તમે મને એવા લાગો

22 02 2016

‘તમે કેવા લાગો’ એ શબ્દમાં લખવું એટલે આભમાં તારા કેટલાં કે દિલ્હી શહેરમાં કાગડા કેટલા એવું અઘરું છે. પણ ખરું કહું તો ‘તમે’ વિચાર કે સમક્ષ ‘ બન્નેમાં  જો આવી ઉભા હો તો હું અવાચક થઈ જાંઉ.  શબ્દ ખોવાઈ જાય. આંખડી અંતરિક્ષમાં ઓગળી જાય. તેના કારણમાં ભારોભાર વજૂદ છે. જુવાનીને ઉંમરે આવી ઉભી ને તમારો પરિચય થયો. પ્રથમ પ્યારની કુંપળ ફુટી. જે ફૂલ થઈ આજે પણ ડાળી પર ઝુલી રહ્યું છે. ક્યારે પવનનો ઝપાટો આવશે અને ખરી પડશે તેનાથી અજાણ છું.

આજકાલ કરતાં જીવનના ૫૦ વર્ષ પસાર થઈ ગયા. મને તો અ ધ ધ ધ લાગે છે. માનો યા ન માનો આ હકિકત છે. જીવનના બગિચામાં આજે તમારા જેવા કુશળ માળીની ગેરહાજરી ખૂણે ખૂણે પ્રસરી રહી છે. જરૂરથી નોંધ લેશો,’ મહેક ચારેકોર પ્રસરી રહી છે”. શોભા અગણિત છે. હું તેનો રસાસ્વાદ માણી રહી છું.

લગ્ન પછી હનીમૂન માટે નૈનીતાલ ગયા હતા. કોલેજની મિત્ર મળી.

‘અરે આજકાલ તું દેખાતી નથી’. પછી મારી સાથે તેમને જોઈ કહે ,’ઓ, લગ્ન થઈ ગયા’?

‘હા’.

તું મલબાર હિલ રહે છે

હું જવાબ આપું તે પહેલાં કહે ,ના, પ્રાર્થના સમાજ’. આત્મિયતા અને પ્રેમ દર્શાવવો કોઈ એમનાથી શીખે. તેના પરિચયમા આવનાર દરેક ને એમ લાગે, ‘આ વ્યક્તિ મને ખૂબ ચાહે છે,’. મોઢા પર આછું સ્મિત અ દૃઢ વિશ્વાસ તરી આવતાં. તેનું એક કારણ એ હતું કે નાની ઉમરમાં અમેરિકા ભણવા આવ્યા હતા. માતાના લાડીલા,’મારે હવે અમેરિકા નથી જવું’.   અંહી આવવાનું ત્યારે વિચાર્યું જ્યારે માનો સંગ છૂટ્યો. પ્રેમ આપવામાં જરા પણ કંજૂસાઈ નહી. ખબર નહી જુવાનીમાં તેમને ખબર હશે આપીશું તો વ્યાજ સાથે પાછું મળશે! આ ૬૦ના દાયકાની વાત છે, દીકરીઓ ખૂબ માવજત પૂર્વક ઉછરતી. સ્વતંત્રતાની વ્યાખ્યા થોડી ઘણી આવડતી. જેને કારણે આત્મવિશ્વાસ ડગુમગુ હોય.

આજની પ્રતિભાનો યશ ‘સંપૂર્ણ પણે એમને શીરે છે’.

“તું હોય કે ન હોય તારા વિચારો ભેળા હોય છે

મેળે કે એકલા અટૂલા હરદમ સવેળા હોય છે”

એવું કોઈ પણ પરણિત યુગલ જોવા નહી મળે જેઓ ઝઘડ્યા ન હોય! પણ જેમ માનવે  માનવે ફરક જણાય તેમ ઝઘડાના અગણિત રૂપ અને ઉત્કટતા હોય. તાજાં પરણેલા હોય ત્યારે રિસામણા અને મનામણા હોય. પછી તેં આમ કેમ કર્યું એવા ક્ષુલ્લક ઝ્ઘડા હોય. બાળકો આવે ત્યારે તેનું રૂપ બદલાય. કિંતુ ખરો મજાનો પ્રસંગ તો ત્યાર પછી નજરે પડે. કોણ કોને કેવી રીતે મનાવે છે ? જો જીવનસાથી તમારી ઈજ્જત રાખે (મતલબ એકબીજાની) તો એ જીવન સોનામાં સુગંધ ભળ્યા જેવું બને!  પોતાના સાથી નું કામ પ્રસન્ન વદને માણે. વારે વારે એકબીજાને ટોકવાને બદલે પ્રેમથી સલાહ સૂચન આપે.

ભલે પૈસાની રેલમછેલ ન હોય પણ પ્રેમ અઢળક હોય તેની અગત્યતા ખૂબ જાણતા. તેથી તો આજે ૨૧વર્ષ થયા તેમની ખોટ હરપળ  લાગે છે.’ બાળકોને સારા સંસ્કાર આપી ઉછેર, તેમનું ભવિષ્ય સુંદર હોય તો આપણું જીવન સાર્થક’ જેને કારણે અમુક વર્ષો અમેરિકામાં ‘પાર્ટટાઈમ’ નોકરી કરી. મિત્રો આવે ત્યારે કહે, ‘આજે ઘરમાં મિઠાઈ ખાવા મળશે કાલે જ મેમેસાહેબનો ચેક આવ્યો છે’! દરેકને ખૂબ મનોરંજન પુરું પાડે. હાસ્ય માટેનો નિશાનો હું હોંઉ. મને ખબર હોય મઝાક કરે છે.

લગ્ન થયા અને  શરૂઆતનો સમય હતો. મિત્ર મંડળમાં બધા બેઠા હતા. ચર્ચા એવી હતી કે દરેક પોતાનો અભિપ્રાય દર્શાવે. મારું મંતવ્ય મારા પતિથી અલગ હતું. એક બટક બોલો મોત્ર કહે,’ભાભી તમે તમારા પતિની હા મા હા ન પુરાવો’? હું તાજી લૉકૉલેજમાંથી નિકળી હતી. જવાબ નિકળી ગયો,’ અમારા જીવન રથના  ચાર પૈડાં આગળના એની ધરી પર ફરે છે. પાછળનાં એની ધરી પર’. મારા પતિદેવ ખુશ થયા. બાકી બધાની વાત કરવમાં માલ નથી.’

આમ ઓછું  બોલે પણ બોલે ત્યારે એવા વાક્યો નિકળે કે સાંભળનારનું દિલ જીતી લે. કોઈ દિવસ રસોઈના વખાણ ન કરે. પૂછીએ તો કહેશે,  ભાવી એટલે તો પ્રેમથી ખાંઉ છું.’ જવાબ વણ કહ્યે મળી જાય. ઘરના બધાને ખબર એ કામ નહી કરે. કામ કરવાનું આવે ત્યારે લાંબી તાણી સૂઈ જાય. જો બાળકોનું કાંઈ પણ હોય ત્યારે ખડે પગે તૈયાર. મને તો સાચું કહું, ‘રાણીની’ જેમ માન આપતાં. અંહીની ભાષામાં કહું તો ‘સ્પોઈલ’ કરી હતી.

લગ્નને બે વર્ષ થયા હશે. દરરોજ ઘરે સાડા પાંચે આવનાર આજે આવ્યા નહી. કંપનીનો ડ્રાઈવર ગાડી લઈને કહે વા આવ્યો,’સાબ મુંબઈલા ગેલી આઈલા ભેટાયલા’.  રાતનાા દસ વાગે આવ્યા. હું રડી પડી. સવારથી એકલી હતી. મને સાથે લઈ ગયા હોત તો? કેવો સુંદર જવાબ મળ્યો.

‘તું તારી મમ્મીને મળવા જાય છે. હું દર વખતે સાથે હોંઉ છું’?

‘ના’.

બસ તો હું મારી બાને મળવા એકલો ગયો હતો.’

‘કાન પકડીને કહ્યું , આપકો માન લિયા સાહબ’.

આમ માતા, તેમજ ભાઈ બહેનને પેમ આપતા અને પામતા. જેને કારણે મને ખૂબ સરસ રીતે સાસરીમા ગોઠવાવાનું ફાવી ગયું. એક વસ્તુ ધ્યાનમાં આવી ગઈ પતિનો સંપૂર્ણ પ્રેમ પામવો હ્ય તો સહુને માન આપો. આમ પણ ઘરમાં સહુથી નાની ૧૫ મો નંબર હતો. એમને નાના હોવાના ઘણા લાભ મળતા. કદી તેનો ગેરલાભ ન ઉઠાવતાં સહુના વહાલા થતા. સ્વમાની પણ ઘણા.

એક્વાર પૂ.બાને મળવા ગયા. સાંજનો સમય હતો. ઘરમાં બધા જમી રહ્યા હતા. ભાભી કહે , તમે બન્ને જમીને આવ્યા?

પ્રશ્ન પૂછ્યો હતો. જવાબ ‘હા’માં આપ્યો. તેવું ન હતું. અમે બન્ને ભૂખ્યા રહ્યા.રાતના ઘરે જતાં રસ્તામાં ભેળ ખાધી. જ્યારે બાને ખબર પડી તો કહે ,’ભાભીએ કહેવું જોઈએ જમવા બેસી જાવ.’ મને ત્યારે પરણ્યે ડોઢ વર્ષ થયું હતું. ‘મૌનં પરમ ભૂષણં.’

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: