાર અને સહકારની ભાવનાને મજબૂત કરીએ. મોટેરાંઓ દિલ સાફ રાખી સહુને પ્રેમ પૂર્વક આવકારે.

દિવાળી એટલે અસત્ય પર સત્યનો વિજય. દીવડાં તિમિર નાશક છે. તેમાં પ્યારનું તેલ પૂરી સ્નેહની વાટ બનાવી સમજણનો પ્રકાશ રેલાવીએ. નાનેરાઓ નાસમજ હોઈ શકે મોટેરાં દિલની ઉદારતા દર્શાવે.

દિવાળી ને હોંશભેર મનાવીએ

આનંદ ઉલ્લાસ ફેલાવીએ

સહુનું મંગલ થાય તેવી પ્રાર્થના

અંતરમા જ્ઞાનની જ્યોત જલતી રહે

તોરણ બાંધી ખુશી દર્શાવીએ

શુભ અને લાભ સહુનું વાંછીએ

દ્વેષ, વેરઝેર,  ઈર્ષ્યાને તિલાંજલી

નવા વર્ષને પ્રેમે વધાવીએ

દિવાળીનો પર્વ ખૂબ આનંદમય છે. ગત વર્ષનું સરવૈયું કાઢી જમા અને ઉધાર પાસાને નિરખીએ ! ભૂલનું પુનરાવર્તન ન થાય તેના માટે સજાગ બનીએ. લક્ષ્મીનું ઉપા્ર્જન સનમાર્ગે હશે તો કુટુંબમાં સુખ અને શાંતિ રેલાશે. દિવાળીના પર્વ નિમિત્તે જરૂરથી  કોઈની આંતરડી ઠારવાના પ્રયાસ કરીએ. નૂતન વર્ષ સહુનું લાભદાયી નિવડે. સહુને નવા વર્ષના અભિનંદન.

ઘર ઘર દીવડા પ્રગટાવો

ઘર ઘર તોરણિયા બંધાવો

આંગણે સાથિયા પૂરાવો

આજ દિવાળી આવી.

દિવાળીની શુભકામના

નવા વર્ષના અભિનંદન

નાનપણના એ દિવસો યાદ આવે છે. કેવું નિખાલસ જીવન.ઘરમા કે મનમા ક્યાંય કચરો નહી. ખાવું ,પીવુ અને મોજ માણવી. મન ભરીને ફટાકડા ફોડવા. આજે આ મોંઘવારીના કપરાકાળમા ઉમરની સાથે એ લપાઈ ગયો.  આતંકવાદથી ભરપૂર આ જગમા હવે નિર્મળ આનંદ અંતર્ધ્યાન થઈ ગયો છે.  માનવ તો સ્વાર્થ સભર ત્યારે પણ હતો. કિંતુ પરોપકારની ભાવના કદી કદી ડોકિયા કરી જતી. કદાચ સંરક્ષિત બાળમાનસ એ બધું પારખી ન શકતું. માત્ર આવી ને મળતા સુખમા મહાલવાની મોજ માણતું. હવે તો એ દિવસો, સ્વપનો, તમન્ના સઘળું ભૂતકાળમા સરી ગયું. કાળા ગયાને ધોળા આવ્યા. બાળપણ, જુવાની વિતી ગઈ અને શણપણ, પ્રૌઢાવસ્થાએ ઘર કર્યું.

પ્રભુ કૃપાથી હર્યા ભર્યા ઘરમા બાળકોના કલશોરથી દિવાળી અતિ સુંદર રીતે ઉજવાય છે.  ઘર દિવડા , સાથિયા અને હસીખુશીથી ઉભરાય છે.  ગૌરવવંતા બે બાળકો લક્ષ્મી સમાન પુત્રવધુઓ અને ત્રણ પૌત્ર, બે પૌત્રીઓથી ઘરનું આંગણ ચહકે છે.

એક સમય હતો જ્યારે ‘હું અને મારું કુટુંબ’ માં દુનિયા સમાઈ જતી હતી. આજે ‘હું’ તો દબાઈ ગયો છે. કુટુંબ ખુશ છે. શામાટે વિસ્તાર વધારી બીજાને પોતિકા ન ગણવા? બહોત ગઈ ને થોડી રહી. આ જીવન દીપ બુઝાય તે પહેલાં પરમાર્થના કાર્યમાં પ્રવૃત્ત થઈ કોઈની આંતરડી ઠારી પ્રસન્ન  થવું?

દિવાળી સહુનું ભલું કરે. નૂતન વર્ષની સહુને શુભેચ્છા.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

11 11 2015
Vinod R. Patel

આપને દિવાળી અને નુતન વર્ષની શુભ કામના.

11 11 2015
ગોવીન્દ મારુ

અન્ધશ્રદ્ધા અને વહેમરુપી અન્ધકારને દુર કરી, વીવેકબુદ્ધીરુપી પ્રકાશના અજવાળામાં સૌનું જીવન રોશનીથી ઝળહળી ઉઠે એવી દીલી કામનાઓ..
નવલા વર્ષનું પરોઢ, આપના આદર્શ અને નવા વીચારો મુજબનાં આપ સૌનાં સોનેરી સોણલાં સાકાર થાય એવી દીલી ઈચ્છાઓ સાથે અમારા નુતન વર્ષાભીનંદન..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: