ચાંદી જેવા ચમકીલાં વાળ ******

3 01 2016

 

 

 

silver hair

 

 

 

 

 

******************************************************************************************************

સ્ત્રીની શોભા્માં વાળથી ચાર ચાંદ લાગી જાય છે. કેવું સુંદર કાવ્યમય નામ છે તેનું. ‘કેશ કલાપ’. આજકાલ તો વાળ ન હોય એ પ્રથા પૂરબહારમાં પ્રચલિત છે. ઉમર થાય એટલે વાળ ધોળા થવાના એ સાંભળ્યું હતું. હવે અનુભવ્યું ! એ કુદરતનો ક્રમ છે. કદાચ કોઈને નાની ઉમરે તો કોઈ નસિબદારને આખી જીદંગી વાળ કાળા રહે. ચિંતાને કારણે પણ વાળ જલ્દી સફેદ થતા હોય છે.  એ બુઢાપાની સહુ પ્રથમ નિશાની ગણાય છે. હવે બુઢાપો વાળને આવે, ઉમર વધે કિંતુ જો વ્યક્તિ વિચારથી બુઢો થાય તો તેનો કોઈ ઈલાજ નથી !

હા, બુઢાપાની બધી કમજોરી મંજૂર છે. એક સિવાય, ‘

‘હું જે કહીશ તે સત્ય કહીશ સત્ય સિવાય બીજું કાંઈ નહી’. ગીતા પર હાથ મૂકીને કહું છું !

કેટલાં વર્ષો વિતી ગયા. ભલેને ગમે તેટલું ગણિત સારું છતાં ગણવાના છોડી દીધાં. આવી વાતો ચાલતી હતી ત્યાં મારી લાડલી રિયા આવી પહોંચી. ‘ગ્રાન્ડ મૉમ, પછી ઈશારાથી મને કહે , તમારી બહેનપણી સાથે શાની વાત કરો છો. મેં એને સમજાવ્યું. પછી ધીરેથી પૂછ્યું ,’રિયા તને ગ્રાન્ડમૉમના વાળ બ્લોન્ડ જેવા હોય તો ગમે’?

‘નો , ગ્રાન્ડ મૉમ મને તમારા વાળ મારા જેવા છે તે બહુ ગમે છે’.

ગાડી આડા પાટા પર જાય તે પહેલાં સાચું કહી દંઉ, મને પોતાને મારું મોઢું અરિસામાં જોવું ન ગમે. હા ઉમર સાથે વાળ ધોળા થયા છે.  જે ધોળા છે પણ દેખાતા નથી !  અરે, એક વાર હૉસ્પિટલમાં ગઈ હતી. વેઈટિંગ રૂમમાં અમે બેઠાં હતાં. અતિશયોક્તિ નથી પણુ ઉમર હોવા છતાં વાળનો જથ્થો સારો છે’.  મારી બાજુમાં બેઠેલો એક ધોળિયાએ કૉમેન્ટ કરી, ‘યુ હવે વેરી નાઈસ હેર’.

મલકાટ સાથે મેં જવાબ આપ્યો, ‘થેંક્સ, ડયુ ટુ નાઈસ એન્ડ ઈઝી’ . વેઈટિંગ રૂમમાં બેઠેલાં બધા હસી પડ્યા. આ તો છે ને પસંદ અપની અપની ખયાલ અપના અપના જેવું છે. જોવા જઈએ તો ઉમરને કારણે કાળા વાળ માથામાં શોધવા પડે. પણ આગળ કહ્યું તે પ્રમાણે સગવડ છે તો તેનો ઉપયોગ કરવામાં કોઈ હાનિ નથી. બાકી અમેરિકા આવી ત્યારથી ‘ધોળા વાળાવાળી’ બ્લૉન્ડ લેડીની વાતો સાંભળી સાંભળી  ‘ચાંદી’ જેવા વાળ પ્રત્યે કોઈ લગાવ નથી.તેનો મતલબ બધાને ખબર છે ! (અંહી એવું માનવામાં આવે છે બ્લૉન્ડનો ઉપલો માળ ખાલી હોય) હા, તેઓ દેખાવમાં મનમોહક હોય છે. ‘બાર્બી ડૉલ જેવાં.’ વાત કરે ત્યારે પૈસા પડી જાય.

ઉમર પ્રમાણે પ્રભાવ ત્યારે પડે જ્યારે તમારા માથાનું છાપરું ચાંદી જેવું હોય. એ વાતમાં તથ્ય કેટલું છે તે આપણે સહુ જાણીએ છીએ. તમારો ચહેરો ( પછી ભલે વાળ કાળાં હોય) તમારી ઉમરની ચાડી ખાશે. તમારું બોલવું, ચાલવું, શાણપણ  કે ગંભિરતા કહી આપશે કે તમે ૪૦ કે ૪૫ વર્ષના નથી ! બાકી સફેદ છાપરાથી તમે બુદ્ધિશાળી દેખાવ કે ‘કાકા યા માસી’ દેખાવ તેમાં શું ધાડ મારી. મેં ૨૨ વર્ષના છોકરાના પણ સફેદ વાળ જોયા છે! (વાળમાં કોઈ ખામી હોવાને કારણે). યાદ રહે વાળ ધુપમાં નહી અનુભવથી અને વર્ષોની એકઠી થયેલી કાબેલિયતથી ધોળા થયા હોય છે. જીવનમાં આવડતની એરણ પર ટિપાઈને, પ્રવૃત્તિની પગદંડી પર ચાલીને, ઝંઝાવાતો સામે ઝુમીએ ત્યારે વાળ ચાંદીની જેમ ચમકે છે.

જો હવે તેને મનગમતા રંગમાં રગીએ તો અનુભવ કે કાબેલિયતમાં કશો ફરક પડતો નથી. એક જીંદગી જીવવાની છે. તેની ઢબ  દરેકની આગવી હોઈ શકે. જેમ અંતરની પવિત્રતા અને શુદ્ધિ આવશ્યક છે તેમ બહારના દેખાવ પર આંખ આડા કાન ન કરી શકાય. દરેકને વ્યવસ્થિતતા અને સુંદરતા ગમે છે. જો તેમાં સુઘડતા ભળે તો ખોટું શું છે.

બે વર્ષ પહેલાં ભારત ગઈ હતી. અમે શાળાની બધી બહેનપણીઓએ મળવાનું નક્કી કર્યું. નીરૂને ત્યાં જવાનું હતું. સુરભિ મને નીચે મળવાની હતી.  રાહ જોતી ઉભી હતી. થોડે દૂર બીજી પણ એક સ્ત્રી કોઇની રાહ જોતી હતી. અમુક સહેલીઓને તો ૩૦ વર્ષથી જોઈ ન હતી. સુરભિ આવી અમે બન્ને ઉપર ગયા. અમુક તરત ઓળખાઈ ગયા. ત્યાં દક્ષા આવી, હાય કહ્યું. મેં કહું ઓળખાણ ન પડી. મને કહે ‘દક્ષા વ્યાસ’. એ લગ્ન પહેલાંની અટક બોલી.

મારી આંખો પહોળી થઈ ગઈ. ક્યાં તરવરાટ ભરેલી શાળાની દક્ષા, આ સામે ઉભેલી બધા સફેદ વાળ અને થોડી ભારે. તેણે પણ મને નહોતી ઓળખી. એ પણ નીચે કોઈની રાહ જોતી ઉભી હતી. જો કે વાત ચાલુ થઈ પછી તેનો રણકો જાણીતો લાગ્યો. એ જ પહેલાંની દક્ષા. જાજ્વલ્યમાન અને ઠસ્સાદાર. લગભગ ૩૦ વર્ષ પછી મળ્યા હતા. એ વર્ષો ક્યાં ખરી પડ્યા અને પહેલાનાં દિવસો યાદ કરી રહ્યા.

‘ચાંદી’ જેવા વાળ જોવા ગમે છે રાખવા નહી ! ઉમર જણાય એ વાહિયાત કારણ છે. જે ઉમર છે તેમાં રતિભર ફરક પડવાનો નથી. ઉમર સાથેના ગુણ તો ચાંદી જેવા વાળ હોય કે ‘રંગ’ કરેલાં રહેવાના જ ! જે ચહેરો આપણને અરિસાની મારફત દેખાય છે એ ખુદને ગમવો જોઈએ ? જેનાથી  શ્રદ્ધા અને વિશ્વાસ દૃઢ થાય છે. દેખાવ જીવનમાં સર્વસ્વ નથી હ્રદયની પવિત્રતા અને કુમાશ સામી વ્યક્તિને પ્રસન્ન કરે છે. આપણી આંખ ,મારી અને તમારી સૌંદર્ય પ્રત્યે પક્ષપાત કરે છે  એ જગજાહેર છે’.

તમે નહી માનો ,ભર જુવાનીની વાત છે. મારો મોટો દીકરો ત્યારે ૬ વર્ષનો હતો. આજે વાત કરવા બેઠી એટલે ૪૦ વર્ષ પહેલાંનો પ્રસંગ યાદ આવી ગયો. તેની શાળામાં મમ્મી અને પપ્પાને જવાનું આમંત્રણ હતું. અમે ત્રણે તૈયાર થયા.  મારી ઉમર ૨૮ વર્ષની. મારા દીકરા રૂપિનનો મિત્ર બાજુમાં રહેતો હતો. તેના પપ્પા આવ્યા. મારા પતિને કહે છે, ‘મારો દીકરો અમને તેની શાળામાં આવવાની ના પાડે છે’.

‘કેમ તમને આમંત્રણ નથી ?’

‘હોય જ ને’.

‘ એ કહે છે ,મને  મારા પપ્પા રૂપિનના પપ્પા જેવા જોઈએ છે’.

હવે એ ભાઈ હતાં બીજવર. તેમની પત્નીને દીકરી થયા પછી દીકરો લગભગ ૧૧ વર્ષે આવ્યો હતો. માથામાં એક પણ વાળો કાળો શોધ્યો જડે તેમ ન હતો. ત્યારે તેમની ઉમર ૫૦ વર્ષથી વધારે ન હતી. બોલો તેમનો પોતાનો દીકરો , પપ્પાના  વાળ અને રૂપિનના પપ્પાના વાળ સાથે સરખામણી કરી રહ્યો. તેના પપ્પાનો દેખાવ પણ આધેડ હતો. હવે જો નાનું બળક પણ તે તફાવત પારખી શકતું હોય તો બીજા કોઈની વાત ક્યાં કરવી.  માત્ર ૬ વર્ષની કુમળી ઉમરમાં. સત્ય ઘટના છે.

ચાંદી જેવા વાળ એ ખરેખર જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. જે ઉમર સાથે મળેલી ભેટ છે. તમે ક્યાંય મુસાફરી કરતાં હો તો લોકો આદર પૂર્વક તમને નિહાળશે ! બસમાં યા ટ્રેનમાં મુસાફરી કરતા હો તો જુવાનિયા ઉઠીને બેસવાની જગ્યા કરી આપશે. સલાહ માટે ‘ચાંદી ‘જેવા વાળ હોય તેઓ પહેલી પસંદગી પામે . સ્વાભાવિક છે અનુભવીઓ પાસે જીવનનો નિચોડ હોય. હવે એ જ ‘ચાંદી’ ને બદલે ‘શ્યામ કે લાલ ‘ હોય તો પણ મોઢા પરની રેખા તમારી પહેચાન આપી દે છે. ઉમર કાંઇ માત્ર વાળ દ્વારા પ્રકાશિત થાય એ પાયા વગરની વાત છે.

ચાંદી જેવા વાળ જેમને ગમે તેમને મુબારક. એ પસંદગી સહુની હોય એ વાત પાયા વગરની છે. જેમ સિક્કાની બે બાજુ હોય, તેમ લાભ અને ગેરલાભ તો રહેવાના. બાકી વાળ ચાંદી જેવા હોય કે રગેલા ઈશ્વરને  કોઈ હિસાબે છેતરી શકવાના નથી ! જે જિંદગી જીવીએ છીએ તેમાં કશો ફરક પડવાનો નથી. ૨૧મી સદીમાં જ્યાં વાળ ભુરા, ગુલાબી, વાદળી કે જાંબલી પણ જોવા મળે છે ત્યાં ચાંદની જેવા વાળ તેની જગ્યાએ યોગ્ય જણાય છે. અપની અપની પસંદ. આ વાતમાં કોઈ ખરું નથી કોઈ ખોટું નથી !

 

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

3 01 2016
neeta kotecha

ekdam sachi vat kahi.. me gana loko ne joya che jemna badha val white hoy. pan lage jajarman..

3 01 2016
NAVIN BANKER

મને તમારા આ વિચારો ગમ્યા. મારા વાળ કાલાભમ્મર અને ઝુલ્ફાદાર હતા. આજે સાવ ખરી ગયા છે. મારા પિતાશ્રીના વાળ ૬૨ વર્ષની ઉમ્મરે પણ સફેદ થઈ ગયેલા પણ રહ્યા હતા ગુચ્છાદાર. હું આજે ચાંદી જેવા ભલે હોય પણ ગુચ્છાદાર વાળ માટે તરસું છું. તમે લેખમાં નામ બદલ્યા નથી લાગતા. દક્ષા વ્યાસ નામની એક છોકરીને હું ઓળખતો હતો. એના પિતાશ્રીનું નામ કદાચ હરિપ્રસાદ હતું.પણ તમે તો મુંબઈની કોઇ દક્ષા વ્યાસની વાત કરી હશે. હું જેનેઓળખતો હતો એ તો અમદાવાદના ખાડીયા વિસ્તારની હતી. એ વાત ૬૦ વર્ષ પહેલાંની હતી.

નવીન બેન્કર

3 01 2016
NAVIN BANKER

તમારા બધા જ ચિંતનલેખો હું વાંચું છું. શક્ય હોય ત્યાં સુધી ‘કોમેન્ટ્સ’ લખું છું. ક્યારેક ચુપ પણ રહું છું. તમારો સ્વભાવ અને ઉન્નત વિચારો જોતાં, તમને મારી કોમેન્ટ્સ નહીં ગમે એમ સમજીને મૌન રહેવું પસંદ કરૂં છું. બાકી, વાંચું તો ખરો જ.

નવીન બેન્કર

4 01 2016
pravina Avinash

Honesty is the best policy.. You feel free to write. This is 21st century.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: