સત્યં વદ

7 01 2016

tell truth

 

 

 

 

 

****************************************************************************************************

જોડાયા સારા કે જોડાયા હતા તેનાથી છૂટા પડ્યા તે સારા

અનુભવિઆને પૂછી જો જો આભમાં રોજ  કેટલા તારા ?

****************

 

વિચારો રોક્યા રોકાય નહી,વાળ્યા વળે નહી

વિચારોના વહેણમાં વહી અશાંતિ ટળી નહી !

******

વિચારો શાને ? નિહાળવાનું કેમે બન્યું નહી

વિચારો અવરોધ્યા ત્યારે અશાંતિ રહી નહી

*****

અભય નીડરતાનું સર્જન કરે છે

અભયતા કેળવવી એ કાચાપોચાનું કામ નથી

***

કાયરતા છટકબારીનું બીજું નામ છે

કાયર જીંદગીમાં નાસીપાસ થાય છે

***

સાપ ખુદ પોતાના ઝેરથી મરતો નથી

લદબદતા ઘીનો શિરો ખાવાથી જીભ કદી ચીકણી થતી નથી

આંખના કૂવાનું કદી તળિયુ દેખાતું નથી.

***.

સમજુ માણસ નાના નાના અવરોધોથી જીવનમા હિમત ખોતા નથી.

અવરોધો વિચારોને ખાતર, પાણી અને સૂર્ય પ્રકાશની ગરજ સારે છે.

સરળતા પ્રગતિના સોપાન સર કરવામાં સહાયરૂપ બને છે.

***

હામ ન હારો

પ્રયત્ન કરો

જીવનનો ધારો

જીવન જીવવા માટે હિંમતનો સહારો

ખાલી ખાલી  શાને પાડો દેકારો !

 

***

પાનખરમાં  ખરી  પડતાં  પીળા  પાનને  વૃક્ષ  પકડી રાખતું  નથી.

વસંતના વધામણાં સમાન  ફુટતી  કુંપળોને  વૃક્ષ રોકી  શકતું  નથી.”

***

સહારો એની લેવી જે વખત આવે દગો ન દે,પછી ભલેને તે પથ્થર પણ કેમ ન હોય ?

જે સમય આવ્યે પાયામાં ધરબાય કે મંદિરમાં ઈશ્વર બની પૂજાય !

***

સાથી ગુમાવ્યો છે સાથ નહી

સાથ છૂટે જ્યારે શ્વાસ નહી !

***

કોઈ સમજે યા ન સમજે તારી ફરજ ન ચૂકાય.

તારો ધર્મ બજાવ્યે જા સમજણ ન વિસરાય

***

કુટુંબ અને મિત્રમંડળમા પ્રેમ આપો, તે કદી ખૂટવાનો નથી.

જે મફત છે અને વળતર અઢળક આપે છે

 

**

કર્મ કર્યા વગર જીવનમા રહી શકાવાનું નથી.

કર્મ કર ફળ મળ્યા વગર અટકવાનું નથી !

**

ભૂલ હોયતો માફી માગવામા શરમ શેની.

માફી માગવી એ તો નિડરનું કામ છે !

***

જો લાગણી દુભાય તો જરૂરથી સામી વ્યક્તિને જણાવશો.

સામી વ્યક્તિમાં સમજણ હશે  તો નિરાકરણ જરૂર થશે !

***

જ્ઞાનની શક્તિ અપરંપાર છે

જ્ઞાન વગરનો આદમી બિસ્માર   છે

***.

ભક્તિ અને નમ્રતા સુવાસ ફેલાવે છે.

તેનો પમરાટ દીશાઓ મહેકાવે એ. !

***

મોતથી  શું ડરવું વહેલું કે મોડું આવવાનું છે

હસતે મુખે સ્વાગત કરો મુસાફરી જારી છે

***

છે તેનો ઉત્સવ મણાવો

નથીની ચિંતા વ્યર્થ છે

***

 

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

7 01 2016
Neetakotecha

Wahh kya thi shodhi lavo cho aavu badhu ? Bahu j saras

7 01 2016
Nayana Y Mehta

Fun and joy reading

Nayana Mehta

7 01 2016
Mahendra Shah

Good!

Mahendra Shah
Artist/ Cartoonist.

10 01 2016
vibhuti

very very nice

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: