અસ્તિત્વ

14 11 2015

existance

**************************************************************************************

અસ્તિત્વ પુણ્ય રૂપે શરુ થાય છે. તેનો અંત પાપ રૂપે આવે છે.

**

જે દિવસે ઘડિયાળની જરૂર પડતી નથી, તે દિવસ ખૂબજ સુંદર

રીતે ગુજરે છે.

**

અસ્તિત્વ સૂરજની માફક ઉદય પામી જીવનના અંત ટાણે તેનો અસ્ત

નિશ્ચિત છે !

**

એક દિવસ આંખો ઝાંખી થાય છે.

**

કોઈક દિવસ કદાચ ડાબો યા જમણો હાથ કામ કરવાની ના પાડે છે.

**

સુંદર કોકીલ કંઠમાંથી સૂર બહાર નિકળવા માટે આનાકાની કરે છે.

**

માણસ તરીકે ખાલીપણાનો અહેસાસ થાય છે.

**

અસ્તિત્વના અંત સમયે નામ શબ્દનો પડઘો નાશ સંભળાવવા લાગે છે.

**

એક દિવસ આપણો ભૂતકાળ ખભા ઉપર મૂકી, ચિતા ઉપર સૂવડાવી

તેને આગ ચાંપવાનું દિલ થાય છે.

**

એક દિવસ આવા સુંદર જીવન કાજે સર્જનહારનો દિલથી આભાર માનવા

હૈયુ થનગની ઉઠે છે.

**

તો વળી એક દિવસ આકાશ સામે જોઈ ખડખડાટ હસવાનું મન થાય છે.

**

શાકજે સુનહરા દિવસની યાદ જુવાનીનાં રંગીન દિવસોમાં ઘસડી જાય છે ?

**

વળી કદીક બાળપણ ડોકિયા કરી નિર્મળ જગતમાં સરી જવાની ફરજ પાડે છે.

**

એક દિવસ વર્તમાન માથું ઊંચકી બધા વિચારો ખંખેરી નાખી બસ આજ

એ સુવર્ણ તક છે તેમ મનાવવા પ્રયત્ન કરે છે.

**

એક દિવસ આ જીંદગી સફળ કરી કે નિષ્ફળ ગઈ તેનું સરવૈયું કાઢવામાં બેચેની

અનુભવાય છે.

**

એક દિવસ વાણી, વિચાર અને વર્તનમાં સમ્રુધ્ધિ પામીશ તેવી ખેવના કરે છે.

**

એક દિવસ દરેક તમન્ના પૂરી કરવા બદલ ભગવાનનો ખરા દિલથી આભાર

માની આ જીંદગીની સફર પૂરી થવાની કાગડોળે રાહ જોતી બારી બહાર તાકી

રહીશ.

**

એક દિવસ દરેક પ્રહાર નિરવ બની જાય છે.

**

અંતે સાત દિવસના અસ્તિત્વનાં ચિત્રપટનો પડદો પડી જાય છે.

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

14 11 2015
Neetakotecha

Wahhhh khub hraday sparshi vat. Aavu ganu karvani ichcha thay che.

14 11 2015
14 11 2015
Navin Banker

મને આ પ્રથમ લીટી ના ગમી. અસ્તિત્વ પુણ્યરૂપે અને અંત પાપ રૂપે કેમ ? યોગ્ય શબ્દો નથી. બાકી બીજી બધી શબ્દોની રમત સારી છે.

નવીન બેન્કર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: