મને કહ્યું ન હતું !

29 12 2015

did not ask

**********************************************************************************

‘મેનકા,  આજે મારી કાકાની  અને ફોઈની દીકરીઓ ભારતથી આવે છે. આપણે ત્યાં ક્યા્રે બોલાવશું?’

‘આ વિક ખૂબ બીઝી છે. મે બી આવતા વિકે’ !

મોહિત કાંઇ બોલ્યો નહી. આ બન્ને બહેનો સાથે રમીને મોટો થયો હતો. તેમના કરતાં નાનો એટલે બન્ને બહેનો તેને ખૂબ પ્યાર કરે. ખરેખર તો મોહિત ઘરમાં સહુથી નાનો હતો. સંયુક્ત કુટુંબને કારણે કાકા, ફોઈના બાળકો કે પોતાના  ભાઈ બહેન વચ્ચે કોઈ ફરક ન હતો. હવે મેનકા જે પ્રમાણે કહે તે પ્રમાણે કરવું પડે. જો બીજો અભિપ્રાય આપે તો તેના બાર નહી, તેર વાગી જાય ! જો કે આજકાલ બધા જણતા હોય છે. લગ્ન પછી પુરૂષ બે વાર મોઢું ખોલે બગાસુ આવે ત્યારે અને પત્ની માટે સરપ્રાઈઝ લાવ્યો હોય ત્યારે. ( જમતી વખતે  તો બધા ખોલે !)

આ પ્રથા ઘરે ઘરમાં ચાલે છે. મોહિત તેના વિપરિત પરિણામોથી માહિતગાર હતો. એક શિલાલેખ કોતરી રાખ્યો હતો. મોટા નિર્ણયો મારે કરવાના, નાના નિર્ણયો મેનકા કરે. બન્નેના વિભાગ મેનકાએ નક્કી કર્યા હતા. જેવા કે ભારતમાં મોદી સફળ થયા કે નિષ્ફળ ? સફળ થવા કયા પગલાં ભરવા. અમેરિકાના ૨૦૧૬,  ઈલેક્શનમાં કોણ  આવશે હિલરી કે જિગલો ટ્રમ્પ ?  જ્યારે બાળકોનો કર્ફ્યુ ટાઈમ શું? કઈ કૉલેજમાં જવાના. વિક એન્ડમાં પાર્ટીમાં ક્યાં જવાનું , કોને બોલાવવાના વિ. વિ. એ બધું ‘લેડી ઓફ ધ હાઉસ’ નક્કી કરે.

હવે ઝરણા અને નીરાને ઘરે બોલાવવાનું દસેક દિવસ ઠેલાયું. મોહિતથી તેમને મળ્યા વગર આટલા બધા દિવસ કેવી રીતે રહેવાય ? તેની બહેનો હ્યુસ્ટનમાં હોય અને ભાઈ દસ દિવસ સુધી મળે નહી!. મેનકાના કારણે તેમને ઘરે ન ઉતારી શકવાનો અફસોસ હતો ! ખૂબ મગજ કસ્યું. મેનકા સાથે નથી આવવાની ખબર હતી. તેને પૂછ્યા વગર યા કહ્યા વગર જાય તો એન્ડ રીઝલ્ટ વિલ બી ટેરીબલ ! મગજમાં ઘણા તુક્કા દોડાવ્યા. આખરે તેને જે વિચાર આવ્યો તેના પર મોહિત ફિદા થઈ ગયો.

હવે શું નો જવાબ મળ્યા પછી નિરાંતે બ્રેકફાસ્ટ કરી મેનકાને મીઠી મધુરી કિસ આપી જોબ પર જવા નિકલ્યો!

જેને ત્યાં ઉતર્યા હતા તે નીરાના મોટાં નણંદ હતા. ઝરણા પણ એ જ કુટુંબમાં પરણી હતી.  તેમને પૂછ્યું ,  ‘તમે ક્યારે ગેલેરિયા ફરવા આવવાના છો?’

મોહિતે તે પ્રમાણે જૉબ પરથી ટાઈમ ઓફ લીધો. બન્ને બહેનોને મળ્યો. નીરા અને ઝરણાં તો ભાઈને જોઈ પાગલ થઈ ગયા.  લંચમાં બધાને લઈને ‘કિરણ’ રેસ્ટોરન્ટમાં ગયો.   આવી સરસ રેસ્ટોરંટ  ,રીવર ઑકસનો એરિયા બન્ને બહેનોને ખૂબ પસંદ આવ્યો. પેટ ભરીને  બન્ને બહેનોને શૉપિંગ કરાવ્યું. ગેલેરિઆ મૉલ હ્યુસ્ટનનો ખૂબ સુંદર અને વિશાળ મૉલ છે. નીરા અને ઝરણા પહેલી વાર અમેરિકા આવ્યા હતા, બન્નેના પતિદેવ સેમિનાર માટે અમેરિકા આવ્યા હતા. ડલાસમાં સેમિનારમાં હાજરી આપી પછી હ્યુસ્ટન આવવાના હતા.

‘નીરા તારી ભાભીને મેનેજર હોવાને કારણે ખૂબ કામ રહે છે. વિક એન્ડનો પ્લાન બનાવવાનો હતો પણ છોકરાઓ ના પ્રોગ્રામમા ગયા વગર ચાલે તેમ નથી. ટિકિટો એડવાન્સમાં આવી ગઈ છે’. મોહિતે વિવેક ખાતર જણાવ્યું.

ઝરણા કહે,’ પાગલ તું શાને બધુ કહે  છે. તું આજે મળ્યો . આટલો જલસો કરાવ્યો. મેનકાને અને બાળકોને આવતા વિકે મળીશું. શાંત થા ભાઈલા તારો પ્રેમ અકબંધ છે. તેમા ગાબડું પડવાની કોઈ શક્યતા નથી’.

તમે આવો  ત્યારે આપણે નવું ઈંગ્લિશ પિક્ચર જોવા જવાનો અને નાસા જવાનો પ્લાન મેં અને મેનકાએ બનાવ્યો છે. મેનકાએ કશું જ કહ્યું ન હતું. તેનું સારું લાગે એટલે મોહિત બોલ્યો.

સાંજે મોહિત રોજના સમયે ઘરે આવ્યો.  એ દિવસે મેનકા જૉબ પરથી વહેલી છૂટી હતી.  ‘ સાક્સ ફિફ્થ એવન્યુ’માં એણે એક વસ્તુ હૉલ્ડ પર મૂકાવી હતી. આજે સમય હતો એટલે પિક અપ કરવા ગઈ હતી. મૉલમાંથી નિકળતા મોહિત તેની નજરે પડ્યો હતો. સમજી ગઈ હતી. મોહિત તેની બન્ને બહેનો તેમજ તેમના સગા સાથે ખરીદીમાં મશગુલ હતો. નીરા અને ઝરણા કોઈ રીતે મેનકાને તેના થ્રી પિસ સુટમાં ઓળખી ન શકે! બોલ્યા વગર સીધી ઘરે આવી ગઈ..

રાતના ડિનર ટેબલ પર બધા બેઠા હતા. મોહિત,’ હાઉ વૉઝ યોર ડે’?

‘મોહિતે બેફિકરાઈથી જવાબ આપ્યો, ‘એઝ યુઝવલ’.

મોહિતે તેને પૂછ્યું , ‘વૉટ ડીડ?-ઊઊઊઊઊઊઓ યુ ડુ ટુડે’?

મેનકા ખૂબ ઠાવકી બની ને કહી રહી,  ‘આઈ વેન્ટ ટુ પિક અપ માય પાર્સલ એટ’ ગેલેરિયા .

મોહિત  ચમક્યો. તેણે મેનકાની સામે જોયું, બાળકો હતા એટલે તે બોલી કાંઈ નહી, પણ તેની આંખોમાં સ્પષ્ટ પણે મોહિતને વંચાયુ, ” હની, તેં મને  કહ્યું ન હતું !”

 

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

29 12 2015
Neeta kotecha

Jyare jyare hu mari aaju baju aavi stri o ne jov chu. Dukh ane gusso banne aave che.

29 12 2015
pravina Avinash kadakia

Thank God you are in India. That is the way life goes. Why we should worry.

We have to do what is right !

pravinash

29 12 2015
Harnish Jani

નાનકડી સ્ટોરી ગમી. થેન્ક યુ.

હરનિશ જાની

9 02 2016
Vinod R. Patel

ઘર ઘરની વાત …. સુંદર રજૂઆત …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: