ચીર હરણ કરનારે, ચીર પૂર્યા

14 02 2016

જેણે ચીર હરણ કર્યા એણે જ ચીર પૂર્યા. કેવું વિરોધાત્મક લાગે છે ! હકિકત છે. તમે અને હું તેનાથી માહિતગાર છીએ. કૃષ્ણે બાળલીલા કરી તેમાં ગોપીઓના ચીર હરણ કર્યા હતા. પહેલાં દરજ્જાના તોફાની બારકસ કાનુડાએ ઘણા ઉધમ મચાવ્યા. તે છતાં તે નટખટ સહુને વહાલો હતો.

ભરી સભામાં  દુઃશાસન દ્રૌપદીના ચીર હરણ કરી રહ્યો હતો ત્યારે  એ જ  દ્વારિકાધિશે તેને ચીર પૂર્યા હતા. આ કૃષ્ણ પણ એ જ હતા. સમય સમય ને માન છે. સ્થળ અને સંજોગ વિપરિત હતા.આજના યુગમાં દુઃશાસન ચારેકોર નજરે પડે છે. ‘કૃષ્ણએ ગીતામાં’ આપેલું વચન પાળવાનો સમય પાકી ગયો છે. તેની કોઈ એંધાણી નજરે પડતી નથી. આ કાર્ય હવે સમાજના સજ્જન ગણાતા વ્યક્તિઓ હાથમાં લે તો કેવું ? !અતિ વિકટ પ્રશ્ન એ છે કે સજ્જન યા દુર્જનની ઓળખાણ કેવી રીતે કરવી ? કાગડા બધે કાળા છે. કોણ, ક્યારે. શામાટે પાટલી યા દાનત બદલશે તેનો કોઈ ભરોસો નથી.

આપણા સ્વતંત્ર ભારત દેશના રાજાઓને એકત્ર કરી તેમના રાજ્યો એકઠાં કરવાનું શ્રેય લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને મળે છે. એવો કોઈ માઈનો લાલ પેદા થવો જોઈએ જે આજના રાફડાની જે ફાટી નિકળેલા “મહારાજો’ને સીધા કરે. તેમના સામ્રાજ્ય જોયા છે? તેમના અનુયાયીઓ આંખ મીંચી તેમની પાછળ ‘બે નંબરના’ પૈસા લુંટાવે છે. તેઓની કહેવાતી ‘રાસલીલા’ના ભોગ નારી બને છે. અંધશ્રદ્ધાથી ઘેરાયેલી  પ્રજાને ગેરમાર્ગે દોરી બેફામ વર્તન આચરી સમાજને ‘ધર્મનો’ ઉપદેશ કયા મોઢે આપતા હશે? આ આચરણ દરેક ધર્મમાં ફેલાયું છે. ધાર્મિક સ્થળો અધર્મના અડ્ડા બની સમાજમાં દુઃષણ ફેલાવવાની સમર્થતા ધરાવે છે. હવે આપણા ‘કૃષ્ણએ એક એક ગોપી સંગે એક એક કૃષ્ણ’ નું રૂપ ધરી આવવાનો સમય પાકી ગયો છે!

આજના જમાનામાં ચીર હરણ કરનાર નો તોટો નથી ! ચીર પૂરવાવાળો કોઈ માઈનો લાલ મળે એવી વ્યર્થ આશા રાખવી નકામી ! ‘ચીર પૂરનાર પણ જાણે છે તેની કથા કરનાર અંદરથી કેટલા બોગસ છે ! ‘કહેવું કાંઇ અને કરવું કાંઇ’ એવા આજના દંભી સમાજમાં સદા ચેતતા રહેવું.

સતયુગનો એ જમાનો હતો. નારી ઈજ્જત અને આદરની અધિકારિણી. માતા તરિકે પૂજાય. દીકરી બનીને તે લાડકોડમાં ઉછરે અનેસહુનો પ્રેમ દુલાર પામે. પત્ની તરીકે તેની મર્યાદાનું પાલન કરી ગૃહિણી ધર્મને ઉજાળે. દાદી અને નાની બની ઘરની ધરોહર સજાવે.   મિત્ર બની યશની કલગી શીરે સોહાવે. બહેન બની પ્રીતની બેનમૂન પરાકાષ્ટાને વર્ણવે. આજે ૨૧મી સદીમાં એના ચીરને ખેંચાતા બચાવવા ઝુંબેશની આવશ્યક્તા જણાઈ રહી છે. તે જ્યાં પણ હોય, જે દશામાં હોય તેને નિર્ભયતા મળે  તે આવશ્યક છે. ‘નોકરી’ આજના કાળમા આવશ્યક છે. સ્ત્રી તેની કાબેલિયત ધરાવે છે તેમાં શંકાને સ્થાન નથી. તે પુરૂષ સમોવડી કરતાં ,તેની સાથે કદમ મોલાવી સાથી બની સાથ આપી રહી છે. તેની રક્ષા એ સમાજની જવબદારી બને છે. લોભાગુ અને વિકારી નજરનિ શિકાર બની તે દોઝખનું દર્દ શામાટે સહન કરે?

એક વાત ચોક્કસ કહીશ, સૂરજ રોજ ઉગે છે! પૂનમનો ચાંદ શિતળતા અર્પે છે ! ધરતીમાતા પર ધન ધાન્ય લહેરાય છે. પર્વતમાંથી નિકળી વહેતી નદી ભલે સાગરે સમાય પણ રાહમાં આવતા સર્વની પ્યાસ બુઝાવે છે. હજુ માનવતા મરી પરવારી નથી ! આવા ગંદા દૃશ્ય જોઈ કોઈનામાં સૂતેલો ઈશ્વર આળસ મરડીને બેઠો થાય પણ ખરો !

 

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: