“કીડી “

કીડી શબ્દ સાંભળતાંજ જ્યાં ત્યાં ચટકા ભરાવા લાગે. ભલા ભાઈ એ
તો લાલ કીડી. કિંતુ સરળ સ્વભાવની કાળી કીડીને શું કામ વગોવો છો?
એ તો ડાહીમાની દિકરી જેવી.ખૂબ સંતોષી જરા પણ કોઈને કનડવાનું
નામ નહીં.

જરાક ખાંડ ભાળી નથી કે તેનું કટક દેખા દે. જાણે સરઘસ
ન નિકળ્યું હોય. સીધી લીટીમાં જાય, જરાપણ વાંકીચુંકી ન જાય.
પોતાના કામમાં મશગુલ. સંઘ શક્તિનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડે.
તેને ભૂલથી પણ થાપટન દેવાય. બીજીજ પળે તે પ્રભુને પ્યારી થઈ
જાય. જો તમે કામકાજમાં ચોખ્ખાઈ રાખોતો તે તમને દર્શન ન આપે તેની
હું બાંહેધરી આપું છું.

જો લાલકીડી તમને પ્રેમ દર્શાવે તો વિના તાલિમે
તમને ભારતનાટ્યમ યા મણિપૂરી આવડી જાય. ચારથી પાંચ લાલકીડી
તમને તાંડવ ન્રુત્યમાં પારંગત કરવામા સમર્થ બને. એક પળ પણ તમે સ્થિર
રહી ન શકો. અને જો રહી શકો તો લાગી—-બાથરૂમ નહીં ,૧૦૦ રૂ.ની શરત.
હારી જશો. તમે વિચાર કરતાં થઈ જાવકે છેલ્લે ક્યાં બેઠો હતો, બાંકડા પર
કે ઘાંસ ઉપર? તમારે કોઈ એકાંત જગ્યા શોધી ક્રિકેટના મેદાન જેવા તમારા
શરીર ઉપર તપાસ આદરો. રખે માનતા તમે જાડા છો. આતો નાની નાજુક
લાલકીડી સાથે સરખામણી થઈ રહી છે. માઠું ન લગાડશો યા વાંચવાનું બંધ
પણ ન કરી દેશો. લાલકીડીનિ શોધ જારી રાખો.
લાલકીડીના ઢગલાં જોવા હોયતો અમેરિકા આવવાનું આ આમંત્રણ સ્વિકાર જો.
અ ધ ધ ધ હજારોની સંખ્યામાં  તમને ઉનાળામાં ઘરની પાછળ ઘાંસમાં . જોવા
મળશે. કાળી કીડીની સંઘશક્તિનો નમૂનો છે જ્યારે તે મરેલાં વાંદાને ઘસડી જતી
હોય. ઈશ્વરે સર્જેલ સ્રૂષ્ટિમાં દરેક જીવજંતુંમાં અનેરી શક્તિ છૂપાયેલ છે.
કીડીબાઈની જાનમાં કોઈદી મહાલ્યાં છો? વર્ણન ક્યાંથી શરૂ કરવું.ખાવાપીવાનું
જલસાબંધ, નાચગાનનું તો પૂછવું જ નહીં.મંકોડા સામે બેસીને ફટાણા ગાતાં હોય.
મચ્છરો ગણગણાટ દ્વારા સંગીતના સૂર રેલાવતાં હોય. ભમરાઓનું મીઠું ગુંજન
સંભળાતું હોય. નવીનવેલી દુલ્હન કીડીબાઈ ઘુંઘટની આડમાં શરમાતાં હોય અને
કાળજે હાથ દઈ દિલની ધડકન સંભાળતા હોય. કલ્પના પણ કેટલી આહ્લાદક
લાગે છે.
કીડી વિશે લખવા બેઠીને કરોળિયાનું જાળું ગુંથાઈ ગયું. આશા છે તમે તેમાં
ભરાઈ પડ્યા ન હો. અને જો ભરાઈ પડ્યા હો તો સાચવીને નિકળજો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: