હકિકત

19 03 2016

observe

observe

કૂતરો બાબાગાડીમાં!

**

 બિલાડી માટે છત્ર પલંગ!

**

માતાપિતા વૃધ્ધાલયોમાં, ઘરમાં કૂતરા અને બિલાડી.

**

બાળકો આયા પાસે અને મમ્મી, પાપા ‘ડીસ્કોમાં’.

**

પત્ની રસોડામાં, પ્રેયસી સાથે હોટલોમાં મિજબાની.

**

ટેલીફોન પર હળાહળ જુઠ્ઠાણું અને બાળકને સાચું બોલવાની સલાહ.

**

ગરીબને ત્યાં હાંલ્લા કુસ્તી કરે, તવંગરના કચરાપેટી ઉભરાય.

**
તબિયતના ઠેકાણા નહી ને શાકવાળી સાથે માથાકૂટ કરે !

**

દુધ પીવા જોઈએ પણ રોજ ભાવ પૂછે !

**

તિજોરીમાં નાણા સમાય નહી ને નોકરને પગાર કાપીને આપે !

**

ઉપર ખાતુ ખોલાવ્યું છે. પૈસા તેમાં જમા કરશે!

**

ભૂલી જાય કે ઝભલાને અને ખાંપણને ખિસું ન હોય !

**

આ માત્ર વિચારો નથી. દરરોજ નજર સમક્ષથી ગુજરતા દૃશ્યોનું ચિત્ર છે. શરમ તો એ વાતની આવે છે.કે  આ બધું નરી આંખે જોવા છતાં બોલાય નહી અને સહેવાય નહી. શું આનું નામ પ્રગતિ છે ? હામ હારવી નથી, શું કરી શકું તેની સૂઝ નથી ! દુનિયાનો ક્રમ છે. આ આજે બને છે એવું નથી. સદીઓથી આ ધારો ચાલતો આવ્યો છે. તફાવત સ્પષ્ટ છે. બાળપણ ખેલકૂદમાં ગયું. જુવાની રંગરેલિયા મનાવવામાં હવે જ્યારે ઠરી ઠામ થયા ત્યારે સમાજમાં અને આજુબાજુ ચાલતાં દૃશ્યો એ ધ્યાન ખેંચ્યું.

શંકરાચાર્ય, શુકદેવજી અને વિવેકાનંદે બાળપણથી આ સઘળાં દૃશ્યો અને હકિકત સજાગતાથી નિહાળ્યા હતાં.દિલમાં આગ હતી. ધગશ, ઉત્સાહ અને ઉમંગ છલોછલ ઉભરાતાં હતા. કેટલું ટુંકું  આયુષ્ય અને કેવા અમર કૃત્ય ! બે હાથ જોડી બેસી રહી નિહાળવું એ કાયરનું કામ છે. સંજોગો અનુસાર જે પણ થઈ શકે તેમાં પ્રવૃત્ત થવું એ માનવનું કાર્ય છે. માર્ગમાં અડચણ અને બાધા આવે તેમાં ડરવું નહી. માર્ગને સરળ બનાવાવા તત્પર રહેવું. હજાર આંખવાળો સઘળું નિહાળે છે. હાથ લંબાવી, હાથ થામી રાહ દર્શાવે છે !

 

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

19 03 2016
chaman

હાચી વાત હાં! આ બધા વાક્યોને કાવ્ય પંક્તિઓમાં મૂકો તો કેવુ? તમે એ કરી શકો એમ છો તો કરી બતાવો!

19 03 2016
Neetakotecha

Ekdam sachchi vat. Aane j kalyug kahevato hashe.

19 03 2016
Navin Banker

સંસાર આમ જ ચાલતો રહે છે અને ચાલ્યા જ કરવાનો છે. આપણે માત્ર અરણ્યરૂદન કર્યા કરવાનું,

નવીન બેન્કર

19 03 2016
Archita Pandya

Sundar prastuti pravinaben

Archita D. Pandya

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: