સુગંધ

2 03 2016

** નીતિથી મેળવેલું સદગતિ અપાવશે.

** દોસ્ત દુશન બને તો ઉદારતા દર્શાવશો

** પતિ, પત્નીના મૌનને સમજે તો જીવનમાં શાંતિ મેળવે.

** લગ્ન કરતાં પહેલાં એક વાર વિ્ચારજો, છૂટાછેડા લેતા પહેલાં સો વાર

** શિશુ માની ગોદમાં પ્રેમ અને ત્યાગનું શિશણ મેળવે છે.

** સફળતા હમેશા સહિયારી હોય છે

** કુદરતનું અણમોલ સર્જન ‘બાળક’

** પેટ ભરાય મન હમેશા ‘ભુખડું’ રહેવાનું.

** માનવીનું પ્રસન્ન મન હ્રદયની વાત વહેતી કરે છે

** જો મનને કેળવીએ તો જીવનના ઘણા ખરા સંઘર્ષો આસાનીથી સરળ બની જાય

** ઉતાવળે જમવું નહી, નિર્ણય લેવા નહી અને પરણવું નહી

**  ખાવા જેવી ચીજ હોય તો ‘ગમ’ છે.

**  ગળવા જેવી ચીજ હોય તો ‘અપમાન’ છે.

** પચાવવા જેવી ચીજ હોય તો ‘બુદ્ધિ ‘ છે.

** પીવા જેવી ચીજ હોય તો ‘ક્રોધ’ છે.

** આપવા જેવી ચીજ હોય તો ‘ધન’ છે.

** લેવા જેવી ચીજ હોય તો ‘જ્ઞાન’ છે.

** જીતવા જેવી ચીજ હોય તો ‘પ્રેમ’ છે.

** હારવા જેવી ચીજ હોય તો ‘અભિમાન’ છે.

** દેખાડવા જેવી ચીજ હોય તો ‘દયા’ છે.

** સાંભળવા જેવી ચીજ હોય તો ગુણ’ છે.

** બોલવા જેવી ચીજ હોય તો ‘સત્ય’ છે.

** ભૂલવા જેવી ચીજ હોય તો ‘ભૂતકાળ’ છે.

** સુધારવા જેવી ચીજ હોય તો ’વર્તમાન’ છે.

** વિચારવા જેવી ચીજ હોય તો ‘ભવિષ્ય’ છે.

** કાબુમાં રાખવા જેવી ચીજ હોય તો ‘વાણી’ છે.

**  શું પૈસો સર્વસ્વ છે?

** માણસની કોઈ કિમત નથી.

** કોણ કેટલા પૈસા સાથે લઈને આવ્યું છે?

** કોણ કેટલા પૈસા સાથે લઈને જવાનું છે.

** ખાલી હાથે આવ્યા.ખાલી હાથે જવાના.

** કદી ઝભલાને ખીસુ ભાળ્યું છે?

** કફનને  કેટલા ખીસા હોય છે?

** મારા જેવું કોઈ નથી!’મૂરખ’તારા જેવી વ્યક્તિ પ્રભુએ બીજી બનાવી પણ નથી.

***********************************

** ધન્ય છે  લાકડું  આપણી સાથે  બળે છે

અસ્તિત્વ ખુદનું મિટાવી રાખ તે બને છે

પ્યાર જુઓ કાષ્ઠનો જીવ્યા મર્યાના જુહાર

જીંદગી લગાવ દાવમાં વિચારના લગાર

બેજાન છતા પણ જાનની જે કરે  કદર

પવન, પાણીની સગત અગ્નિ ને આદર

******************************

** અપૅક્ષા  ઈચ્છાને પોષે છે.

ઈચ્છા અનર્થનું મૂળ છે.

અહં ઈચ્છાનું  ઉદભવ સ્થાન છે.

**  સ્વાર્થ  અહંને  સીંચે  છે.

** માનવ  જીવન  સ્વાર્થના  પાયા પર નહીં સમતાના

નક્કર પાયા પર  ઉભેલી  ઇમારત હોવી  જરૂરી  છે.

** જ્ઞાનવિનાની ભક્તિ એટલે ભાવનાની આતશ બાજી.

** ભક્તિ વિનાનું જ્ઞાન એટલે કોરું ધકોર પાંડિત્ય.

** જ્ઞાનીનું જ્ઞાન ભક્તિ સંગ ડોલે.

** જ્ઞાન અને ભક્તિનું મધુર મિલન એટલે સોનાને મળે સુગંધનો સથવારો.

** જ્ઞાન વિનાની ભક્તિ  પાંગળી.

** ભક્તિ વિનાનું જ્ઞાન આંધળું.

 

Advertisements

Actions

Information

One response

2 03 2016
મૌલિક રામી "વિચાર"

Wow…very nice..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: