જીવન થોડું રહ્યું !!!!!

18 01 2016

 

uncertain

 

 

 

 

 

****************************************************************************************આ જીવનમાં હર પળ અણમોલ  છે. મિલનનો આનંદ ત્યારે સમગ્ર અસ્તિત્વમા ચેતના પ્રસારે છે  જ્યારે વિરહની  વેદનાના ડંખ લાગે છે. જેવું મિલન અને વિરહમાં છે તે પ્રમાણે આ દ્વંદ્વ મય જીંદગીના ખૂણે ખૂણે આ વાસ્તવિકતા છુપાયેલી છે. જ્યારે સાથીની સંગે હોઈએ ત્યારે’ વિરહ’ નામની વ્યથા કે કથા જણાતી નથી. એ તો જ્યારે હકિકતનો સામનો કરવો પડે ત્યારે સફાળા જાગી જવાય છે.

એવું કંઈક આ શ્વાસ અને ઉચ્છવાસ વિષે કહી શકાય. આ ધરતી પર અવતરણ કર્યું. માતાના ગર્ભમાંથી બહાર આવી, નાડ કાપી કે તરત જ શ્વાસ લેવાનાં ચાલુ થઈ ગયા. હવે શ્વાસ લઈએ એટલે ઉચ્છવાસ પણ કાઢીએ. સાચું કહેજો કોઈ પણ દિવસ તેના પર ધ્યાન આપ્યું છે? જવાબ રોકડો છે ‘ના’. કિંતુ જ્યારે શ્વાસ બંધ થઈ જાય છે. ત્યારે આવતા પરિણામથી આપણે સહુ પરિચિત છીએ.

આત્મા અને પરમાત્મા! આત્માનો સ્વિકાર આપણે ખુલ્લા દિલે અને મને કરીએ છીએ. તેનો સચોટ પુરાવો આપણી હયાતી છે. પરમાત્મા માટે આપણે હમેશા શંકાશીલ રહ્યા છીએ. તેનો ઉત્તર સરળ નથી. એ પરમાત્માને કેટલા વિભાજિત કર્યા છે? કેટલા નામ આપ્યા છે? તેના અગણિત સ્વરૂપ છે. જો અતિશયોક્તિ ન માનો તો દરેક વ્યક્તિ તેને અલગ અલગ રૂપે નિહાળે છે. દરેકને મન, પોતે સાચા પરમાત્માને ઓળખે છે.   ાત્મા અને પરમાત્માનો દ્વંદ્વ સુલઝાવવો ગહન છે. એ વાતની ચર્ચા ન કરવી ઉચિત છે. ભલે પરમાત્માને માનો કે ન માનો કોઈ અદૃશ્ય સર્જન શક્તિનો સ્વિકાર અનિવાર્ય છે.

જીવન અને મૃત્યુ એ ખૂબ સરળ દ્વંદ્વ છે. જીવન છે તો મૃત્યુ નિશ્ચિંત છે . કોઈ આ વાતનો ઈન્કાર નહી કરી શકે. જીવનની હરપળ કિમતી છે. અંતિમ ક્ષણે શ્વાસ બંધ થાય ત્યાર પછી શું ? એ પ્રશ્ન અનુત્તર છે. કઈ ઘડીએ એ આવશે તેની કોઈને ખબર નથી ! જીવન દરમ્યાનના તમામ બંધન, સગાઈ, પ્રેમ બધું ખરી પડશે. જીવન એવી રીતે જીવતાં હોઈએ છીએ જાણે મૃત્યુ  ‘મરી ન ગયું’ હોય! હા, મૃત્યુનો ભય નહી તેની હકિકત ખુલ્લા દિલે સ્વિકારીશું તે દિવસ મંગલ હશે? મનુષ્ય અવતાર એ અતિ ઉત્તમ અવસ્થા છે. તેની હર પળ કિમતી છે. એમ નથી લાગતું દિવસો, મહિનાઓ અને વર્ષો વિતતાં જાય છે ! આપણે માટે ખૂબ ટુંક સમય બાકી રહ્યો છે.” માણી લો, જાણી લો તેનો સદુપયોગ કરી લો” ! નિરાશા નહી આશાના ગીત ગુનગુનાઓ. ઝઘડો નહી પ્યાર કરી લો !

દશ્ય અને દૃષ્ટા એ બીજું દ્વંદ્વં છે. નરી આંખે દેખાય તે સત્ય કદાચ ન પણ હોય? કોઈના વિશે અભિપ્રાય બાંધતા પહેલાં પ્રસંગની છણાવટ આવશ્યક  છે . બની શકે તો ‘કાનેથી જુઓ અને આંખેથી સાંભળો’! સમગ્ર ચિત્રની એક એક રેખા ઉકેલી શકશો ! બાકી કાચા કાનના અને આંખે લીલા ચશ્મા ચડાવેલ વ્યક્તિની ખોટ નથી ! ‘અડધો ખાલી અને અડધો ભરેલો’ . એ શું સૂચવે છે ? જો સાક્ષીભાવે જીવવાનો સંકલ્પ કરીશું તો આ જીવન ખૂબ સુંદર છે. ‘ગીતા’નો સતત અભ્યાસ તે કેળવવામાં સહાય રૂપ છે.

અંદર અને બહાર. ભિતર શું અને બહાર શું ? ખૂબ સામાન્ય જણાય છે. તેમાં રહેલું ગર્ભિત જાણવા સદા મનને પ્રવૃત્ત રાખવું. યાદ છે ને ‘હાથીને બતાવવાના જુદા અને ચાવવાના જુદા’. અંદર અને બહાર ભિન્ન, એવી વ્યક્તિથી સદા ચેતતા રહેવું. ચેતતાં નર સદા સુખી ! મુખ  પર નકલી હાસ્ય અને અંદર દ્વેષનો લાવા ખદબદતો હોય! આ જાણવું અતિશય કઠિન છે. નામુમકિન નહી. નક્લી મહોરાં ક્યાં સુધી પહેરી શકાય. અંતે સત્ય બહાર આવીને જ જંપશે ! એક સહેલી કાયમ કહે,’તું દેખાતી નથી. ક્યારે ઘરે આવે છે?’ દર વખતે જવાબ આપવાનું ટાળતી. ભિતર થતું આ માત્ર મુખેથી આમંત્રણ આપે છે દિલથી નહી. એક વખત હારીને કહ્યું,’બોલ તને ક્યારે ફાવે છે?’ ચાલ ત્યારે મંગળવારે આપણે સાથે લંચ લઈશું. નક્કી થઈ ગયું સોમવારે રાતના ફૉન આવ્યો,’ યાર સોરી મેં કેલેન્ડરમા જોયું તો મંગળવારે મારે  મિટિંગમાં જવાનું છે’. મેં ભલે. કહી ફૉન મૂકી દિધો. આમ ‘અંદર અને બહાર ‘ ગુઢ વિષય છે. તેના વિષે એકાંતમાં બેસી અંદર ઉતરવું જરૂરી છે. પછી જો જો જે અંદર હશે તે બહાર સ્પષ્ટ પણે મુખ પર અંકિત થશે.

પ્રેમ અને આસક્તિ એ એકબીજામાં એવા ઘુલમિલ છે કે તેમને અલગ પાડવા યા સમજવા ખૂબ કઠિન છે. પ્રેમ અતિ પવિત્ર છે. જેમાં વળતરની આશ નહિવત છે. હા, બની શકે તો સામે પ્રેમ આવકાર્ય છે. આસક્તિ મોહમાં અંધ બનાવે છે . સારા નરસાનું ભાન ગુમાવે છે.’ યેન કેન પ્રકારેણ’ એ પામવાની ઉત્કંઠા હોય છે. પ્રેમ, પ્રભુ પ્રત્યે હોય. કુટુંબીઓ પ્રત્યે હોય યા સગા વહલાંકે મિત્રમંડળ પર. જો સ્વાર્થના પાયા પર નિર્ભરિત હોય તો તે હજુ પરિપક્વ નથી ! જાણો છો, “પ્યાર નામની અમૂલ્ય ચીજ સારા વિશ્વમાં મફત મળે છે”. તો પછી તેમાં કંજૂસાઈ શામાટે ? પ્યારના અવનવા રૂપ છે. કોઈ એક ચોકઠામાં તેને કેદ ન કરી શકાય. તે મુક્ત મને વિહરી શકે. જ્યારે આસક્તિ સાથે સ્વાર્થ જોડાયો હોય છે!  તેમાં માનવી ખૂબ સંકુચિત થઈ જાય છે. પ્રેમ વિશાળતાનો આગ્રહી છે.વિવેક બુદ્ધિનો ઉપયોગ જરૂરી બની જાય છે.

બાકીનું જીવન શાંતિમય ગુજારવાની એક ગુરૂચાવી ઉપલબ્ધ થઈ છે. ” કદાપિ કોઈનો વાંક જોશો નહી ” !એ વૃત્તિ જ ખોટી છે. દરેકને તક આપવી એ સાચો રાહ છે. માનવનું વર્તન સ્થળ, સમય અને સંજોગ પર નિર્ભર છે. શું સારા થવાનો આપણે એકલાએ ઠેકો લીધો છે? અજાણતા યા સંજોગવશાત કોઇએ સત્યને છુપાવ્યું હોય તો આંખ આડા કાન કરવા. વાણી અને વર્તન કદાપિ તેનો ઉલ્લેખ ન કરે તે ધ્યાન રાખવું. એવી અવસ્થાએ પહોંચ્યા છીએ કે નાની ક્ષુલ્લક વાતો કોઈ મતલબના નથી.

 

તારો એળે ન જાય અવતાર

જીવન થોડું રહ્યું

**

હસી ખુશીમાં દિવસ પસાર

જીવન થોડું રહ્યું

**

મરવાના વાંકે જીવન ના ગુજાર

જીવન થોડું રહ્યું

**

સંગે આવે નહી આ સંસાર

જીવન થોડું રહ્યું

**

માયા મમતાના બંધન વિસાર

જીવન થોડું રહ્યું

**

વાણી વર્તનને નજર્યું સુધાર

જીવન થોડું રહ્યું

**

સ્મરણ કૃષ્ણનું કર વારંવાર

જીવન થોડું રહ્યું

**

અંતે નિકળે પ્રાણ નિર્વિકાર

જીવન થોડું રહ્યું

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

18 01 2016
pravinshastri

પ્રવિણાબેન, ઘણી જ ગહન વાતો કરી. જાતસ્ય હિ…..બસ પછી કંઈ કહેવાપણું રહેતું જ નથી. સ્મૃતિઓ સાથે અતિતમાં જીવવું કે કલ્પનાની પાંખે ભવિષ્યમાં જીવન વ્યતિત કરવું; એ પણ ખરેખરતો દરેકના પોતાના હાથની વાત રહી નથી. વર્તમાન જ દરેકના જીવનને ફંગોળતો રહ્યો છે. જે આવવાનું નિશ્ચિત છે તે આવશે જ. શું તેની રાહ જ જોયા કરવી. તમે સાચું જ કહ્યું છે. હસી ખુશીમાં દિવસ પસાર; મરવાના વાંકે જીવન ના ગુજાર. માનવનું વર્તન સ્થળ, સમય અને સંજોગ પર નિર્ભર છે. કંઈ કેટલા જીવન અંદરથી મરેલા જ હોય છે. બાહ્ય જગતમાં “આનંદથી જીવવાનો ડોળ” પણ કરતા હોય છે અથવા કરવો પડતો હોય છે.
દેહને લોકલ કે જનરલ એનેસ્થેશીયા આપીને નિષ્ચેતન કરાય તેમ લાગણીઓને ભક્તિનું એનેસ્થેશીયા આપીને માયા મમતાના બંધન સંપૂર્ણ રીતે વિસારી શકાય? બહેન, સરસ લેખ છે.

18 01 2016
Neetakotecha

Baki badhu saras . Aavu badhu bolvanu nahi okk thoda rhya ne badhu. Shubh shubh bolvanu.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: