અડધી સદી, “૧૨મી માર્ચ ૧૯૬૬ “

11 03 2016

સૂરજ તો રોજ ઉગે. આજે એવું તો શું હતું કે હૈયું હાથ ન રહેતું. હા મનનો માણિગર રિસાયો પણ તેની

યાદો અકબંધ તેમાં શંકાને સ્થાન નથી. જેની સાથે અને યાદમાં “૫૦” વર્ષ પૂરા કર્યા. કુદરતની

કરામત તો જુઓ જીવન ક્યાંથી શરૂ થયું અને આજે ક્યાં આવીને ઉભી ! નજર સમક્ષનું દૃશ્ય અને

સંતોષનો હાશકારો!

મિત્રો, તમારી સામે આ ખુલ્લા દિલનો એકરાર. આજે તેમાં સહભાગી બનવાનું આમંત્રણ. એક સાથીનો

સાથ ગુમાવ્યો પણ તમે સહુએ પ્રેમથી આવકારી આ જીવનના બગિચાને સદા સુંદર તેમજ સુગંધિત

રાખ્યો. બાળકો તેમાં મીઠાં અને મધુરા ફળો જોઈ આંખડી ધન્ય બની.

“હજુ કેટલાં” એ પ્રશ્ન મુંઝવતો નથી? સ્વાભાવિક રીતે આજની કાલ ન હોય! હવે આ હાથ’ શ્રીનાથજીના

હાથમાં’ સોંપ્યો.

” હાથોનો મિલાપ હ્રદયે ના રહ્યો વિલાપ શ્રીજીએ ઝાલ્યો જમણો હાથ” !

Advertisements

ક્રિયાઓ

Information

10 responses

11 03 2016
SARYU PARIKH

તમારી યાદોના ફૂલની સુગંધ મહેકતી રહે તેવી સ્નેહભાવના સાથ.
સરયૂ પરીખ

11 03 2016
vijayshah

Happy for you because staying positive is a life.. and I am sure his lifeline was short and has no control on it.. So I beleive he is also happy (Whereever his soule may be.) as you are remembering him in very correct way with all Positivity

11 03 2016
Smita A Shah

Ajit and I wish you 50th wedding anniversary.

Smita A Shah

11 03 2016
Navin Banker

મારી સદભાવના હંમેશાં આપની સાથે જ છે,

નવીન બેન્કર

11 03 2016
વિશ્વદીપ બારડ

એ નથી એનો વિલાપ નથી
પ્રેમને માઠું લાગ્યું એવું નથી
પ્રીતને અમર કરી ગયા જે
યાદ વિસરાય એવું નથી….
જે સોનેરી દીવસો સાથે ગાળ્યા તેને યાદ કરી…જિંદગીને ઝળ હળતી રાખો…યાદને જીવતી રાખો…પ્રીત અમર છે..એને …અ..મર જ રહેવા દો,,,

11 03 2016
pragnaju

In fifty years together you’ve shared so many things. That’s why this very special anniversary brings to you, a wish that love, laughter, joy, contentment too will be yours to share throughout the years ahead of you!
અમે ડીસે.૦૮ ૨૦૦૭મા ૫૦મી વૅડીંગ એની.ઉજવી હતી તેની નોસ્ટેલજીક યાદોમાંથી થોડી
શ્રી સુરેશભાઇ જાનીની શુભેચ્છા પ્રજ્ઞાબેન અને પ્રફુલ્લભાઈ તેમનાં લગ્નની સુવર્ણજયંતી પ્રસંગે.શાર્દુલ વીક્રીડીત
કાપ્યો પંથ પ્રવાસનો કર ગ્રહી, પ્રેમોર્મીના ભાવમાં.
જીવ્યાં સાથ શમાવી સ્વાર્થ સઘળા,અન્યોન્યના વ્હાલમાં.
ફાલ્યું વ્રુક્ષ વીશાળ, બાળ સઘળાં, કીલ્લોલતાં બાગમાં.
પ્રજ્ઞાબેન પ્રફુલ્લભાઈ જીવજો, ભાનુ તપે આભમાં
રોમાંનુ સ્વાગત પ્રવચન –
અનોખાં બંધને બંધાઇ આ લગ્નગાંઠ,આવી આવી આ પચાસમી વર્ષગાંઠ..!
આજે અમારાં પિતાશ્રી પ્રફુલ્લચંદ્ર ચિંતામણી વ્યાસ તથા માતુશ્રી પ્રજ્ઞાબેન એમનાં દાંપત્યજીવનની સુવર્ણજયંતી પર અંત:કરણ પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન ..!
અમારાં પૂજ્ય દાદા સ્વ.શ્રી ચીંતામણી ગણપતરામ વ્યાસ તથા પૂજ્ય દાદી સ્વ.સુશીલાબેને એમનાં જીવન રૂપી અમૃતકુંભમાંથી, સજ્જ્નતાનાં બીજ રોપી અને સંસ્કારોનું અમી સીંચીને એમનાં સંતાનોને વ્યાસ કુટુંબનાં વટવૃક્ષ બનાવ્યાં. પાંચેય સંતાનોએ આધ્યાત્મિક સ્તરે પણ ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કર્યું.એમની જીવનયાત્રાનાં અનેક તડકા-છાયાંમાં સાથ અને સહકાર આપ્યો એમની જીવનસંગિનીઓ એ! બંધન અનોખું !!
આમ જોઇએ તો સંતાન અને માતા-પિતાનું બંધન પણ અતૂટ જ હોય છે ને..?અમને બધાને જન્મ આપી, દીકરાને કૂળદિપક બનાવી પ્રકાશ ફેલાવ્યો અને અમારાં જીવનમાં પણ એ જ સંસ્કાર નું અમૃત રેડી દીકરીઓ રૂપી વેલ ને જતન પૂર્વક ઉછેરી ને સાસરે વળાવી..!..આજ સુધી અમે દીકરીઓએ વ્યાસ કુટુંબમાંથી જે મેળવ્યું છે એ અમારા જીવનની મહામુલી મુડી છે..એ છે સંસ્કાર અને માનવતા….! જે જીવનભાથું સાથે લઇ ને દીકરીઓ સાસરે ગઇ..! પૂજ્ય મમ્મીએ હંમેશા નિર્મળ સ્નેહની સરવાણી વહાવી છે તો પૂજ્ય પપ્પાએ હંમેશા વહાલનો વરસાદ વરસાવ્યો છે અમારાં પર…!!….અને એ બધાં જ લાગણીભીનાં સ્પંદનોને અમે પળ પળ મહેસુસ કરી ને માણ્યા છે..! એમણે બતાવેલી રાહ પર ચાલવાની કોશીશ કરીએ પણ એમને આંબી નહીં શકીએ…એવાં અમારાં પૂજ્ય પપ્પા તથા પૂજ્ય મમ્મીને એમનાં સંતાનોનાં લાખ લાખ પ્રણામ ..! આજે પરમકૃપાળુ પરમાત્માને એજ પ્રાર્થના છે કે જ્યારે પણ માનવદેહ મળે આ જ માતા-પિતા મળે..અને વ્યાસ કુટુંબમાં જ જન્મ મળે!
અને Prafullbhai’s …
We shall like to thank all the guests for coming to celebrate 50 years of marriage anniversary with us. I am really grateful to Pragnaju for hanging in there with me for all of these years.
About 52 years before on May 12th 1955 at Jamnager when we knew each other. I wonder how was city grown girl adjusted to village jungle atmosphere where there was no electricity or water tapes ,a big question of educating not only our five children but also that of families and society.
અને છેવટે
સમય ફૂલ પર સહી કરી દઈ સમયસર,વહી જાશું જાણે કે ઝાકળની ઝરમર,
અમે તો જશું ને નવા આવશે પણ ,
ગગન છે તો ટહુકાઓ રહેશે ઘણા પણ,
યાદ જગને અમારી સૂરીલી સૂરીલી,
સૂરીલી બગાવત રહે…
મહોબ્બતથી મહેક્યાં આ ગુલશન,
આ ગુલશન સલામત રહે..
સૂર શબ્દો તણી આજની આ,
આ મહેફિલ સલામત રહે…+ સંગીત મહેફીલ…હવે આવતે વર્ષે ૬૦મી વૅ ઍ ઉજવીશું

12 03 2016
Pravina A. Kadakia

પ્રજ્ઞાજુ બહેન

તમારા સુંદર પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર. અમે તો જીવનના

અમૂલ્ય ૩૦ વર્ષ સાથે ગાળવા ભાગ્યશાળી બન્યા હતા. આજે સંસારનો

બાગ બે પુત્રો, બે વહુવારૂ, ત્રણ પૌત્ર અને બે પૌત્રીઓથી મઘમઘી

રહ્યો છે . “માળી વિણ બગોઆની હું સુગંધ માણું છું “. હવે આ હાથ

શ્રીનાથજીને સોંપ્યો છે.

12 03 2016
pragnaju

સુ શ્રી પ્રવીણાબેન
માફ કરજો-
આપની પૉસ્ટ પુરી વાંચ્યા વગર મારી હકીકત ચીતરી કાઢી
આપનું પ્રેરણાદાયી જીવનમામ્થી પ્રેરણા લઇ હાથ શ્રીનાથજીને સોંપ્વાની શક્તી મળે તેવી અભ્યર્થના.

12 03 2016
Smita A Kadakia

Jai jai shree gokulesh foi. Congratulations on your 50th anniversary.

Loved your writing.

15 03 2016
Jayshree vyas

nice.

Show original message
Jayshree T Vyas

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: