હવે શું ?

18 11 2015

now what

 

 

 

 

 

 

 

*********************************************************************************************************************

ભાઈ, ભાભી બાળકો સાથે અને બહેન, જીજુથી ઉભરાતા ઘરમાં જ્યોતિ ભૂલી ગઈ કે તે

કેટલી લાચાર છે. નસિબ લઈને આવી હતી, દિવાળીના દિવસોમાં રોજ નવું મનપસંદ

ખાવાનું તેના મુખ પર ખુશીની લાલિમા પ્રસરાવતા. બન્ને ભાઈ બહેન તેને માટે ઘણી

બધી ભેટ સોગાદ લાવ્યા હતા.  તેને જોઈ ન શકે પણ તેનો સ્પ ર્શ માણી શકે. કુદરત

જ્યારે માનવીને બાહ્યચક્ષુથી વંચિત રાખે ત્યારે તેને અનેક ચક્ષુનું સ્પર્શ દ્વારા પ્રદાન

કરે છે. ખુશી અને ગમ પ્રદર્શિત કરવાની અનોખી અદા પણ આપે છે !

દિવાળી ગઈ, મહેમાનો ગયા. ઉમંગથી ભર્યું જીવન એક જ દિવસમાં પાછું નિરસ

થઈ ગયું. દામિની વિચારી રહી ખાસ અમેરિકાથી દીકરો વહુ , મારા માટે દિવાળી

પર આવ્યા. એ તો વળી સારું છે કે ખમતી ધર છે એટલે આવે ! દીકરી પણ જમાઈ

અને બાળકો સાથે બેંગ્લોરથી આવી. એને તો એક કાંકરે બે પક્ષી મરે. સાસરું અને

પિયર બન્ને એક જ ગલીમાં છે. પ્રેમ લગ્ન કર્યા હતા. ધામધુમથી દિવાળીનું મંગલ

પર્વ ઉજવ્યું. દામિની વર્ષોથી એકલાં રહેવા ટેવાઈ હતી. ઉદ્યમશીલ જીવન હો્વા

ને કારણે તેને બહુ બહારગામ ફરવા જવું ન ગમતું. જાય પણ કઈ રીતે ? તેની સહુથી

નાની દીકરી જન્મ ધર્યો ત્યારથી ચક્ષુ વિહીન તેમજ બહેરી અને મુંગી હતી. આખો

દિવસ તેની પાછળ ક્યાં પૂરો થઈ જતો તેની ખબર ન રહેતી.બન્ને ભાઈ બહેન તેના

માટે ઘણી બધી ભેટ સોગાદ લાવે. તેની સ્પર્શની ભાષા ખૂબ આહલાદક હતી. ત્રણ્રે

ભાઈ બહેન તેનાથી ખૂબ સુંદર રીતે બંધાયા હતાં.

 

બાળપણમાં કદાપિ તેની ઈર્ષ્યા નહી કે મમ્મી તેના પર ધ્યાન વધારે આપે છે ! બન્ને

જણાને ખૂબ પ્રેમ અને લાગણી હતાં. તેથી  તો દામિની આ હાલત પ્રેમે સહી લેતી.

દેવેનને પણ તે ખૂબ વહાલી હતી. કયા જન્મનું લેણું લેવા આવી હતી તે ખબર નહી.

જ્યારે પણ કોઈ નવું કદમ ઉઠાવે ત્યારે જ્યોતિને પ્રેમથી નવડાવી પ્રભુ સામે બન્ને જણ

ઉભા રહેતાં. જ્યોતિ પાસે કોઈ અહેસાસ નહી માત્ર સ્પર્શનો આહલાદક અનુભવ. તેનું

રોમ રોમ પુલકિત થઈ ઉઠતું. તેના મુખની રેખા આનંદ અને ઉલ્લાસ પ્રગટ કરતી.

 

તહેવારના દિવસોમાં ધમધમતું ઘર પાછું નિરવ થઈ ગયું. મ્હોં પર ગમની રેખાઓ

તરવરી રહી. એકદમ હસી પડી, ચાર દિવસમાં ‘તું કોણ, તારું જીવન કેવું,  તારો માર્ગ

અલગ બધું વિસરી ગઈ ‘? દામિની બાળકો ગયા તેનો અહેસાસ પામી રહી હતી. તેના

આંખનું રતન જ્યોતિ તેની સાથે હતી.

 

અરે, આ તો પલભર થઈ આવ્યું ચાલ મન તારા જીવનમાં ઓતપ્રોત થઈ જા. મનને

ખૂબ કેળવ્યું હોવાથી વિચારો ખંખેરાઈ ગયા. ઘર સાફ કરવા માટે આવેલી બાઈ સામે

ઉભી હતી. રાહ જોતી હતી કે કઈ રીતે સાફ કરવાની શરૂઆત કરે? દામિની, દેવેનના

ગયા પછી એ જ ઘરમાં રહેતી હતી. દોમદોમ સાહ્યબી ભોગવી હતી. હવે જીવન ખૂબ સાદુ

પણ વ્યવસ્થિત હતું.  ચંપાને સામે ઉભેલી જોઈ ચમકી.

‘કાય તુલા માઈત નાહી પડતે, કાય કરાય ચ આહે’!

હા, માલા માઈત આહે’.

તો શરૂ કર, પહેલાં અમેરિકાવાલા ભાઈના રૂમની ચાદર અને બધા ટુવાલ તેમજ કપડાં ધોઈ

ઈસ્ત્રી કરી દે. પછી ઘરનું કામ શરૂ કરજે’ !

ચંપાએ કા્મ શરૂ કર્યું ત્યાં રસોઈવાળી બાઈ આવી. ‘આજે ખૂબ સાદી રસોઈ બનાવજો. મારે જમીને

અનાથાશ્રમ જવું છે. દામિનીએ સવિતાને પૂછ્યું જ્યોતિબેન જમ્યા કે નહી ?

‘આજે પેટ ભરીને ખાધું . કેટલા દિવસ પછી ચાલુ રસોઈ થઈ છે’. દસેક દિવસ પછી તેનો નિત્યક્રમ

શરૂ થયો હતો. છતાં પણ મનમા જલતી ચિનગારી કોઈક વાર પ્રદિપ્ત થઈ જતી.

‘આજે હું જીવું છું ત્યાં સુધી મારી જ્યોતિની કાળજી કરીશ. ન કરે નારાયણને મારી આંખ મિંચાઈ જાય

પછી  આ દીકરીનું કોણ કરશે? વળી પાછું એ મન સુંદર જવાબ આપતું, ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા

શકટનો ભાર જેમ શ્વાન તાણૅ.’

દામિનીને શ્રીનાથજી પર અપાર  શ્રદ્ધા. અરે, દેવેનના ગયા પછી બન્ને બાળકો માળો ત્યજી પોતાનું

ઘર વસાવવા ગયા ત્યારે કોણે સહાય અને બળ આપ્યું હતું ? હવે જ્યોતિ ૩૦ની ઉપર પહોંચી ગઈ હતી.

સારી દેખભાળને કારણે તેના નખમાં પણ રોગ ન હતો. જ્યોતિ પણ શું કરે? માત્ર સંવેદના અને સ્પર્શની

ભાષા જાણતી હતી. તેની ‘મા’ જ્યારે ઉદ્વેગ કે અસંજસમાં હોય ત્યારે તેના હ્રદયના ધબકારા દ્વારા જાણી

શક્તી. કુદરતે તેનામાં એ શક્તિ છૂટે હાથે વેરી હતી.

આજે દામિની અનાથ આ્શ્રમમાં જતાં પહેલાં તેને જણાવવા આવી હતી. જ્યોતિ સ્પર્શના સ્પંદન દ્વારા

માતાની હાલત સમજી ગઈ. માના ખભા પર માથું ઢાળી અપૂર્વ શાંતિ  અપી રહી. દામિનીને તેનો અહેસાસ

થયો. મન મક્કમ કર્યું. તેની પ્રતિકૃતિ રૂપે જ્યોતિએ માના ગાલ પર ચુંબન આપ્યું. દામિની નિશ્ચંત થઈને

ઘરની બહાર નિકળી. સરજનહાર પર શંકા કરવા બદલ તેને મનમાં સંકોચ થયો. એક સુંદર કહેવત યાદ

આવી. ‘દાંત આપે તે ચવાણું પણ આપે’!  જ્યોતિને સર્જન કરી તેનૉ સર્જનહાર જાણે છે, આ જીવ ક્યાં સુધી

ધરતી પર વિહરશે ? તેનું ધ્યાન કેટલો સમય રાખવાનું છે. ક્યારે તેને પોતાની પાસે ખેંચી લેવાનો છે.’

 

‘અરે, મારી દીકરી આજે તો સુંદર જીવન પામી રહી છે. કાલે શું ? હવે શું ? એવી વ્યર્થ ઉલઝનોમાં ઉલીઝી

શામાટે આજનો સંતોષ ગુમાવ  છું’ ? દામિની સ્મિત રેલાવતી ગાડીમાં બેસીને. ‘ડ્રાઈવર અનાથ આશ્રમ લે

ચલો” બોલી ઉઠી !

 

દામિની ગાડીમાં જઈ રહી હતી. ખબર નહી કેમ તેને જ્યોતિનો અનુભવ થયો. નિકળતી વખતે જ્યોતિને

પ્રેમથી ભેટી સુવા માટે પલંગમાં બેસાડી. પ્યારથી સુવડાવી તેના રૂમનું એરકન્ડીશન ચાલુ કર્યું જેથી તેની

દીકરી આરામથી સૂઈ શકે. તે લગભગ ત્રણ કલાક રોજ જમ્યા પછી સૂતી હતી. જ્યારે તેને શાંતિથી સૂતા

નિહાળીએ તો લાગે નહી આ છોકરીને કોઈ પણ જાતની તકલિફ હોઇ શકે. જાણે નાનું નિર્દોષ બાળક ન સુતું

હોય. જ્યોતિ દેખાવમાં ખૂબ સુંદર હતી.

ઉમર ભલે ૩૦ વર્ષની થઈ હોય જાણે ૧૮ થી ૨૦ની હોય તેવી જણાતી. તેને ખાવા પીવાનું ખૂબ સાચવીને

અપાતું. નિયમિત કસરત કરવી ,સાંજ પડે નીચે હિંચકે ઝુલવું. બગિચાના પુષ્પોને સ્પર્શ દ્વારા પ્યાર કરવો.

તેની સંભાળ લેનાર સાવિત્રી સાંજના બગિચામાં રોજ જ્યોતિની સાથે રમે. તેને ખુલ્લી હવામાં ખૂબ ગમતું.

દામિની ઘરે આવી. તેના માનવામાં ન આવ્યું કે જ્યોતિ હજુ ઉંઘે છે. બે ખારી બિસ્કિટ અને ચહા ગટગટાવી

જ્યોતિના રૂમમાં આવી. શાંતિથી સૂતી હતી. જાણે સ્વપ્ન સુંદરી ન હોય ? નજીક જઇને ઉઠાડવા ગઈ તો

જ્યોતિ હાલે નહી ! દામિનીને દિમાગમાં ચમકારો થયો. અનાથાશ્રમ જતાં પહેલાં જ્યારે જ્યોતિને વહાલ

કયું હતું તેમાં ખૂબ આહલાદક અનુભવ થયો હતો. જાણે જ્યોતિ સ્પર્શ દ્વારા સમજવી ગઈ આ છેલ્લો સ્પર્શ !

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

18 11 2015
Neetakotecha

Ohhh hraday sparshi varta. Aavo end to vicharyo j nhoto.

18 11 2015
19 11 2015
Ramola Dalal

Two thumbs up. Thanks for sharing.

Sent from my iPad

Ramola K Dalal

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: